લવડોઝ અનલિમિટેડ - ભાગ ૩૧ - ૧૩ ઓગસ્ટ ૨૦૨૨




હેલો મિત્રો કેમ છો બધા? આજે ઑગષ્ટ મહિના નો  બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . અત્યારે તહેવારો ચાલી રહ્યા ચેહ અને આજ તહેવારો આપણા જીવન માં રંગો ભરી દે છે તો ક્યારેક પ્રેમ ની પણ અનુભૂતિ પણ કરાઈ દે છે કઈ રીતે એ આજે આપણે વાત કરીશું.


મોહિની એક ઉછળતી કૂદતી છોકરી . નાનપણ થી જ ભણવામાં હોશિયાર પણ જિંદગી ના અનુભવો એ એને નાની ઉંમરે જ ખુબ મોટી બનાવી દીધેલ . સ્કૂલ અને કોલેજ પતાઈ ને જોબ કરવા મુંબઈ આવી ગઈ અને અહીં એને ઘણા અલગ અલગ અનુભવો થયા લોકો ના અને આ અનુભવો પછી એને જીવન માં લગભગ કોઈ સાથે મિત્રતા ના કરવા દીધી અને પોતે એકલવાયી જ રહેવા લાગી. આ કહાની આમ જ આગળ વધત જો એની લાઈફ માં સાગર ના આવત.


સાગર નામ જેવો જ એનો સ્વભાવ . દેખાવ માં શાંત પણ હંમેશા પોતાની જ મસ્તી માં કૂદતો અને ગુસ્સા માં આવે તો એકદમ સુનામી જેવો જ. જ્યાં જાય ત્યાં બધાને પોતાના બનાવી લે પણ ઘણી વાર સાચું બોલવાની ટેવ ને લીધે ઘણા દુશમનો બનાવી લીધા. પણ તોય આ એની મસ્તી માં જ મસ્ત કોઈના બાપ થી ના ડરે. સમય માટે નહીં પણ કામ માટે પોતે સમય ને બંદી બનાવે એવો.


સાગર ના પ્રોજેક્ટ માં જ મોહિની ને સિનિયર તરીકે મુકવામાં આવી સાગર છોકરીઓ ની રિસ્પેક્ટ કરે પણ જો વાંક આવે તો એને પણ મોઢે જ કઈ દે  જયારે પ્રથમ વખત સાગર ની મોહિની જોડે વાત થઇ તો એને ઘમંડી લાગી પણ એને તો એના કામ થી જ મતલબ હતો પણ પછી ધીમે ધીમે બંને વચ્ચે ફ્રેન્ડશીપ પણ થઇ અને કદાચ આ જ એમની લાઈફ નો ટર્નિંગ પોઇન્ટ હતો અને પછી એક વખત એમને બેંગ્લોર પ્રોજેક્ટ માટે જવાનું થયું બંને આમતો મિત્ર હતા પણ એકલા જવાનું એ પણ ખાસ ઓળખાણ ના હોય એ રીતે તો બંને જવાના બહાના કાઢવા લાગ્યા પણ આખરે એમને જવું જ પડ્યું.


બેંગ્લોરે માં ૩ દિવસ ના સ્ટે માટે હોટેલ બુક હતી અને બંને ના રૂમ અલગ તો બંને થોડા હળવા થયા પણ આખો દિવસ બંને જોડે રહે પણ રાતે પોતાના અલગ અલગ રૂમ માં અને પછી મુંબઈ આવી ને તરત જ બંને રજા પર ગયા. આ રજા માં બંને એકબીજા થી દૂર હતા અને આ જુદાઈ જ એમના પ્રેમ ની શરૂઆત હતી. જેમ તેમ કરી ને એક દિવસ તો પસાર થઇ ગયો પણ બીજા દિવસે બંને ને ચેન ના પડે અને બંને એ એકબીજા ની જોડે પ્રોજેક્ટ ના બહાને પણ વાત શરુ કરી અને બીજી પણ અન્ય વાતો થઇ આમ કરતા કરતા ધીમે ધીમે બંને ની વધુ નજીક આવવા લાગ્યા અને પછી બોમ્બે આવી ને સાગર ના જન્મદિવસે મોહિની એ સાગર ને પ્રપોઝ કર્યો અને સાગરે પણ મોહિની ને હા પાડી અને બંને એકબીજા ના લાઈફ પાર્ટનર બની ગયા.

તો મિત્રો હતી આ વખત ની લવસ્ટોરી. આવતા  અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.














ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial






ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar 

Comments