મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૩૫ - ૦૪ ડિસેમ્બર ૨૦૨૨
હેલો કેમ છો મિત્રો , ૨૦૨૨ ના દબંગ ડિસેમ્બર ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? આજે ડિસેમ્બર મહિના નો પ્રથમ વિકેન્ડ અને એમાં પણ હવે જયારે ઠંડી નો માહોલ શરુ થઇ રહ્યો છે તો આ ગુલાબી ઠંડી ની આપસૌ ને રોમેન્ટિક શુભકામનાઓ. બીજી એક ખાસ વાત આજે સપોર્ટ ગુજરાતી મુવીઝ ફોરએવર એન્ડ રઘુવંશી ઇન્ફોસોફ્ટ તરફ થી ઇન્ટરનેશનલ ચાઈલ્ડ મોડેલ એન્ડ એક્ટ્રેસ પ્રિષા જોશી ની વેબસાઈટ લોન્ચ થઇ રહી છે તો આપ સૌ મિત્રો નો એટલો જ સાથ સહકાર આવકાર્ય છે અને હવે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી..
લાસ્ટ ટાઈમ જોયેલ કે દિવાળી નો સમય આવી ગયેલ અને ફર્સ્ટ પ્રિલીમ નું રિઝલ્ટ પણ આવાનું હતું
તો ડબલ ડોઝ એક સાથે હતો અને આખરે એ દિવસ આઈ ગયો એક પછી એક બધા ફેકલ્ટી પોતાનું રિઝલ્ટ લઇ ને આવી રહેલ અને હું આ રિઝલ્ટ જોવાની રાહ માં જ હતો અને આખરે મારા કરતા બીજા ઘણા હતા જેને મારા રિઝલ્ટ ની મારા કરતા પણ વધુ રાહ જોવાની હતી અને એક પછી એક એમ ધીરે ધીરે બધા રિઝલ્ટ આવી ગયા ખબર નહીં પડતી કે શું કરું જ્યાં એક સદી નો વિચાર હતો ત્યાં ૭૦ માં જ ગાડી અટકી ગયેલ તો બીજી બાજુ જ્યાં ૬૦ પર ઈચ્છા હતી ત્યાં ૮૦ ક્રોસ્સ કરી દીધેલ પણ હવે સૌથી અઘરી સફર શરુ થવાની હતી દિવાળી અને બોર્ડ ની પરીક્ષા ના ફોર્મ ભરવાના હતા અને આશાઓ તથા લોકો ના જોવાના નજરિયા માં પોતાના માટે માન જોઈને થોડો ડર પણ લાગી રહેલ .
હવે ટ્યૂશન માં પણ થોડા સમય માં દિવાળી ની રજાઓ આવાની હતી . મારા દિમાગ માં દિવાળી ને લઈને ઘણી આશાઓ ચાલી રહેલ અને બીજા અન્ય સવાલો પણ આખરે ધીમે ધીમે સમય આગળ વધી રહેલ અને દિવાળી ના એ દિવસો નજીક આવી રહેલ અને આ બાજુ મારા વિચારો ને બ્રેક લાગવા એક વાયરસ આવી રહેલ હા સુપર વાયરસ જે કોઈને પણ ખેંચી શકે અને ધ્યાન ભંગ કરવા માં સફળ થઇ જાય વાઇસ સીટી હા એ જ જે તમે સાંભળ્યું અને વાંચ્યું જી.ટી.એ વાઇસ સીટી . મારા ૧૦ માં ના ગોલ ને બહુ મોટી બ્રેક મારવા આવી રહેલ એક માસ્ટર ગેમ કે જે કોઈ ના પણ કોમ્પ્યુટર માં હોય આજે પણ મારા પી.સી. માં એ ગેમ છે અને આજે પણ જયારે રામુ ત્યારે મન તો ફ્રેશ થાય છે પણ કામ કરવાના વિચારો ને બ્રેક વાગી જાય છે.
આ બાજુ દિવાળી ના દિવસો શરુ થઇ રહેલ અને આ બાજુ મારી જી,ટી.એ ની સફર. ધીમે ધીમે જેમ દિવસો જતા હતા એમ હું અહીં ભણવાનું સાઈડ માં કરીને એક પછી એક મિશન પાર કરવામાં લાગી રહેલ જાણે મારી જાત ને કોઈ ડિટેક્ટિવ જ સમજી ને વર્તી રહેલ જયારે ધારેલ મિશન પાર ના થાય તો રાતે ઊંઘ પણ આવાની બંધ થઇ ગયેલ પણ આ બધી ખુશીઓ અને આ પાગલપન ગેમ માટે નું થોડા સમય માટે નું જ હતું અને એ સારું પણ હતું જો હું એમાં જ ખોવાયેલ રહેત અને મારી મંઝિલ ને ભૂલી જાત પણ આખરે તો એ જ થાય છે જે ઉપરવાળા ચાહે છે કેમકે ક્યારેક માંગવા કરતા જે મળ્યું હોય એની ખુશી માનવી જોઈએ કેમકે એ આપણા હકનું હોય અને આપણા માટે બેસ્ટ હોય છે પણ આ વાત આજે પણ ક્યારેક હું નથી સમજી શકતો . આખરે દિવાળી ના તહેવારો શરુ થઇ ગયા અને આજે દિવાળી ની રાત પણ આવી ગઈ. આ વખતે તો પડતર દિવસ પણ હતો તો એની પણ રજા હતી .
આજે અહીં સુધી જ બીજું આવતા મહિને .આવતા મહિના સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment