લવડોઝ અનલિમિટેડ - ભાગ ૩૦ - ૦૯ જુલાઈ ૨૦૨૨



હેલો મિત્રો કેમ છો બધા? આજે જૂન મહિના નો  બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . અત્યારે વરસાદ ની મોસમ ચાલે છે અને આ રોમેન્ટિક મોસમ માં આપણે વાત પણ એક ખાસ લવસ્ટોરી ની જક કરશું.


રેહાન અને ધારા બને યુવાની ના દોર માં પગ માંડી રહેલ . આ સમય દરેક ની લાઈફ માં ઘણો ટર્નિંગ પોઇન્ટ વાળો હોય છે કારણકે આ સમય દરમિયાન ઘર વાળા લગ્ન ની જીદ શરુ કરી દે છે તો બીજી બાજુ યુવાનો ને પોતાના સપનાઓ પણ હોય છે અને એને પૂરું કરવામાં પોતાનું સર્વસ્વ લાગવા તૈયાર હોય છે પણ અહીં બંને પરિવાર પહેલેથી જ ધનિક હતા તો પૈસા કે બીજી કોઈ બાબત નહોતી પણ સપનાઓ તો હતા .


અષાડી વરસાદ ની એ મીઠી સાંજે બંને પરિવાર એ એક બીજા ની જોડે મુલાકાત ગોઠવી કદાચ બંને માટે આ પ્રથમ જ અનુભવ હતો અને બંને મનોમન ધરીને જ બેઠેલ કે ના પડી દઈશું પણ પહેલી જ મુલાકાત માં બંને મિત્રો બની ગયા અને બંને ના સપનાઓ પણ લગભગ મળવા લાગ્યા તોય હા કે ના એનો જવાબ હજી નક્કી નહોતો અને બીજી વાર મળવાનું નક્કી કર્યું.


બીજી મુલાકાત માં બંને એ પોતાના દિલ ની વાત કરી અને બંને ને એક ટુર પર જવું હતું તો બંને એ વિચાર્યું કે કેમ આજ યોગ્ય સમય છે જો ૬-૭ દિવસ જોડે રહેશે તો ખ્યાલ પણ આઈ જશે કે આજીવન સાથે રહેવાશે કે નહીં અને જો ના ફાવ્યું તો દોસ્ત તો છીએ જ અને બંને પોતાની લાઈફ ની એક નવી ટુર પર નીકળ્યા આ ટુર બંને ના જીવન માં એક નવો વળાંક લાવવાની હતી.


સ્વિત્ઝર્લેન્ડ લોકો હનીમૂન માનવા જાય પણ આ લોકો પોતાના સપનાઓ પુરા કરવા ગયા હતા ત્યાં બંને એક બીજા માં એ રીતે મળી ગયેલ કે તે ભૂલી ગયા કે તે દોસ્ત છે બંને એક બીજાને મનોમન ચાહવા લાગેલ પણ પહેલ કોણ કરે એની જ રાહ જોવાતી હતી. દિવસો પસાર થઇ રહેલ અને જેમતેમ ૬-૭ દિવસ પાસ થઇ ને ફરી ઇન્ડિયા અવાનો સમય થઇ ગયેલ બંને જણા ફ્લાઈટ માં પાછા ફર્યા અને બંને ને એજ સમયે વિચાર આવ્યો કે ૨ દિવસ પછી ધારા ના જન્મદિવસે એ પોતાના પ્રેમ ની વાત કરશે અને બસ હવે ફક્ત ૨ દિવસ ની જ વાર હતી.


આખરે ધારા નો જન્મદિવસ આવી ગયો અને રાતે ૧૨ વાગે જ ધરાને વિશ કર્યું અને કાલે મળવાનું પ્લાન કર્યું. રેહાન એ ધારા માટે સરપ્રાઈઝ ગોઠવેલ આ બાજુ ધારા પણ તૈયાર થઇ ને રેહાન ને મળવા ગઈ. દૂર થી રેહાને ધારા ને આવતી જોઈને મ્યુઝિક ઓર્કેસ્ટ્રા ને ઈશારો કર્યો અને એ લોકો રોમેન્ટિક મ્યુઝિક શરુ કર્યું રેહાન પગ પર બેસી ને હજી પ્રપોઝ કરે ત્યાં જ એક ગાડી આવી અને ધારા ને ઉડાવી ને જતી રહી એક સેકન્ડ માટે રેહાન કઈ સમજી નહોતો શકતો પણ પછી હિંમત ઝૂંટવી ને એ દોડ્યો અને ધારા ને પોતાની બાહોમાં લઈને હોસ્પિટલ લઇ ગયો. 


હોસ્પિટલ માં ૪૮ કલાક ધારા માટે ક્રિટિકલ હતા પણ તોય રેહાન એની પાસે જ રહ્યો અને જેવો હોશ આવ્યો કે રેહાન ધારા ને મળવા ગયો . ધારા બોલી શકે એમ નહોતી પણ રેહાન ને જોઈને એ મનોમન પોતાની વાત કહેવા જય રહેલ પણ હજી કઈ બોલે એ પહેલા જ રેહાને ધારા ને માથા પર કિસ કરીને એને અંગૂઠી પહેરાઈને ત્યાં જ સગાઇ કરી.અને ધારા ની આંખોમાંથી હરખ ના આંસુ પણ વહેવા લાગ્યા આખરે બંને એ પોતાના પ્રેમ નો એકરાર કર્યો અને ધારા ના ઠીક થવા પછી બંને એ લગ્ન પણ કર્યા.


તો મિત્રો હતી આ વખત ની લવસ્ટોરી. આવતા  અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.







ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial



ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar 

Comments