મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૩3 - ૦૧ ઓક્ટોબર ૨૦૨૨



હેલો કેમ છો મિત્રો , ૨૦૨૨  ના અફલાતૂન ઓક્ટોબર ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? આજે ઓક્ટોબર  મહિના નો પ્રથમ વિકેન્ડ અને એમાં પણ માતાજી ની નવરાત્રી ચાલે છે તો  આપ સૌને જયમાતાજી સાથે આવકારતા આનંદ અનુભવું છું. માતાજી આપ સૌ ની મનોકામનાઓ પૂર્ણ કરે અને આપ સૌ ના દુઃખ હરે એવી આશા સાથે  હવે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી..


લાસ્ટ ટાઈમ જોયેલ કે પ્રથમ પ્રીલિયમ પુરી થઇ હતી અને હવે ઉત્સવ ના દિવસો શરુ થવાના હતા . કેમકે રિઝલ્ટ તો હતું જ કેટલા પાણી માં છે એ ખ્યાલ આવત પણ એની જોડે માતાજી ની નવરાત્રી શરુ થવાની હતી. આ નવરાત્રી મને કદાચ લાઈફ ટાઈમ યાદ રહેશે કેમકે દર વખતે નવરાત્રી ની અગાઉ થી રાહ જોવાતી હતી પણ આ વખતે દસમું ધોરણ અને યુવાની ની એ લહેર બંને નું પરફેક્ટ કોમ્બિનેશન હતું. લાઈફ માં કઈ નવું કરવાની ઈચ્છા અને બીજા અસંખ્ય વેગળો જે મારા મન માં ચાલી રહેલ એવા હઝારો સપનાઓ અને એની પાછળ ની ઘેલછા કઈ નવું કરાવી રહેલ. આ સમય થી કદાચ મેં ગરબા રમવાના બંધ કર્યા.


૨૪મી સપ્ટેમ્બર થી શરુ થઇ હતી એ નવરાત્રી પણ હજી મનમાં ૧૦ માં ધોરણ ની તલવાર હા તલવાર કેમકે બધા એક જ વાત કહે બોર્ડ છે પણ કોઈ કહેશે કે આ બોર્ડ માં એવું તો શું છે જાણું છું બોર્ડ ની પરીક્ષા જીવન ના દરેક તબબકે જોવાય છે પણ એનો મતલબ તો એ નહીં ને કે આખો દિવસ વાંચીએ અને આખો દિવસ વાંચવાથી પણ કોઈ આર્યભટ્ટ થોડી બની જવાય અને બન્યા તો પણ શું એને પણ શોધ તો ઝીરો ની જ કરી ને? 


પણ હું આ બધા થી થોડો બહાર હતો એ વખતે ૩ ઇડિયટ કે લવરાત્રિ નહોતી આઈ કદાચ કોઈ પણ મેકર્સ ને એ વિચાર પણ નહીં હોય.પણ હું આ બંને ફિલ્મ ને બહુ સારી રીતે જીવી રહેલ કદાચ આની જોડે બીજી પણ ઘણી ફિલ્મો હશે. ૨૪ મી એ નવરાત્રી શરુ થઇ અને માતાજી ની આરાધના અને આરાધ્ય ના એ દિવસો મને એક નવો જોશ અને હિંમત આપતા હતા. જીવન ના એ તબક્કા મને આજીવન યાદ રહેશે. ગુમાવા માટે કઈ નહોતું પણ તોય જીવી લેવા આખી જિંદગી ઉભી હતી. હું મારી મસ્તી માં આગળ વધતો હતો અને પ્રથમ દિવસે ફક્ત આરતી પતાવીને હું ઘરે પાછો ફર્યો બીજા ૧-૨ દિવસ પણ આમ જ ચાલત પણ ત્રીજ ના દિવસે ટ્યૂશન તરફ થી મૃદંગ માં જવાનો મોકો હતો .


હું અને મારી જોડે મારા એ સાથીઓ અમે બધા લગભગ ૮:૩૦ એ જમી ને ફટાફટ ત્યાં જવા નીકળ્યા. આઈથીન્ક લવરાત્રિ ની શરઆત અહીં થી જ થયેલ. બોબી જોડે હતો અને એમાં પણ જયારે કોઈ ગમતું સામે આવે તો શબ્દો ન જડે , આંખો જોતી જ રહી જાય અને દિલ માં પણ એક ઢોલ વાગવા લાગે મન પણ મન માં ને મનમાં જ ગરબા કરે. અને મને બસ બોબી ની ફીરકી લેવાનો મસ્ત મોકો મળ્યો  આ મોકો જ મેં અને ચેતન એ થઇ ને ઝડપ્યો અને અમારી નોનસ્ટોપ ગરબા જોડે ની નોનસ્ટોપ મસ્તી ચાલુ થઇ. આ બધા ની જોડે ઓર્કેસ્ટ્રા વાળાએ ક્યારે ૧૧ વગાડ્યા એ જ ના ખબર પડી અને સનેડો પછી એ પણ કઈ નવું લાવેલ. કઈ જોરદાર હતું લિરિક્સ હતા કઈ હેન્ડ પુતર ગાંગા , હેન્ડ પુતર ગાંગા , નાચે છે ડોશી ને ધ્રૂજે છે ટાંગા. પણ એ સમયે મારી નજર માં કોઈ જાદુ કરી રહેલ હું ભાન ભૂલી ને બેકાબૂ થઇ રહેલ , મારા મન માં કઈ નવા જ વમળો ફૂટી રહેલ અને જિંદગી ને હું કઈ અલગ જ જગ્યે લઇ જઈ રહેલ. હું સમજી શકું એના થી વધુ તો મારા મન માં કઈ રચાઈ રહેલ.


એ લાઇટ્સ ,એ સુર , એ અવાજ માં હું ક્યાં ખોવાઈ ગયેલ મને જ નહોતી ખબર બસ એમાં જ ૧૨ વાગી ગયેલ અને ઘરે જવાનો સમય પણ થઇ ગયેલ અને અમે બધા પાંચ ઘરે જવા નીકળ્યા પણ મારા મન માં અને દિલ માં કોઈ જાદુ કરી ગયેલ ફરી થી મારા રંગ માં કોઈ રંગાઈ ગયેલ તો હું પણ ક્યાંક ખોવાઈ ગયેલ હવે દિલ પણ કઈ ગુજારીશ કરી રહેલ.  હું ચાલી રહેલ રસ્તા પર પણ મારા આંખો અને દિલ માં તો કોઈ પિક્ચર ચાલી રહેલ , આજે પણ આ લખતા લખતા મારી આંખો સામે જીવંત થતું એ દ્રશ્ય અને એ જ કૂણી લાગણીઓ મને ફરી થી એ ઘટનાની યાદ તાજી કરાવી જાય છે.


લગભગ ઘર પાસે પહોંચ્યા પછી વિનાયક એ કીધું કે ચાલ ગરબા માં જઈએ પણ હું થાકેલ તો મેં સોસાયટી ના ગરબા માં જવાની ના પડી અને હું સીધો ઘરે નીકળ્યો પણ એ દિવસે જ સોસાયટી ના ગરબા માં બહુ મોટી મારા મારી થઇ અને ધારિયું પણ નીકળેલ. પણ આ બધી વાત મને બીજા દિવસે જાણવા મળી . કેમકે એ રાતે તો હું જ ક્યાંક ખોવાયેલ હતો ખુલ્લી આંખે જ સપના જોતો હતો બસ કદાચ અહીં થી જ મારા ડ્રીમ જોવાની શરૂઆત થઇ ગઈ હતી તો આજ સુધી ચાલી રહી છે આ અવિરત સફર. મને તો એ પણ નહીં ખબર કે કેટલા સપના પુરા થયા કેમકે રોજ હઝારો નવા સપનાઓ જન્મે છે અને એમાં થી અમુક પુરા ના થતા દિલ તૂટે છે તો અમુક માં કોઈ ના દિલ ને પણ તોડવું પડ્યું . બીજા ને કેટલું દુઃખ થતું હશે એ ક્યારેય વિચારેલ જ નહોતું પણ અનુભવ બહુ મોડો થયો.


બીજો દિવસ ૨૭ મી તારીખ મારી લાઈફ ને કઈ ન્યૂ જ મોડ પર લેવાની હતી . કેમકે આ દિવસે મારુ પ્રથમ કોમ્પ્યુટર ઘરે અવાનૂ હતું . પ્રથમ કોમ્પ્યુટર અને એ પણ એ સમયે જયારે સોસાયટી માં એકાદ લોકો ને ત્યાં હતું અને એમાં પણ મારે તો એલ.ઈ.ડી. સ્ક્રીન , મોટા સ્પીકર આખી સોસાયટી માં સાંભળી શકાય એવા અને એક થી એક મોંઘી એસેસરીઝ વાળું લીધેલ.  આજે પણ એ કોમ્પ્યુટર થી હજી પ્લાસ્ટિક પ્રોપર નહીં ઉખાળ્યું. મારો ૪થો પ્રેમ કે જે આજ સુધી મારી સાથે છે હા ક્યારેક નારાજ થઇ જાય છે પણ પ્રેમ માં તો નાના મોટા ઝઘડા ચાલે ને. આ દિવસ પણ બહુ જ મહત્વનો હતો અને એજ દિવસ બરાબર ૧૩ વર્ષ પછી એટલે કે ગયો મંગળવાર ૨૭મી સપ્ટેમ્બર ૨૦૨૨ પણ મહત્વનો થાત પણ કદાચ ભગવાન મને કઈ સારું આપવા માંગતા હતા તો ના થઇ શક્યું અને પ્રથમ વખત મારા નક્કી કરેલ ગોલ થી હું પાછો ઠર્યો પણ એમાં ક્યાંક મારો પણ વાંક તો છે જ પણ હવે બહુ જલ્દી કઈ નવા સમાચાર આપીશ.

આજે અહીં સુધી જ બીજું આવતા મહિને .આવતા મહિના  સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.








https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform






























ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial


















ટિવટર : https://twitter.com/ManthanVThakkar 




Comments