લવડોઝ અનલિમિટેડ - ભાગ ૩૪ - ૧૩ નવેમ્બર ૨૦૨૨
હેલો મિત્રો કેમ છો બધા? આજે નવેમ્બર મહિના નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . હમણાં જ દિવાળી પુરી થઇ અને હવે શિયાળો શરુ થઇ રહ્યો છે. શિયાળો એ વાતારવરણ નો ઠંડો પવન પ્રેમ ની કઈ અલગ જ યાદ લઇ આવે છે અને પ્રેમ ની પણ એક મોસમ અહીં થી જ શરુ થાય છે. જાણે સીઝન ઓફ રોમાન્સ . લાસ્ટ ટાઈમ અપને જોયેલ કે કઈ રીતે અમુક વાતો અધૂરી જ રહી જાય છે એમ આજે પણ આ શિયાળા થી શરુ થયેલ પણ એક અધૂરી વાર્તા આપણે જોઈશું.
મિત આપણી વાર્તાનો હીરો જે પલભર માં જ કોઈને પણ પોતાના બનાવી દે જ્યાં પણ જાય ત્યાં બધે જ પોતાનું એક નવું ફેમિલી બનાઈ દે. બસ આજ એનો પલ્સ એન્ડ માયનસ પોઇન્ટ. કોઈ પણ પર બહુ આસાની થી વિશ્વાસ કરી લે. પણ કહેવાય છે ને ભગવાન ક્યારેક માંગ્યા વગર જ બધું આપી દે છે આને પણ એજ થયું. જીવન માં આને બધું જ માંગ્યા વગર આપી દીધું. પ્રેમ , દોસ્તી , ફેમિલી , દગો , બેવફાઈ , દર્દ કે જે એક જ પળ માં આખી જિંદગી બદલી ગયું.
પ્રાચી આજ ના જમાનાની ખુબ મોડર્ન અને બોલ્ડ છોકરી ભાગ્યે જ કોઈ હશે જેને આનાથી પ્રેમ નહીં થયો હોય પણ એને મન નો માણીગર તો કોઈ અલગ જ જોઈતો હતો. શિયાળા ની એ ઋતુ અને એ ઠંડો પવન અને સવાર નો સિગ્નલ જાણે મિત અને પ્રાચી ના પ્રેમ ની શરૂઆત માટે જ આવેલ. પ્રાચી સવાર માં સિગ્નલ પર ઉભી હતી અને ઠરી રહેલ બસ એજ વખતે બાજુ માં મિત આવી ને ઉભો રહ્યો આને ઠરતાં જોઈને પહેલા તો થોડું હસવું આવ્યું પણ પછી પોતાનું જેકેટ કાઢી ને તરત જ એને આપી દીધું અને એ જ સમયે સિગ્નલ ખુલ્યો તો નીકળી ગયો પ્રાચી પણ એક સેકન્ડ અજંપા માં આઈ ગઈ પણ ઠંડી થી બચવા જેકેટ પહેરી ને એનો પીછો કર્યો.
આગળ કોલેજ પાસે જઈને મિત ઉભો રહ્યો અને પ્રાચી પણ એને આઈને બોલી કે લોફર છોકરી જોઈ એટલે તરત ફિલ્મી સ્ટાઇલ માં પ્રપોઝ કરે છે મીતે એની સામે જોયું અને એક મસ્ત સ્માઈલ આપી ને કહ્યું કે તમારી છોકરીઓ નો આજ પ્રોબ્લેમ છે અને માટે જ કોઈ તમને હેલ્પ ના કરે તમે ઠરતાં જોઈને મેં જસ્ટ તમારી હેલ્પ કરી બાકી પ્રપોઝ કરવો હોટ તો આ રીતે નહીં બધાની સામે કરત અને હા થેંક્યુ ના કહો તો કઈ નહીં આ જેકેટ રાખો બીજી વાર ઠંડી માં નીકળો તો પહેરજો નહીં તો બીજું જેકેટ નહીં મળે અને પછી મિત નીકળી ગયો.
પ્રાચી એક પળ માટે જોતી જ રહી અને એને થયું કે શું આ જ એના મન નો માણીગર છે? કોઈ ઓળખ વગર જ હેલ્પ કરી ગયો અને ઠંડી થી બચાવી પણ ગયો. પ્રાચી એની સામે એક જ તાસે જોઈ રહી અને પછી એની પાસે ગઈ સોરી કહ્યું અને થેંક્યુ પણ. પછી બંને ની દોસ્તી શરુ થઇ . પ્રાચી જેમ જેમ મિત ની નજીક આવતી હતી એમ એમ એ પ્રેમ કરવા લાગેલ અને પછી એક દિવસ એને પ્રપોઝ કર્યો પણ મીતે ફક્ત એને દોસ્ત જ માનેલ તો એને કહ્યું કે ખોટું ના લગાડીશ પણ મેં ક્યારેય તને એ નજરે નહોતી જોઈ પણ હા હું દોસ્તી જરૂર નિભાવીશ .
દિવસો ધીમે ધીમે જતા હતા પ્રાચી નો પ્રેમ અને મિત ની દોસ્તી પણ આગળ આવી રહી હતી અને કદાચ હવે મિત ને પણ પ્રાચી નો રંગ લાગી રહેલ અને બહુ વિચાર્યા પછી મિતે પ્રાચી ને હા કહી કદાચ પ્રાચી ના જીવન ની સૌથી બેસ્ટ મોમેન્ટ હશે પણ મિત ના જીવન માં બહુ મોટું તોફાન અવાનૂ હતું. મિત ને આ તોફાન થી હંમેશા અજાણ હતો . પ્રાચી પોતાના જીવન ને સૌથી બેસ્ટ મણિ રહેલ પણ આગળ ના ૩ જ દિવસ માં પ્રાચી ને અચાનક ચક્કર આયા અને હોસ્પિટલ માં લઇ જવાઈ અને ત્યાં ખબર પડી કે એને બ્લડ કેન્સર છે. એની પાસે ફક્ત ૬ મહિના જ જિંદગી છે. પણ તોય પ્રાચી ખુશ હતી કેમકે એને તો પોતાનો માણીગર મળી ગયેલ પણ આ વાત થી મિત તૂટી ગયો અને મનોમન પોતાના નસીબ ને દોષિત માની રહેલ એ કોઈ પણ કામ પર ફોક્સ નહોતો કરી શકતો અને બધે જ કદાચ હારી ગયેલ .
પ્રાચી ને આ વાત ની ખબર પડી તો એને કહ્યું કે કદાચ તું મારી લાઈફ માં ના હોત તો પણ કેન્સર તો હોત જ પણ હું ખુશ છું કે તું મારી સાથે હજી ૬ મહિના છે પણ તું મને વચન આપ કે મારી બધી ઈચ્છા પુરી કરીશ.મિતે પણ વચન આપ્યું પણ પ્રાચી એ હવે સાચું વચન માંગ્યું કે તું હંમેશ ખુશ રહીશ , પોતાના માટે , મારા માટે , તારા ફેમિલી માટે અને તારા મિત્રો માટે. તું હવે થી પહેલા ની જેમ જ જીવીશ અને લાઈફ માં દરેક કામ પહેલા ની જેમ જ જુસ્સા થી કરીશ. આજ મારી ઈચ્છા છે. હવે મિત ફસાયો હતો પણ એક વચન માટે એ આ કરવા તૈયાર થયો . દિલ તો માની જ નહોતું રહ્યું , રડી રહેલ પણ તોય એ દિલ ને મનાવતો આ કામ કરી રહેલ અને આગળ આવતો હતો ચહેરા પર ખુશી રાખીને પણ પોતાના વચન ને નિભાવતો હતો .
દિવસો ખુબ ઝડપ થી પાસ થતા હતા અને આખરે પ્રાચી નો લાસ્ટ દિવસ આઈ ગયો , પ્રાચી આજે ખુશ હતી કેમકે મિત એની બધી વાતો માની રહેલ અને બીજી છોકરી સાથે મેરેજ પણ કાર્ય હવે પ્રાચી મિત ને થેંક્યુ કહી ને એક સ્માઈલ આપી અને એના છેલ્લા શ્વાસ લીધા પણ આ બાજુ મિત બધું જ જાણતો હોવા છતાં પણ કઈ ના કરી શક્યો એનો અફસોસ આખી જિંદગી એને રહી ગયો.પણ અમુક લવસ્ટોરી અધૂરી જ રહે છે બસ આ સ્ટોરી પણ કઈ આવી જ હતી.
તો મિત્રો હતી આ વખત ની અને ત્રીજી અધૂરી લવસ્ટોરી. આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment