મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૩૧ - ૦૭ ઓગસ્ટ ૨૦૨૨



હેલો કેમ છો મિત્રો , ૨૦૨૨  ના અફલાતૂન ઓગસ્ટ ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? આજે ઓગસ્ટ  મહિના નો પ્રથમ વિકેન્ડ અને વરસાદ ની રોમેન્ટિક મોસમ માં આપ સૌને આવકારતા આનંદ અનુભવું છું. સાથે સાથે નિતનવા તહેવારો , મેળાઓ ની મોજ અને બીજા ઘણા બધા મસ્તી સાથે આ મહિનો શરુ થયો છે અને એક ખાસ સંવેદનશીલ ગુજરાતી ફિલ્મ જે સમાજ ની અમુક ગેર માન્યતા પર ફોક્સ કરે છે મને લઇ જા તો સૌ મિત્રો આ ફિલ્મ જોજો અને  હવે  આજે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી..



ગયા મહિને જોયું કે ઓગસ્ટ પૂરો થઇ ને સપ્ટેમ્બર અને પ્રિલીમ પરીક્ષા આવી રહી હતી અને એની સાથે મારી લાઈફ માં ઘણું બધું બદલાવનું હતું. દસમા ની પ્રથમ ૧૦૦ માર્ક્સ ની પરીક્ષા એક અલગ જ માહોલ હોય એકદમ ફાઇનલ પરીક્ષા જેવી ફીલિંગ આવે . કદાચ ૧૦ માં સુધી તો ફાઇનલ પરીક્ષા પણ ૮૦ માર્ક્સ ની હોય પણ અહીં ૧૦૦ માર્ક્સ નું પેપર અને ઘણી બધી મહત્વાકાંક્ષાઓ અને સપનાઓ.


ઓગસ્ટ મહિનો પતવા આવેલ તો આ બાજુ સપ્ટેમ્બર ની શરૂઆત થવાની હતી. ઓગસ્ટ ના વરસાદ ની તડામાર વીજળીઓ ની સાથે આ બાજુ પરીક્ષા ની અમારી પણ તડામાર તૈયારી ઓ ચાલી રહેલ . રોજ રોજ ટ્યૂશન માં નાની મોટી પરીક્ષા અને દર વિકેન્ડ માં ત્યાં પણ ૧૦૦ માર્ક્સ ની પરીક્ષા લેવાની શરુ થઇ ગઈ હતી. અઠવાડિક માં ધુંઆધાર પરફોર્મ કર્યા પછી અહીં પણ લોકો ની અપેક્ષાઓ વધી ગઈ હતી અને મારી પોતાની પણ અને જયારે અપેક્ષાઓ વધી જાય ત્યારે થોડું મુશ્કેલ કામ થઇ જાય છે બસ મારી સાથે પણ કઈ એવું જ થવાનું હતું હું મારા નક્કી કરેલ ગોઅલ તરફ અર્જુન ની જેમ વધી રહેલ પણ મારા રથ ને ખેંચનાર સારથી એવા કૃષ્ણ નહોતા પણ  કદાચ મારી જ સામે લડનાર  લોકો હતા કેમકે આ કુરુક્ષેત્ર માં દરેક ને પોતાની જીત જોઈતી હતી. 


આખરે ધીમે ધીમે સપ્ટેમ્બર નો એ મહિનો આવી ગયો ૧૦ સપ્ટેમ્બર થી પરીક્ષાઓ શરુ થવાની હતી અને હવે જીને કે હૈ ચાર દિન ની જેમ મારી પાસે ફક્ત ૧૦ દિવસ હતા મારી જાત ને લોકો ની સામે કમ્પીટ કરવા આમતો પરીક્ષા નું ટેંશન નહોતું પણ મારી અંગત અપેક્ષા ની સામે હું લડવા કદાચ પાછો હતો કેમકે મારી અપેક્ષાઓ દિવસે દિવસે વધી રહેલ તો બીજી બાજુ વન મેન રાઉડી પણ હું થઇ રહેલ લોકો ની મદદ કરવા જતા હું ક્યારે એ લોકો માટે મસીહા બની રહેલ એ જ મને નહોતી ખબર પડી રહી હું જીવનના ના ચક્રવ્યૂહ પર કઈ બાજુ ફોક્સ કરું એ જ નહોતો સમજી શકતો અને આ બધાની વચ્ચે મારુ દિલ કોઈ અલગ જ દિશા માં જઈ રહેલ  આ બધા માં મારા સપનાઓ ને પુરા કરવા હું અસક્ષમ બની રહેલ પણ એની જાણ મને નહોતી થઇ રહી અને આ બાજુ દિવસો પસાર થઇ રહેલ.


સપનાઓ અને અપેક્ષાઓ કદાચ ઓછી થઇ જાય તો માણસ સુખી બની જાય પણ જીવન ની એક વાસ્તવિકતા છે કે આ બંને દિવસે ને દિવસે વધતી જાય છે હું બધું ધીમે ધીમે મેનેજ કરતો મારી લાઈફ માં આગળ વધી રહેલ અને હવે ફક્ત ૬ દિવસો જ બાકી હતા અને રોજ એક એક વિષય તૈયાર કરવાની સમય સારણી તૈયાર હતી પણ સમય સારણી  ની એક નબળાઈ છે કે જે આ સમય સારણી બનાવે છે એ જ એમાં ફસાઈ જાય છે આ મને થોડા દિવસ પછી સમજાયું. આખરે રોજ એક એક વિષય હું તૈયાર કરતો મારી જાત ને જાતે જ મોટીવેટ કરતો રહેતો આગળ વધી રહેલ અને આખરે બે દિવસ બાકી હતા અને ૨ સબ્જેક્ટ પણ . ૪૮ કલાક એમાં સુવાનો , ટ્યૂશન અને બીજો ઘણો એવો ટાઈમ પણ ગણવાનો હતો અને બેસ્ટ પરફોર્મ પણ કરવાનું હતું પણ કઈ રીતે? અને હજી આ ૪૮ દિવસ માં લોકો ના મસીહા બનવા ની એક નવી જર્ની શરુ થવાની હતી જેના થી હું તદ્દન અજાણ હતો. શું થશે? હું કોને પ્રાયોરિટી આપીશ ? શું હું મારી જાત ને મનાવી શકીશ આ બધું જોઈશું આવતા મહિને સખત સપ્ટેમ્બર માં. 


આજે અહીં સુધી જ બીજું આવતા મહિને .આવતા મહિના  સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
























https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform















ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial









ટિવટર : https://twitter.com/ManthanVThakkar

Comments