લવડોઝ અનલિમિટેડ - ભાગ ૩૨ - ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૨
હેલો મિત્રો કેમ છો બધા? આજે સપ્ટેમ્બર મહિના નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . આજે બપોર થી વાતાવરણ કઈ રંગીન થઇ ગયું છે એક મસ્ત પવનની લહેરો અને એની સાથે એ મીઠી સુગંધ સાથે નો વરસાદ દિલ માં એમને એમ રોમાન્સ આવી જાય અને કોઈ ખાસ વ્યક્તિ ની યાદ પણ ... પરંતુ ક્યારેક અમુક વાતો પણ અધૂરી રહી જ જાય છે તો આજે એક અધૂરી વાર્તા ની જ વાત કરીયે આમ તો મેં એજ સ્ટોરી લખી છે જ્યાં હું સાક્ષી હતો અને મેં પ્રયાસ કરેલ કે બે હૈયા નું મિલાન થાય પણ તોય ક્યારેક અમુક કહાની અધૂરી રહી જાય છે , કઈ રીતે એ આજે આપણે વાત કરીશું.
મિત એક આદર્શ વ્યક્તિ અને બાળપણ થી જ લગભગ દરેક ના દિલ જીતી લેનાર. કહેવાય છે કે અમુક લોકો સોનાની ચમચી લઇ ને જન્મે છે એમ આ પણ એનું જીવંત ઉદાહરણ હતું. જન્મતા જ ભગવાન ના આજીવન આશીર્વાદ લઇ ને આવેલ. જ્યાં પણ પગ મૂકે ત્યાં કદાચ એનું શાશન થઇ જાય , દરેક જગ્યે એનો વિજય થાય . લોકો ના દિલ હોય કે પછી કોઈ પણ અઘરું કામ કેમ નહીં. બાળપણ થી જ ભણવામાં હોશિયાર પણ શરમાળ . સાથે સાથે એક નંબર નો પરગજ્જુ. કોઈ ની પણ મદદ કરવા માં એક પણ વાર રાહ ના જોવે. એની લાઈફ નો એક જ ધ્યેય હતો દરેક ને પોતાના મિત્રો બનાવી દેવા અને દરેક ને ખુશ જોવા પણ છોકરીઓ સાથે વાત કરવામાં એને શરમ આવે અને દૂર જ રહે પણ આની આગળ પાછળ બાળપણ થી જ છોકરીઓ ની લાઈન લગતી કેમકે આ કળજુગ નો કાનુડો બનીને આવેલ.
તેજસ્વી નામ એવી જ દેખાવ અને બીજી બધી બાબતો માં તેજસ્વી. ભણવામાં પણ એક નંબર ની હોશિયાર. કહેવાય છે કે કુદરત જયારે પણ કોઈને મેળવે તો કઈ કારણ ચોક્કસ હોય છે શું એ તો કુદરત જ જાણે પણ વિધાતા એ લખેલ લેખ ને કોઈ બદલી નહીં શક્યું. તેજસ્વી ના ઘર ના પણ ઓપન માઇન્ડેડ હતા અને તેજસ્વી પણ જમાનાની જોડે જ આગળ વધવા માં માનતી છોકરી. પ્રાથમિક શિક્ષણ પૂરું કરી ને હાઈ સ્કૂલ માં એડમિશન લીધા પછી એ ધીમે ધીમે એના ગ્રુપ માં પણ એના જેવા જ હોશિયાર છોકરા પણ જોડાયા અને જાણો કે એક આખું જ ગ્રુપ બની ગયું .
આમ તો મિત અને તેજસ્વી વચ્ચે એક વર્ષ નો ફરક હતો પણ બંને એક જ ક્લાસીસ માં જતા તો ત્યાં જ એમની નજર પણ એક થઇ. અને મિત જે વર્ષે એ ક્લાસીસ માં જોડાયો ત્યારે એને આગળ વર્ષ ના રેન્કરનાં ફોટો જોયા એમાં તેજસ્વી નો પણ હતો . પણ મિત ને એ વખતે કોઈ મનમાં પણ નહોતું પણ ધીમે ધીમે મિત છોકરીઓ સાથે વાત કરવા લાગેલ એટલે કે ફક્ત છોકરીઓ કઈ પૂછે તો જ જવાબ આપતો વધારે કઈ નહીં. પણ કુદરત ના કાળચક્ર થી કોણ જાણીતું છે ક્યારે કઈ જગ્યે કેવો વળાંક લે. એક દિવસ તેજસ્વી નું છૂટવું અને મિત નું ક્લાસ માં જવું અને સડન્લી બંને ઉતાવળ માં એક બીજા જોડે અથડાયા અને એક બીજા ઉપર પડ્યા કદાચ એ વખતે જોનાર દરેક માટે આ સીન ફિલ્મી હતો પણ બંને ના મનમાં ખુબ શરમ આવા લાગી અને મીતે ફટાફટ ઉભા થઇ ને તેજસ્વી ને સોરી કહી ને જતો રહ્યો પણ આજ સમયે આકાશ માં ભયંકર વીજળીઓ થઇ અને વરસાદ શરુ થઇ ગયો. મિત ને ખુબ શરમ આવી રહી હતી પણ તોય અંદર જઈને એને તેજસ્વી ને જોઈ તો વરસાદ માં એને પલળતી જોઈને એ એકદમ પરી જેવી લાગી પણ અને એ નિશબ્દ થઇ ગયો કેમકે એના મન માં ખુબ શરમ આવી રહેલ.
કદાચ અઠવાડિયું થયું હશે અને ગૌરી વ્રત ના દિવસો હતા તેજસ્વી નું વ્રત હતું અને એ એની ફ્રેન્ડ સાથે મંદિર ગયેલ અને ત્યાં આંધળો પાટો રમતા હતા. મિત અને એના મિત્રો પણ મંદિરે પહોંચ્યા . આમતો એ દિવસ પછી મિત તેજસ્વી થી દૂર જ રહેતો પણ અહીં એ પણ અજાણ હતો કે પાટો બાંધેલ કોઈ બીજું નહીં પણ તેજસ્વી જ છે અને આ બાજુ તેજસ્વી પણ અજાણ . એ આંખે પાટો બાંધી ને પકડવા જતી હતી અને વચ્ચે અચાનક મિત આવી ગયેલ અને ફરી બંને એક બીજાને જોઈ રહેલ પણ મિત ખુબ ડરેલ લાગતો હતો એ ફરી સોરી કહીને ભાગી ગયો આ બાજુ તેજસ્વી હજી પણ સ્તબ્ધ હતી ત્યાં જ અચાનક વીજળી નો થાંભલો એક કડાકા સાથે તૂટી પડ્યો . ખબર નહીં પણ વિધાતા એ કેવા લેખ લખેલ જયારે પણ મળે તો કોઈ હોનારત સર્જાઈ રહેલ.
ધીમે ધીમે પરીક્ષા ના દિવસો આવી રહેલ અને મિત પરીક્ષા આપવા જતા પહેલા એના ક્લાસ્સ ના ગુરુ ને પગે લાગીને જવાનો હતો બસ એજ વખતે તેજસ્વી પણ ત્યાં જ હતી અને ખબર નહીં પણ બંને ફરી એક બીજા થી અજાણ ગુરુ ના પગે લાગ્યા અને ઉભા થવામાં ફરી બંને ના માથા અથડાયા હવે મિત ખુબ સંકોચ અનુભવી રહેલ તો બીજી બાજુ તેજસ્વી ને આ આખી ફિલ્મી પરિસ્થિતિ અને મિત ની એજ સિમ્પ્લિસિટી દિલ માં આવા લાગેલ. એ ધીમે ધીમે મિત વિષે વિચારવા લાગેલ પણ જયારે મિત અને તેજસ્વી નજીક આવતા ત્યારે જ કોઈ અકસ્માત સર્જાતો હતો પણ આ બાજુ બંને ના દિલ માં એક બીજા ના વિચારો શરુ થઇ ગયેલ અને એક અજંપો ચાલી રહેલ . બંને જયારે મળ્યા ત્યારે કઈ જ બરાબર નહોતું પણ તોય બંને એક બીજા ને વારંવાર મળવાનું બહાનું શોધતા અને આ બાજુ પરીક્ષા પણ પુરી થઇ ગઈ અને થોડા દિવસો માં રિઝલ્ટ આવાનૂ હતું.
બંને ના પરીક્ષા ના સમયે જ બંને એક બીજા ના પ્રેમ માં હતા અને પછી ધીમે ધીમે એક બીજા ની નજીક આવી રહેલ તો બંને ના રિઝલ્ટ માં પણ એની અસર થવાની જ હતી. અને એવું જ થયું બંને દર વખતે ટોપ કરવામાં આગળ હતા પણ આ વખતે તેજસ્વી બીજા નંબરે આવી અને મિત ત્રીજા નંબરે. પણ તોય તેજસ્વી ખુશ હતી કેમકે એના દિલ માં મિત પ્રત્યે સાચો પ્રેમ થઇ રહેલ અને હવે એ મિત ને સાચું કહી દેવાની હતી એ તૈયાર થઇ ને મિત ની સામે ગઈ આ બાજુ મિત ની ધડકન તેજ થઇ રહેલ પણ તોય મિત તેજસ્વી ને જોઈ રહેલ અને બંને ની નજર એક થતા જ તેજસ્વી એ એને એક હળવી સ્માઈલ આપી આ બાજુ મિત કઈ સમજે એ પહેલા જ તેજસ્વી એ મિત ને એક કાગળ આપ્યો હા લવ લેટર જ અને મિત ડઘાઈ ગયો પણ તોય હિંમત કરીને એને એ કાગળ ખોલ્યો અને અંદર નું વાંચી ને પ્રથમ વખત એ એક સાથે હસ્યો અને રડ્યો પણ ખરો. લોકો ને ખુશ રાખનાર ને ભગવાને માંગ્યા વગર ખુશી ઓ નો જેકપોટ આપી દીધો . મિત પાછળ વધી ને જોયું તો તેજસ્વી એના જવાબ ને જોઈ રહેલ હતી મિત ની આંખો માં જ એને પોતાનો જવાબ મળી ગયો તો મીતે એટલું જ કહ્યું કાલે સવારે મહાદેવ મંદિરે .
બીજા દિવસે મહાદેવ મંદિરે બંને મળ્યા એક અલગ ઉત્સાહ સાથે પણ બધા થી છુપાતા . બંને જોડે અંદર ગયા અને ભગવાન ના આશીર્વાદ લીધા અને બંને એક બીજા ને પ્રથમ વખત ગળે લગાડ્યા અને મીતે મહાદેવ જી ની સામે વચન આપ્યું કે એ તેજસ્વી ને લાઈફ માં બધી જ ખુશી આપશે અને તેજસ્વી ની આંખોમાં મિત નો પ્રેમ અને વચન નિભાવાની લાગણી દેખાઈ રહેલ એ કઈ જ બોલ્યા વગર મિતને ખભે માથું નાખીને બેઠી રહી. બંને એ કલાકો સુધી વાતો કરી પોતાની દરેક નબળાઈ એકબીજા ને શેર કરી ને એકબીજા ને વચન આપ્યું કે હવે થી પોતાની પહેલા બીજાનો વિચાર પહેલા કરશે પણ કદાચ વિધાતા ને કઈ અલગજ મંજુર હતું.
દિવસો પસાર થઇ રહેલ અને મિત નો જન્મદિવસ અવાનો હતો તેજસ્વી એ કહ્યું કે એ પોતાના પરિવાર ને બધું જણાઈ દેશે અને આ બાજુ મિત પણ એ જ દિવસે બધું જ કઈ દેવાનો હતો પણ એ જ દિવસે તેજસ્વી ને હાર્ટ માં દુખાવો થતા હોસ્પિટલ માં દાખલ કરી અને ડોક્ટર ના જાણવા મુજબ એ ને હાર્ટ માં કાણું હતું અને હાર્ટ બદલાવું પડે એમ હતું આ સમયે મિત માટે બહુ આઘાત હતો એને બધી જ વાત પોતાના પરિવાર ને કરી અને પોતાના પરિવારે એને ખુબ સપોર્ટ કર્યો એ લોકો એ બધી જ વાત તેજસ્વી ના પરિવાર ને પણ કરી અને તેજસ્વી ને હોશ આવ્યો ત્યારે એની સામે મિત ને જોઈને એ ખુબ રડી અને એને વિશ પણ કર્યું પણ મિત ની આંખો માં આજે એને પોતાના માટે એક ચિંતા દેખાઈ રહેલ , પોતાના પ્રેમ કરતા પણ એના થી દૂર થવાનો ડર એની આંખો માં જોઈને તેજસ્વી સમજી ગયેલ પણ તોય હિંમત આપી ને કહ્યું કે તું મારી સાથે લગ્ન કરીશ ને . હા અશક્ય હતું સ્કૂલ લાઈફ માં લગ્ન પણ સંજોગ જ એવા હતા મીતે કહ્યું મને ફક્ત આજ નો દિવસ આપી દે કાલે આપણે લગ્ન કરીશું એમ કહીને મિત તેજસ્વી ના કપાળે કિસ કરીને બહાર જતો રહ્યો.
બહાર જઈને એણે ડોક્ટરને કહ્યું કે પોતે એનું હાર્ટ આપવા તૈયાર છે અને એણે પોતાના પરિવાર ને પણ વચન માં બાંધી ને આ માટે રેડી કરી દીધા અને મજબૂરી માં કાલે તેજસ્વી નું ઓપરેશન અને મિત નો છેલ્લો દિવસ. આજ ની રાત મિત તેજસ્વી ને દિલ ખોલી ને જોવા માંગતો હતો અને એ આખી રાત તેજસ્વી જોડે રહ્યો અને એણે સવારે કહ્યું કે આજે તારું ઓપરેશન પતાઈ ને આપણે લગ્ન કરીશું એમ કહીને એ બહાર જતો રહ્યો અને આ બાજુ તેજસ્વી અજાણ હતી એ ખુશી માં હતી કે આજે એના લગ્ન છે પણ અહીં મીતે પોતના હાર્ટ ને આપીને તેજસ્વી ની જિંદગી બચાઈ અને પોતે એક સાચા પ્રેમી ની જેમ આ જિંદગી ને કુરબાન કરીને જતો રહ્યો. આ જીવન બીજાની ખુશી ઓ માટે વિચારનાર ની જિંદગી માં જયારે ખુશી ઓ આવી એને જ એ માણી ના શક્યો. જયારે તેજસ્વી ને એ આખી વાત ની જાણ થઇ તો એ તૂટી ગઈ પણ એની પાસે મિત નું જ દિલ હતું અંદર થી તૂટી ગઈ હતી પણ તોય પોતે બંને પરિવાર ને સંભાળી ને લોકજીવન માં આગળ વધી રહેલ અને આજીવન પોતે મિત ની પ્રેમિકા બનીને રહી.
તો મિત્રો હતી આ વખત ની અને પ્રથમ અધૂરી લવસ્ટોરી. આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment