2જી એપાર્ટમેન્ટસ

 


 

૯મી ડિસેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ ૨જી એપાર્ટમેન્ટ્સ એક કન્નડ ફિલ્મ અમૃત એપાર્ટમેન્ટ ની ગુજરાતી રીમેક છે જયારે કોઈ પણ ફિલ્મ ની રીમેક બને તો એક ફિલ્મમેકર અને ઓડિયન્સ માટે પ્રશ્નાર્થ ઉભો થાય કે શું ઓરીજીનલ ની જેમ ફિલ્મ લોકો ને ગમશે કે નહીં? લોકો ને જકડી રાખશે કે નહીં?. મારા મિત્રો અખિલ કોટક (એક્ટર, ડિરેક્ટર) અને મનન દવે (પી.આર..) ના આમંત્રણ ને માંન આપી ને લગભગ મહિના પછી કોઈ ફિલ્મ ના પ્રીમિયર માં પરિવાર સાથે ગયો. છેલ્લા મહિના માં ઘણા ફિલ્મમેકર્સ ને પ્રીમિયર માં આવાની ના પડેલ કામ ની વ્યસ્તતા ને લીધે બદલ ફરી એક વાર બધાને સોરી.

 

૨જી એપાર્ટમેન્ટ્સ એક નવદંપતી ની વાત છે વાસુ (અખિલ કોટક) અને સપના(દર્શીના બારોટ). બંને લવ મેરેજ કરે છે અને નવા ફ્લેટ માં રહેવા જાય છે પણ પ્રેમ અને મેરેજ બંને લાઈફ માં બહુ મોટો ફેર પડી જાય છે બસ અહીં પણ કઈ એવું છે મેરેજ પછી બંને ના જીવન માં રોજબરોજ ના ઝઘડા ડાયવોર્સ સુધી લઇ જાય છે પણ ડાયવોર્સ પહેલા બંને ના જીવન માં કઈ એવું બને છે કે જે એક ટ્રેનિંગ પોઇન્ટ બની જશે અને ઓડિયન્સ માટે એક થ્રિલિંગ મનોરંજન.

 

અખિલ કોટક ફિલ્મ ના દિગ્દર્શક અને લીડ એકટર  તરીકે પોતાની જવાબદારી બહુ સરસ નિભાવી છે અને ઓડિયન્સ ને જકડી રાખવામાં સફળ થાય છે. ફિલ્મ ના દિગ્દર્શન સિવાય પણ અન્ય બાબતો કાસ્ટિંગ, પ્રમોશન દરેક જગ્યે એમની મહેનત દેખાય છે. ગુજરાતી ફિલ્મ માં આજકાલ ચાલી રહેલ લવસ્ટોરી અને ફ્રેન્ડશીપ ના ટ્રેન્ડ માં દર વખતે કઈ નવું આપવામાં આગળ હોય છે . ગુજરાતી ફિલ્મ માં ક્રાઇમ થ્રિલર બહુ ઓછી છે એમાં આવી ફિલ્મો ખરેખર દર્શકો માટે આશીર્વાદ છે. આની પહેલા પણ બ્લાઇન્ડ ડેટ એમની ફિલ્મ હતી અને લવ યુ પપ્પા જે આખી ફેમિલી ફિલ્મ પણ એમની હતી.  અખિલ ભાઈ આવી હટકે ફિલ્મો આપતા રહો .

 

દર્શીના બારોટ આમને કદાચ ફર્સ્ટ ટાઈમ મેં ફિલ્મ માં જોયા પણ મને યાદ છે થોડા સમય પહેલા મારી એક પેજેન્ટ ઇવેન્ટ હતી જેમાં વિનર હતા. એક પત્ની તરીકે પતિ સાથે જયારે ઝઘડો કરે તો એનો અવાજ જે ઊંચો થાય અને એની સાથે એક્સપ્રેશન પણ રિયલ લાગે. ડાયલોગ ડિલિવરી અને ટાઈમિંગ પરફેક્ટ . એક એન્ગ્રી વુમન તરીકે ની છાપ છોડેલ છે .

 

ચેતન દૈયા થિયેટર ટાઈમ થી આમને ઓળખું છું દરેક સમયે કઈ નવું આપે છે . એમાં પણ બહુ ગજબ અને સસ્પેન્સ  રોલે લોકો ને સીટીઓ મારવા માં મજબુર કરે છે. એમના રોલ માટે બહુ નહિ લખાય નહીં તો સસ્પેન્સ ઓપન થઇ જશે. અરવિંદ વેગડા આપણા ભાઈ ભાઈ . ફિલ્મ ની શરૂઆત એમના વંદે ગુજરાત સોન્ગ થી થાય છે અને પછી એમનો લૂક અને કોમિક સીન્સ લોકો ને હસાવશે . નાનો રોલ પણ લોકો ને મનોરંજન આપે છે. પુષ્પરાજ ગુંજન નક્કામા માં પ્રથમ ટાઈમ જોયેલ એમની પણ કોમિક સેન્સ ગજબ છે . હર્ષલ માંકડ જેમણે યુવા સરકાર લખેલી અને તેમાં તથા લવ યુ પપ્પા માં પણ કામ કરી ચૂકેલ છે ફિલ્મ માં કઈ અલગ લૂક માં છે. પર્સનલી તો એવોર્ડ સમયે મળેલ છું પણ એમની ફિલ્મ યુવા સરકાર અને આમાં એમનો રોલ બહુ ગમ્યો છે. ભાવિક જગાડ આમની છાપ કદાચ નેગેટિવ રોલ માટે થઇ છે પણ વાસ્તવિક માં ખુબ સારા વ્યક્તિ છે. એમાં પણ લાસ્ટ સુધી કોઈને ખ્યાલ નહીં આવે  અને લાસ્ટ માં કઈ નવું સસ્પેન્સ લાવશે રીતે પોતાનો રોલ કરેલ છે . સિવાય ફિલ્મ માં અન્ય ઘણા કલાકારો છે જેમને પોતાનો રોલ ખુબ બાખુબી થી નિભાયો છે અને કેપ્ટન ઓફ થી શિપ અખિલ કોટક ની મહેનત દરેક જગ્યે દેખાય છે.

 

કચ્છ ટોલ્કિસ અને કાદમ્બરી જેઠવાની પ્રોડ્યૂસર તરીકે નાની નાની વાતો માં પણ ધ્યાન રાખ્યું છે અને દિલ થી ફિલ્મ બનવાનો પ્રયત્ન કર્યો છે. ફિલ્મ ની સિનેમેટ્રોગ્રાફી હરેશ ગોહિલ ની અમુક સીન્સ માં ખુબ ગજબ છે. રાજુ પોરીયા નું એડિટિંગ પણ સારું છે. અગત્યનો પાર્ટ એટલે મ્યુઝિક અને છે શૈલેષ ઉત્પલ ની જોડી . સિંગર્સ પણ લાજવાબ છે. ઓસમાન મીર, અરવિંદ વેગડા, હેમંત જોશી અને ચૈતાલી છાયા. એક લવસોંગઃ છે જે ચૈતાલી છાયા એજ લખેલ છે. વંદે ગુજરાત સોન્ગ ફિલ્મ માટે પલ્સ પોઇન્ટ. ગુજરાત માં રહીને ગુજરાત ની સંસ્કૃતિ નું દર્શન અને ગુજરાત ના તમામ પાર્ટ ને એક સોન્ગ માં પણ એની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી કરાવી ને લેવા બહુ મોટી વાત છે માટે ફિલ્મ ના અને ખાસ સોન્ગ માં જે લોકો ની મહેનત છે એમને દિલ થી સેલ્યુટ.

 

લાસ્ટ માં ઓવરઓલ  ફિલ્મ કલાક ઉપર ની છે પણ સ્ટાર્ટિંગ ની ૨૦-૨૫ મિનિટ પછી કઈ અલગ મોડ માં લઇ જાય છે જે લાસ્ટ સુધી જકડી રાખે છે. ગુજરાતી માં ક્રાઇમ ફિલ્મો ઓછી છે તો દરેક દર્શકો ને વિનંતી કે ફિલ્મ જોવે અને એમાં પણ ખાસ કરીને જે લોકો સાઉથ ફિલ્મો  ના ફેન્સ છે એમને ફિલ્મ ચોક્કસ ગમશે તો દરેક લોકો ફિલ્મ ફેમિલી સાથે જોવા જાય અને ફિલ્મ ને લઇ ને આપ ને જે પણ રીવ્યુ હોય પણ શેર કરવો જેથી અન્ય લોકો ને પણ ફિલ્મ વિશે માહિતી મળે.

Comments