મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૩૨ - ૦૩ સપ્ટેમ્બર ૨૦૨૨
હેલો કેમ છો મિત્રો , ૨૦૨૨ ના સુપર સપ્ટેમ્બર ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? આજે સપ્ટેમ્બર મહિના નો પ્રથમ વિકેન્ડ અને એમાં પણ ગણેશ તથા રામદેવપીર ના ધાર્મિક દિવસો ચાલે છે તો આપ સૌ ને જય રામદેવપીર અને જય ગણેશ સાથે આપ સૌને આવકારતા આનંદ અનુભવું છું. હવે આજે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી..
લાસ્ટ ટાઈમ જોયેલ કે ૨૦૦૯ નો એ સપ્ટેમ્બર અને મારા સપનાની ઘેલછા નો સમય આવી ગયેલ અને આજે પણ કઈ એવો જ માહોલ છે ફરક બહુ નાનો છે ત્યારે મારે ૧૦ માં ની પ્રથમ પ્રીલિયમ પરીક્ષા શરુ થઇ રહી હતી અને અહીં લાઈફ ની સૌથી મોટી પરીક્ષા ની તૈયારી ચાલી રહી છે જેમ ૧૦ માં ની પરીક્ષા જેટલી મહત્વની છે એટલી જ મહત્વની મારી આજ ની પરીક્ષા બંને સમયે હું અનિશ્ચિત હતો અને છું પણ સૌથી મોટી વાત એ વખતે ઘેલછાઓ અને સપના મારા હતા આજે એમાં થી કઈ જ મારી પાસે નહીં પણ એ વખતે બાકી રહેલ એ ૪૮ કલાક અને એક એક મિનિટ મારા માટે મહત્વના હતા સમય ધીમે ધીમે તો ક્યારેક એક જ પલક માં જ ઘણો બધો આગળ વધી રહેલ. આખરે છેલ્લા ૨૪ કલાક હાથ માંથી રેતી ની જેમ સરકી રહેલ અને ફાઈનલી બીજા દિવસે કૂકડે કુક ની જેમ સુરજ ઉગ્યો અને આ બાજુ મેદાન માં ઉતરવાની તૈયારી સાથે હું અને મારા સાથીઓ જેમ રણ મેદાને નીકળે એમ છાતી પહોળી કરીને અમે નીકળ્યા.
જેમ સ્કૂલ નું અંતર ઘટી રહેલ એમ એમ અમે મનોમન થોડા ખુશ , થોડા સપનાઓ સેવતા તો થોડા ગંભીર થઇ રહેલ પણ આખરે સ્કૂલ બેલ વાગી ગયો અને અમે સ્કૂલ માં અંદર એન્ટર થયા. સ્કૂલ ની એ જર્ની અને એ લાઈફ મારી યાદગાર રહેશે એક જ પળ માં કેટલું બધું થઇ રહેલ ના જાણે જાનકીનાથ કાલે શું થશે નું જીવંત ઉદાહરણ એ થઇ રહેલ. ગુજરાતી નું પેપર હતું પણ ના તો એ સમયે હું ગુજરાતી માં એટલો પારંગત હતો ના તો મારી પોતાની માતૃભાષા પર એટલું વર્ચસ્વ હતું હું એ સમયે અલંકાર અને છંદ ની વચ્ચે સમાસ ની જેમ પીસાતો હતો. અને એમાં પણ કર્તરી અને કર્મણિ ખુબ ગંભીર રીતે જોડાઈ રહેલ ખબર જ નહોતી પડતી કે શું છે આ બધું પણ આજે જો આ જ પરીક્ષા આપવાની થાય તો ૧૦૦ માંથી ૧૦૦ તો નહીં પણ એટલીસ્ટ ૯૦ તો આઈજ જાય.
કહેવાય છે કે સપના બુલંદ હોય અને એની પાછળ ની ઈચ્છા પણ જો એટલી જ તીવ્ર હોય તો જીત મળે જ છે અને હું તો પાગલ હતો આમ તો અત્યારે પણ છું જ પણ આજે હજી કોઈ નો વિચાર કરી ને સ્ટેપ લઉ છું પણ આ પાગલપને જ મને એ દિવસે ગુજરાતી ના પેપર ને કોઈ મીઠાઈ જેટલું જ મીઠું બનાઈ દીધું હતું મને એ નહોતી ખબર કે કેટલા આવશે પણ અંદર થી એક વિશ્વાસ હતો કે જીવન માં એક જલસો તો છે જ અને હજી સારા દિવસો અવાના જ છે. પણ ધીમે ધીમે બીજા પેપર મારી સાથે સંતાકૂકડી રમી રહેલ હું ધીરે ધીરે એક પછી એક પેપર પાસ કરી ને આગળ વધી રહેલ અને ધીમે ધીમે પરીક્ષા પુરી થવા આવી રહેલ પણ બીજી બાજુ મારા મન માં એક ઊંચાટ વધી રહેલ હવે આ વધતો ઊંચાટ મારી લાઈફ ના સપનાઓ ને અવરોધ મુકશે કે જીવન માં કઈ નવું જ તોફાન લાવશે એ પણ મારા માથે એક ઝઝૂમતો પ્રશ્ન હતો પણ આનો જવાબ મારે એકલા એ જ શોધવાનો હતો.
ક્યારેક જીવન માં આવી રહેલ પરિસ્થિતિ ને એકલા હાથે જ લડવું પડે છે અને આ વાત મને ધીમે ધીમે સમજ આવી રહેલ પણ તોય હું આવી પરિસ્થિતિ માટે સક્ષમ નહોતો કેમકે જીવન ની અંધારી રાતો થી પસાર થી ને અજવાળા તરફ જવા માટે ઘણી તકલીફો થી પાસ થવાયુ પડે છે પણ આગળ શું પ્રોબ્લેમ થયા એ વાત આવતા મહિને એમ પણ આવતા મહિને ઓક્ટોબર માં ફર્સ્ટ પ્રિલીમ નું રિઝલ્ટ અવાનૂ હતું અને નવરાત્રી ની એ રંગીન રાતો , એ ગરબા , એ આરાધના અને એ રોમાન્સ ની મોસમ શરુ થવાની હતી આવી હજારો વાતો આવતા મહિને અજવાળા ઓક્ટોબર માં.
આજે અહીં સુધી જ બીજું આવતા મહિને .આવતા મહિના સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment