લવડોઝ અનલિમિટેડ - ભાગ ૩૩ - ૮ ઓક્ટોબર ૨૦૨૨



હેલો મિત્રો કેમ છો બધા? આજે ઓક્ટોબર મહિના નો  બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . હમણાં જ નવરાત્રી પુરી થઇ અને પછી વરસાદ ની એ મહેક પણ ચાલુ થઇ અને કાલે શરદ પૂનમ . ચંદ્ર ની એ મધુર ચાંદની અને વરસાદી માહોલ.  નવરાત્રી આમતો માતાજી ની આરાધના અને ભક્તિ નો મહિમા છે પણ પ્રેમ ની પણ એક મોસમ અહીં થી જ શરુ થાય છે. જાણે લવરાત્રિ જ જોઈ લો . લાસ્ટ ટાઈમ અપને જોયેલ કે કઈ રીતે અમુક વાતો અધૂરી જ રહી જાય છે એમ આજે પણ આ નવરાત્રી થી શરુ થયેલ પણ એક અધૂરી વાર્તા આપણે જોઈશું.


માધવ ગરબા નો શોખીન અને યુવાની માં પગલાં માંડેલ એનું યૌવન. જ્યાં આખી રાત પણ ગરબા રમે તો થાકે નહીં અને એમ પણ ગરબા રમવા જઇયે ત્યાં સુધી જ કદાચ થાક લાગે પણ એક વાર રમવાનું શરુ કરીયે પછી થાક જાણે અદ્રશ્ય થઇ જાય. માધવ ને જોઈએ તો એમ જ લાગે કે જાણે પાક્કો ખેલૈયો અને ના પણ કેમ હોય જેના નામ માં જ કૃષ્ણ હોય એ તો રાસ રમવાનો જ ને? વિશાખા એ પણ ગરબા કવિન કેમકે આમ તો વિશાખા નામ પણ રાધા રાની નું જ છે અને રાધા કૃષ્ણ નો જન્મ જ દુનિયા ને પ્રીત ની ઓળખ કરવા થયેલ બસ એજ ઇતિહાસ ફરી શરુ થવાનો હતો.


નવરાત્રી ની શરૂઆત થયેલ અને બંને જણા પોતાના ગ્રુપ માં જોડે જવાના હતા પણ કોઈ કારણસર બંને એકલા પહોંચ્યા અને કલાક સુધી પોતાના ગ્રુપ ની રાહ જોતા આમતેમ ભટકતા રહ્યા અને ત્યાં જ અચાનક ઢોલ ના એ તાલ સાથે બંને ના પગ ઝઝૂમતા એક બીજા સાથે અથડાયા. બંને ની આંખો એક થઇ પણ બંને રમવાના શોખીન હોવાને લીધે બંને એકલા જ ગરબા રમવા લાગ્યા પણ ૧૫-૨૦ મિનિટ માં રાસ શરુ થયા અને રાસ માં તો જોડીદાર જોઈએ જ. હવે શું? કદાચ ભગવાન જાતે જ આમની સ્ટોરી લખી રહેલ બંને એક બીજા ની સામે જોઈ રહેલ પણ એક ઝાટકે કઈ રીતે વાત શરુ થાય પણ જ્યાં તમારો જુસ્સો હોય એ કામ કરવા માટે અજાણ્યા પણ એક જ પળ માં પોતાના બની જાય છે અને બંને એક બીજા ને જોડીદાર તરીકે કેહવા આયા અને અહીં થી એમના રાસ શરુ થયા . લગભગ ૩૦ મિનિટ સુધી બંને જોડે રાસ કર્યા અને એક બીજા ના મિત્રો પણ થઇ ગયા પણ હજી એમની આંખો અને દિલ નું બરાબર મિલન નહોતું થયું પણ ત્યાં જ એ દિવસ ના વિનર નું લિસ્ટ જાહેર કર્યું અને બંને જણા વિનર સાબિત થયા. 


આજ મુલાકાત એમને લવરાત્રિ માં લઇ ગઈ. બંને ની પહેલી જ મુલાકાત અને એમાં જ બંને ને વિનર જાહેર કર્યા બંને એક બીજા ને થેંક્યુ કઈ ને છુટા પડ્યા પણ બંને ના દિલ માં એક બીજા માટે લાગણી થઇ રહી હતી હવે બંને મનોમન ઇચ્છતા હતા કે કાલે પણ મળીયે.  અને બીજા દિવસે બંને વહેલા પહોંચ્યા પણ આજે પોતાનું ગ્રુપ પણ હતું તોય બંને ની નજર એક બીજા ને શોધી રહેલ અને ફરી બંને મળ્યા બંને એ એકબીજા ને હેલો કરી ને થોડી વાત સાથે રમવાનું ચાલુ કર્યું અને આજે પણ બેસ્ટ કપલ માં આ બંને જણ આયા હવે બંને ની સ્ટોરી આગળ વધી રહેલ બંને એક બીજા સાથે દોસ્તી કરી ને ફોન નમ્બર લીધા અને ધીમે ધીમે આ મુલાકત આગળ વધી રહેલ અને નવરાત્રી પત્યા સુધી પ્રેમ ની શરૂઆત થઇ ગઈ છેલ્લે દિવસે બંને એક બીજા ને પોતાના પ્રેમ નો એકરાર કર્યો અને બંને નવરાત્રી પછી પણ વારંવાર મળવા લાગ્યા.


લગભગ ૬ મહિના જેવું બંને એક બીજા સાથે રહ્યા અને હવે બંને ના પરિવાર પણ તૈયાર હતા લગ્ન માટે અને લગભગ ૪ મહિના પછી ની તારીખ આવી લગ્ન માટે. બંને બહુ જ ખુશ હતા . કે ગરબાની એ જોડી , એ ભાગીદારી હવે લાઈફ ની પણ ભાગીદારી બનશે. પણ વિધાતા ના લખેલ લેખ આજ સુધી કોણ બદલી શક્યું છે અને આગળ પણ કોણ બદલી શકશે. કદાચ અઠવાડિયા ની વાર હશે અને માધવ નો એક્સિડેન્ટ થયો અને કદાચ એની લાઈફ માં હવે ફક્ત ૪૮ કલાક જ બચેલ . આ વાત સાંભળી ને વિશાખા ખુબ રડી અને બીજા બધા પણ ભાંગી પડ્યા પણ તોય વિશાખા હિંમત કરીને આઈ.સી.યુ. માં ગઈ અને કદાચ એજ સમયે પ્રેમ ની જીત થઇ પણ એક સમય માટે જ. માધવ ને ભાન આવ્યું અને માધવે કહ્યું કે હું નહીં રહુ પણ તારી લાઈફ તું જીવજે . તું ખુશ રહીશ એજ  મારા પ્રેમ ની જીત હશે. આ જન્મે આપણે એક નહીં થઇ શક્યા પણ આવતા જન્મે હું પહેલથી જ તને માંગીશ. ઉપર જઈને ભગવાન પાસે તને પહેલા જ માંગી લાઉ છું. વિશાખા એ કીધું આપણે જન્મે જ એક થાશું એમ કઈ ને એણે માધવ ને કંકુ આપ્યું અને પોતાના માથે લગાડવા કીધું.


આઈ.સી.યુ. માં જ બંને ના મેરેજ થયા અને બીજી જ પળે માધવ નું મોત થયું .વિશાખા જેને હાથમાં મહેંદી નો રંગ હજી આવેલ એના જ જીવન નું કંકુ ભૂંસાઈ ગયેલ. ધીમે ધીમે કરતા અઠવાડિયું થયું વિશાખા એ બંને પરિવાર ની જવાબદારી લીધી પોતે અસ્વસ્થ હોવા છતાં પોતે સ્વસ્થ હોવાનો દેખાવ કરી રહી હતી અને જેમ તેમ કરીને ૩ મહિના પસાર થયા. ફરી નવરાત્રી આવી રહી હતી  વિશાખા ને એજ ગઈ નવરાત્રી યાદ આવી રહી હતી અને પોતે અંદર ને અંદર ખોવાતી જતી રહી હતી. અને આજ એકલતા માં એણે એટેક આવ્યો અને પોતે પણ મૃત્યુ પામી . ગઈ નવરાત્રી એ કોણ જંતુ હતું કે બેસ્ટ કપલ જીતનાર આવતા વર્ષે સ્વર્ગ માં પણ બેસ્ટ કપલ સાબિત થશે. પણ કદાચ આજ પ્રેમ હશે સાથે જીવી તો ના શક્યા પણ કદાચ મોત પણ બંને ને અલગ આવ્યું પણ પ્રેમ તો એમનો પણ અમર રહ્યો .


તો મિત્રો હતી આ વખત ની અને બીજી અધૂરી લવસ્ટોરી. આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.





ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial








ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar 

Comments