મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૩૦ - ૦3 જુલાઈ ૨૦૨૨
હેલો કેમ છો મિત્રો , ૨૦૨૨ ના જોરદાર જૂન ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? આજે જુલાઈ મહિના નો પ્રથમ વિકેન્ડ અને વરસાદ ની રોમેન્ટિક મોસમ માં આપ સૌને આવકારતા આનંદ અનુભવું છું. ગયા અઠવાડિયે મારી ૨ ફિલ્મો રિલીઝ થઇ અને એમાં આપ સૌ મિત્રો નો પ્રેમ મળ્યો એ બદલ હું આપસૌ નો આભારી છું અને હવે આજે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી..
લાસ્ટ ટાઈમ જોયેલ કે ફર્સ્ટ પ્રીલિયમ ની તૈયારી શરુ થઇ ગયેલ અને બહુ જ જલ્દી શરુ થવાની હતી અને બીજી બાજુ યૌવન પાંખ માંડી રહેલ અને મન માં ઘોડા થનગની રહેલ અને આજ યુવાની નો જોશ અમારા પર પણ શરુ થઇ ગયેલ ખુદ ની જાત ને એક નીડરતા ની સાથે રાઉડી ગિરી પણ થઇ રહેલ પણ લોકો નો મસીહા બનવા નહીં પણ અન્યાય ની સામે લડવા જજુમી રહેલ. અને બીજી બાજુ મારી જેવા જ યુવાની ના જોશ માં આવેલ લોકો અલગ રસ્તે જઈને ગુંડાગીરી પર આવી પહોંચેલ અને હવે આખા એરિયા માં આંતરિક રીતે ૨ જૂથ બની ગયેલ જેમાં એક સાઈડ હું હતો તો બીજી બાજુ લૂખા તત્વો નો સમૂહ. કદાચ અમારી કહાની આ રીતે જ આગળ વધી જાત જો હું એ સમયે એક ખાસ નિર્ણય ના લેત અને ના તો હું કઈ અલગ જગ્યા એ હોત.
એક બાજુ ટ્યૂશન , સ્કૂલ અને બીજી બાજુ યુવાની નો જુસ્સો મને લોકો થી અલગ રાહ પર લઇ જતો હતો . લોકો ની નજર માં અમે બધા જ એક શાંત અને પ્રામાણિક હતા પણ અંદર ખાને અમે બધા જ ગુંડાગીરી સામે લડવા માં સક્ષમ હતા આજ સુધી એ રાઝ ને રાઝ જ રાખેલ છે પણ જિંદગી ની રીત બહુ ગજબ છે અમુક વસ્તુ અને અમુક ક્ષણ જીવન માં ફરી ને પછી લઇ આવે છે આફ્ટર ઓલ લાઈફ ઇઝ આ સર્કલ , જે કહાની જ્યાં અધૂરી રહી હોય ત્યાં જ શરુ થાય છે . આ કહાની પર પણ અમુક વર્ષો પછી પાછી આવાની હતી. જે મને ખ્યાલ નહોતો.
એ સમયે હું સ્કૂલ અને મારા સપનાઓ ની વચ્ચે કદાચ પીસાતો જતો હતો અને બીજી બાજુ મારા સપનાઓ વધી રહેલ. પરિવાર અને મિત્રો માં પણ લોકો ને મારા થી ખુબ આશાઓ હતી તો બીજી બાજુ મારા મન માં એક ડર અને અઢળક આશાઓ સાથે હું આગળ વધી રહેલ આ ધીમે ધીમે કાચબા ગતિ મને પરીક્ષા ની નજીક લઇ જય રહેલ અને હું મારા સપનાની મૃગજળ દોડ ને તો ક્યારેક આ વરસાદી મોસમ ની એ મીઠી મહેક ને માણતો હું મારા સપનાઓ સાથે આગળ વધી રહેલ તો ક્યારેક બાલ્કની માં ઉભો રહી ને એ સપનાઓ ને સેવતો એક પળ માટે એ ને તૂટવા ની કલ્પના પણ નહોતો કરી શકતો પણ અગર જો જીવન માં બધું જ ધારેલ થાય તો જિંદગી ની મજા શું ? અસલી મજા તો ત્યારે જ છે જયારે જિંદગી અંધારેલ વળાંક લે અને એમાં પણ જીવન ની પરીક્ષાઓ પાસ કરીયે પણ એ સમયે તો હું સ્કૂલ ની પરીક્ષા જ પાસ કરવામાં લાગેલ.
જ્યારે થી પરીક્ષા ની લાઈફ પુરી થાય ત્યાર થી જિંદગી ની પરીક્ષા શરુ થાય છે પણ આ હકીકત સમજવામાં મને ખુબ વાર લાગેલ પણ એ સમય હતો પરીક્ષા ની જિંદગી નો આ સમય મને એક ખાસ અનુભૂતિ કરાવેલ. ટ્યૂશન ની રોજ ની એક એક પરીક્ષાઓ આગળ વધવા માં મને હિંમત આપતું તો બીજી બાજુ એ સમયે જ રાજકોટ ની એક દિવસ ની ટુર નો પ્લાન પણ થયેલ અને આ મીની પીકનીક એ મને પ્રકૃતિ ના એ સૌંદર્ય ની ઝાંખી કરાવી એ સમયે સામાજિક વિજ્ઞાન માં પ્રાકૃતિક વારસાનો પાઠ હતો પણ એનું પ્રેક્ટિકલ એ સમયે થયું અને હું કઈ બીજા હજારો સપનાઓ સેવી રહેલ સાથે સાથે એ સમયે શિવકૃપાનંદ સ્વામી ના સાનિધ્ય માં યોગ વિદ્યા નો પણ અનુભવ થયો અને માનસિક શાંતિ માટે યોગ પણ શીખ્યો આ બધું જ મારા માટે એક જ વર્ષ માં થઇ રહેલ એવું લાગતું હતું કે બધું જ આજે જ મળી રહ્યું છે કહેવાય છે ને જિંદગી બસ આજ જ છે કાલ ના ભરોસે ના રહીને જીવન જીવતા શીખો અને આ જ હું પણ માણી રહેલ આ સફર માં લાઈફ ને શું કહેવાય એ બધું જ હું શીખી રહેલ ક્યારેક હસતો રડતો તો ક્યારેક અપ્સ- ડાઉન ની સાથે જીવન કઈ અલગ જ વળાંક લઇ રહેલ અને આ બધા ની સાથે ઓગસ્ટ પણ પતિ ને સપ્ટેમ્બર આવી ને પ્રીલિયમ શરુ થવાની હતી આ પરીક્ષા મારે માટે કેવો વળાંક લાવે છે એ જોઈશું ઓગસ્ટ ના અફલાતૂન વીક માં.
આજે અહીં સુધી જ બીજું આવતા મહિને .આવતા મહિના સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment