લવડોઝ અનલિમિટેડ - ભાગ ૩૫ - ૧૧ ડિસેમ્બર ૨૦૨૨
હેલો મિત્રો કેમ છો બધા? આજે ડિસેમ્બર મહિના નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . વર્ષ ૨૦૨૨ નો છેલ્લો લવડોઝ તોય પ્રેમ ની એક મોસમ અહીં થી જ શરુ થાય છે. જાણે સીઝન ઓફ રોમાન્સ . લાસ્ટ ટાઈમ અપને જોયેલ કે કઈ રીતે અમુક વાતો અધૂરી જ રહી જાય છે એમ આજે પણ આ ડિસેમ્બર થી શરુ થયેલ પણ એક અધૂરી વાર્તા આપણે જોઈશું.
ડિસેમ્બરે આમ તો રજાઓ અને યર એન્ડ સેલિબ્રેશન નો મહિનો છે એમાં પણ ક્રિસ્મસ કહેવાય છે કે સાન્ટા આવે અને આપણી વિશ પુરી કરી જાય પણ આ કેટલું યોગ્ય છે? નાનપણ માં આપણે સાન્ટા ને માનતા અને ચોકોલેટ ની ઈચ્છા પણ કરતા અને એ મળતું પણ આજ લાગણી ક્યારેક જુવાની માં પણ લાગે અને ત્યારે ક્યારેક પુરી થાય પણ ખરી કે ના પણ થાય
યુવાની ના પ્રથમ તબક્કા માં આવેલ બે પંખીઓ આ યૌવન રૂપી આકાશ માં ધીમે ધીમે પાંખ મંડી રહેલ અને ક્રિસ્મસ ની પાર્ટી માં આવી પહોંચેલ અહીં સાન્ટા ને જોતા જ મનોમન એમને પણ એક વિશ કરી કે આજ ની આ પાર્ટી માં ઘણા અજાણ ચહેરા છે પણ કોઈ એવો ચહેરો મળે જે આખી જિંદગી માટે જાણીતો થઇ જાય અને કદાચ સાન્ટા એ આ વિશ પણ પુરી કરી વેલકમ ડ્રિન્ક માટે બંને જણા હાથ માં પોતાનો ગ્લાસ લઈને જઈ રહેલ અને એજ સમયે ધ્રુવી નો ગ્લાસ દીપેન ના શર્ટ પર પડ્યો અને શર્ટ પર કોલ્ડ્રીંક ઢોળાયું એક સમય તો દીપેન ગુસ્સા માં આઈ ગયો કે પાર્ટી બગાડી અને શર્ટ પણ ત્યાં જ બીજી મિનિટે ધ્રુવી ની આંખો માં જોતા જ એનો ગુસ્સો શાંત થઇ ગયો આ બાજુ ધ્રુવી પણ ડઘાઈ ગયેલ પણ તોય હિંમત કરીને સોરી કહી રહી હતી અને નજરો છુપાવી ને દીપેન સામે જોઈ રહેલ બંને ને કદાચ પહેલી નજરે જ પ્રેમ થઇ ગયેલ પણ કોણ પહેલ કરે એની રાહ જોવાતી હતી આખરે દીપેન સોરી નો જવાબ ઇટ્સ ઓક કહી ને નીકળી ગયો અને વૉશરૂન માં જઈ ને શર્ટ સાફ કરીને બહાર આયો.
આ બાજુ ડાન્સ સ્ટાર્ટ થઇ ગયેલ પણ ધ્રુવી ની નજરો હજી દીપેન ને શોધી રહેલ અને દીપેન પણ મનોમન ઇછતો કે ધ્રુવી ની નજીક જઈ શકે. આ બાજુ સાન્ટા એ બંને ને એક બીજા ને એકલા ઉભા જોઈને બંને ને એક બીજા નો હાથ એક બીજા ને આપી ને ડાન્સ સ્ટાર્ટ કરાયો અને આ ડાન્સ એમને નજીક લાવ્યા. બંને એ એક બીજા ના નામ જાણી ને વાતો શરુ કરી ને ફ્રેન્ડશીપ શરુ થઇ . આ ફ્રેન્ડશીપ ધીમે ધીમે વહાર્ટસપપ અને ત્યાં થી રૂબરૂ મુલાકાત માં ફરી ગઈ અને પછી વેલેન્ટાઈન નો એ દિવસ આઈ ગયો જયારે બંને એ એક બીજા ને પોતાની વાત કરી અને બંને એ આખી જિંદગી એક બીજા સાથે રહેવાનું વિચાર્યું પણ વિધાતા ને કઈ અલગ જ મંજુર હતું .
બંને એ પોતાના પરિવાર માં વાત કરી ને બંને ના લગ્ન નક્કી થયા પણ લગ્નના ના એક જ અઠવાડિયા પહેલા દીપેન નો એક્સીડેન્ટ થયો અને દીપેન ની યાદશક્તિ પણ જતી રહી. ધ્રુવી એ આવનાર સમય ના જે સપનાઓ જોયેલ એ બધા જ પળમાં જ તૂટી ગયા.દિવસો જતા રહ્યા દીપેન અને ધ્રુવીના પરિવારે ધ્રુવી ને કહ્યું બીજા જોડે લગ્ન કરી ને જતી રહે પણ ધ્રુવી ને પોતાના પ્રેમ પર ભરોસો હતો અને આમને આમ ૩ વર્ષ નીકળી ગયા હવે ધ્રુવી અને દીપેન એક પીકનીક પર જઈ રહેલ હાજી પણ દીપેન ને યાદ નહોતું આવ્યું પણ આ પીકનીક માં અચાનક કાર ની બ્રેક ફૈલ થઇ અને કાર ઊંચાઈ થી નીચે પડી અને બંને ને હોસ્પિટલ માં એડમિટ કર્યા. આખરે ૨૪ કલાક પછી દીપેન ને હોશ આવ્યો અને યાદશક્તિ પણ . હવે કદાચ થોડું વધુ લેટ થઇ ગયેલ આ બાજુ દીપેન સાજો થયો અને ધ્રુવી એ આ દુનિયા છોડી દીધેલ . દીપેન ને આ ૩ વર્ષ માં શું થયું એ જાણી ને પોતાની જાત પ્રત્યે ખુબ અફસોસ થયો અને ધ્રુવી ને ગુમાવાનો અફસોસ પણ .
ધ્રુવી એ દીપેન માટે ૩ વર્ષ રાહ જોઈ હતી અને હવે દીપેન પણ ધ્રુવી ને લઇ ને આખી જિંદગી રાહ જોવાનો હતો.તો મિત્રો હતી આ વખત ની અને ચોથી અધૂરી લવસ્ટોરી. આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment