મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૩૬ - ૦૧ જાન્યુઆરી ૨૦૨૩

 

 

 

હેલો કેમ છો મિત્રો , ૨૦૨૩ ના જોરદાર જાન્યુઆરી ના પ્રથમ દિવસે આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. સૌ મિત્રો ને હેપ્પી ન્યુ યર . કેમ છો બધા? આજે  ૨૦૨૩ નું નવું વર્ષ શરુ થયું અને આજે પ્રથમ દિવસ છે આપ સૌ મિત્રો કોઈ ને કોઈ નિયમો કે કઈ રિવોલ્યુશન લીધા હશે તો આપ સૌ ની બધી વિશિશ પૂર્ણ થાય એવી શુભકામનાઓ સાથે આજે નવ વર્ષ માં આપણે આપણી વાત શરુ કરીયે .

 

આજે ૨૦૨૩ નું નવું વર્ષ શરુ થઇ ગયેલ ત્યારે દિવાળી ની રાત પતિ ને ગુજરાતી  નવા વર્ષ ની શરૂઆત થવાની હતી. સવાર માં વાગે હું અને સંકેત જાગી ગયેલ અને ફટાફટ તૈયાર થઈને અમે લોકો થોડી ગુલાબી ઠંડી માં ધાબા પર પહોંચી ગયેલ અને ફટાકડા ફોડી રહેલ નવા વર્ષના સૂરજ નું આગમન અને અમારી લાસ્ટ રોકેટ બંને એક સાથે જમીન થી આકાશ માં ઊંચે આવી રહેલ ધીમે ધીમે પણ બંને નો પ્રકાશ નવા વર્ષ ને એક ખુબ સુંદર રીતે ઉજાગર કરી રહેલ અને અજવાળા સાથે અમારા નવા વર્ષ ની શરૂઆત થઇ અને ઘણા બધા નવા ઉત્સાહ અને ઈચ્છાઓ સાથે અમારી શરૂઆત થઇ

 

નીચે આવી ને ફટાફટ અમે લોકો સ્નાન કરી ને મંદિરે જવા નીકળ્યા અને લગભગ ૧૧ સુધી માં તો બધા નજીક ના  મંદિર દર્શન કરી લીધેલ અને ઘરે આવીને જમીને પછી બીજા ઘરે પણ પગે લાગવા ગયેલ અને પછી એજ રેગ્યુલર રીતે મારા મનમાં ચાલી રહેલ વાઇસ સીટી ની ગેમ શરુ કરી દીધેલ અને પછી એમાં મારી બપોર પાસ થઇ ગઈ. સાંજે પપ્પા ના મિત્ર ઘરે અવાના હતા તો ફરી ચા પીને એની તૈયારી માં લાગી ગયા અને પછી ફરી રમવા જતા રહ્યા અને સવારે વહેલા ઉતયાનો થાક અને પછી આખા દિવસ રમીને લાગેલ થાક એકદમ મીઠો લાગતો હતો પણ દિલ થી મજા આવતી હતી અને ઊંઘ પણ એકદમ મીઠી લાગી રહેલ.

 

બીજે દિવસે સવારે ઉઠીને તરત આગળ ના દિવસે લીધેલ નિયમો ને ફોલો કરવા અને સપના ને પુરા કરવામાં લાગેલ દોડ માં હું નીકળી પડેલ હવે બસ મારી આંખો સામે એક આગ હતી મારા સપના ને પુરા કરવાની પણ કહેવાય છે ને કોઈ પણ નવું કામ લઈએ તો ક્યારેક ક્યારેક જોશ ટૂંક સમય માટે હોય છે મારુ પણ સમય કઈ એવું થવાનું હતું પણ હું એટલો આસાની થી હાર માનું પણ નહોતો .હું ધીમે ધીમે મારી ગતિ માં આગળ વધી રહેલ

 

કાલ થી ફરી ટ્યૂશન શરુ થવાના હતા અને બસ આઝાદી માટે એક દિવસ હતો અને હું આજ ના દિવસ ને ફુલ એન્જોય કરી રહેલ સાથ સાથે ભણવાનું પણ મન માં ચાલી રહેલ તો ફરી શિયાળો શરુ થઈને મારા મન ને બેચેન કરવા ઠંડી રૂપ બદલેલ. ધીમે ધીમે પણ એક મોમેન્ટ માં ઘણું બધું થઇ રહેલ ક્યાંય એક બેકગ્રાઉન્ડ મ્યુઝિક સંભળાઈ રહેલ તો બીજે એક આખી ફિલ્મ મારી આંખો સામે ચાલી રહેલ અને બધા માં મારુ ફોક્સ ક્યાંક વિખાઈ રહેલ .જેમ તેમ કરીને આજ નો દિવસ પણ પૂર્ણ થઇ રહ્યો અને ફાઈનલી બીજો દિવસ શરુ થઇ ગયેલ . આજ થી પાછા સવાર સાંજ ટ્યૂશન અને હવે તો ૫૦% ગેમ પણ પુરી થઇ ગયેલ હવે દસમા ની પરીક્ષા માટે ફક્ત મહિના બાકી હતા અને મહિના કોઈ જંગ થી ઓછા નહોતા .

 

દરેક લોકો ના મન માં એક જંગ ચાલી રહેલ , દરેક ના મન માં લખો સપનાઓ ચાલી રહેલ અને સપનાઓ સાથે દરેક લોકો એક માર્ગ પર ચાલી રહેલ કોનો માર્ગ કેટલો મજબૂત થશે તો આવનાર સમય બતાવત પણ લોકો ના મનમાં કઈ કરી ને બતાવાની એક ઘૃણા ચાલી રહેલ અને બધા ની સાથે લોકો ના પ્રયાસો પણ દિશા માં આગળ વધી રહેલ હું પણ એમાં ક્યાંક આગળ વધી રહેલ પણ યુવાની ના જોશ માં એક બહુ મોટો બ્રેક મારા પ્રયાસો ઉપર લાગવાનો હતો જેના થી હું અજાણ હતો જે મને હંમેશા માટે બેચેન કરી દેત અને આજ સુધી પણ ભૂલ ને હું નહીં ભૂલી શક્યો અને મરી જાત પર પણ મને વાત નો અફસોસ રહી ગયો છે . એવી તો કઈ ભૂલ હતી જેને મારી લાઈફ ને એક અલગ દિશા માં લઇ ગઈ જોઈશું આવતા મહિને .

 

આવતા મહિના  સુધી આજ ના બ્લોગ , વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

 

 

 

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform

 

 

 

 

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

 

 

ટિવટર : https://twitter.com/ManthanVThakkar

Comments