મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૩૪ - ૦૬ નવેમ્બર ૨૦૨૨




હેલો કેમ છો મિત્રો , ૨૦૨૨  ના નો શેવ નવેમ્બર  ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? આજે નવેમ્બર મહિના નો પ્રથમ વિકેન્ડ અને એમાં પણ હમણાં જ દિવાળી ગઈ .આશા રાખું છું કે બધા ની દિવાળી શુભ ગઈ હશે અને નવું વર્ષ પણ આપ સૌ મિત્રો નું શુભ બને, આપ સૌ ની મનોકામનાઓ પૂર્ણ થાય એવી આશા સાથે  હવે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી..


લાસ્ટ ટાઈમ જોયેલ કે મારા ઘરે મારુ પ્રથમ કોમ્પ્યુટર અવાનૂ હતું અને હું અને ઘરે બીજા પણ ખુબ જ એક્સસાઈટેડ હતા . આખરે પ્રથમ કોમ્પ્યુટર ઘરે આઈ ગયું અને એ ટાઈમ એ નવું નવું એલ.સી.ડી. માર્કેટ માં આવેલ અને અમે એજ લીધેલ તો ઉત્સાહ અને અભિમાન ચાર ગણું હતું. નવું કોમ્પ્યુટર તો ગેમ્સ , મ્યુઝિક , મુવીઝ બધું જ ઇન્સ્ટાલ્લ કરવાનું હતું અને એમાં લગભગ પપ્પા એ ૧-૨ દિવસ માં બધું કર્યું . સોફ્ટવેર પણ ઘણા બધા હતા પણ ત્યારે આપણે એમાંથી બાકાત હતા આપનો ઇંટ્રેસ્ટ તો ઓન્લી ગેમ્સ એન્ડ મુવીઝ માં જ હતો. કઈ નવી મુવી લાવી અને જોવી . બસ આમ જ ધીરે ધીરે નવરાત્રી ચાલી રહેલ અને આખરે આઠમ નો એ દિવસ આઈ ગયો. આઠમ ના નિગમ માં ગરબા હોય અને એમાં શૈલેષ ભાઈ બીટ મેકર્સ ના ગરબા હોય.


મારા માટે આ વખતે આઠમ નું મહત્વ વધુ જ હતું નિગમ માં ગરબા અને એમાં પણ બીટ મેકર્સ ને સંગ જોવા જવું એ પણ દસમા માં . હા રમવાનું બંધ કરી દીધેલ પણ ગરબા જોવા જવું અને એમાં પણ નજરો કોઈ ને શોધી રહી હોય , દિલ બેકાબૂ થઇ રહ્યું હોય અને મગજ માં એક સાથે ઘણી બધી વાતો પર ફોક્સ કરે ત્યારે ખરેખર એ જોશ અને પાગલપન કઈ અલગ જ હોય.હું મારા આજ પાગલપન સાથે દિલ નો હોશ ગુમાઈ રહેલ પણ મારી જોડે બોબી, રિષભ અને વિનાયક પણ હતા જે થોડી થોડી વારે કોઈ કમેન્ટ કરીને મને એ વાતાવરણ માં પાછા લાવી રહેલ. શરદ પૂનમ ની રાત તો નહોતી પણ તોય મને આજે ચાંદ કઈ વધુ જ જોરદાર લાગી રહેલ એવું લાગતું હતું કે એની ચાંદની માં બધું જ એટલું સુંદર લાગી રહેલ. મારી આગળ બધા જ એકદમ ચમકદાર લાગી રહેલ. એ રાતે ના ગણું તોય લગભગ ૨ વાગ્યા સુધી હું જાગતો હતો અને પછી ઘરે આઈને મારા એ સપનાઓમા ખોવાઈ ગયો હતો. કોઈ બહાર કાઢે ત્યાં તો સવાર નો સૂરજ ઉગી આવેલ અને તરત જ મારી બાલ્કની માં હું પાછો આવી ગયેલ.


પછી પાછો અંદર જઈને ટ્યૂશન માટે તૈયાર થઇ ગયો અને આજે આખરી દિવસ પણ ધીમે ધીમે પાસ થઇ રહેલ એ દિવસે સોસાયટી માં તો ગરબા રાતે ૩-૪ સુધી ચાલ્યા પણ હું મારી બાલ્કની માં ઉભો રહેલ અને મારી જાત ને એક કમીટ આપતો હતો કે આવતા વર્ષે એવા ગરબા કરીશ કે લોકો જોશે કેમકે મારા મન માં એ સમયે જે સપનાઓ ચાલી રહેલ એ જોતા તો હું જ રોકી માનતો પણ રોકી ની લાઈફ પણ અધૂરી જ હતી એની લાઈફ માં પણ ક્યાં પૂરું હતું બધું પણ તોય મારી લાઈફ ધીમે ધીમે આમ જ આગળ વધી રહેલ અને હવે રિઝલ્ટ અવાનૂ હતું તો બીજી બાજુ દિવાળી ના દિવસો પણ શરુ થવાના હતા .


આજે અહીં સુધી જ બીજું આવતા મહિને .આવતા મહિના  સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.


https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform




























































ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

































ટિવટર : https://twitter.com/ManthanVThakkar 



Comments