લવડોઝ અનલિમિટેડ - ભાગ ૨૮ - ૭ મે ૨૦૨૨
હેલો મિત્રો કેમ છો બધા? આજે મે મહિના નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . આજે આપણે વાત કરીશું એક અલગ જ લવસ્ટોરી ની કે જે લવ એટ ફર્સ્ટ સાઈડ હતો.
મેડી એક પૉપ સિંગર . લગભગ દરેક યુવા દિલની ધડકન, એક પ્રખ્યાત ગાયક કે જેની કોઈ પણ કોન્સર્ટ હોય તો મિનિટો માં જ પેક થઇ જાય. કરોડો દિલો માં વસનાર પણ જોવા જઇયે તો પોતાનું જ કોઈ નહીં . બાળપણ થી જ પોતાના માતા પિતા ને ગુમાવી દીધા હતા અને એના કાકા - કાકી જોડે રહેતો પણ એના કાકા કાકી એ ફક્ત એને સ્વાર્થ માટે જ રાખેલ .
રિયા એક ચંચળ અને ઓલ્વેઝ હસ્તી કૂદતી છોકરી. આમ તો એને ફિલ્મો ગમતી પણ સંગીત કે લાઈવ કોન્સર્ટ થી ખુબ જ દૂર. દિવસે કોલેજ અને સાંજે એક ઇવેન્ટ કંપની માં પોતાની ફરજ બજાવતી. રોજ કોઈ ઇવેન્ટ માં જવાનું હોય અને સેટ રેડી કરવાનો હોય.
શહેર ના એક મિલિયોનેર ના ઘરે પાર્ટી છે અને મેડી આનો દોસ્ત છે તો આજે ફ્રી માં પરફોર્મ કરવાનો હતો પાર્ટી નો ટાઈમ ૭ નો હતો તો મેડી ૭ વાગે પહોંચી ગયો પણ હાજી કોઈ આવ્યું નહોતું અને ત્યાં જ રિયા મળી. રિયા ને થયું કે કોઈ ગેસ્ટ હશે તો એને મેડી ને પ્રોપર રિસ્પોન્સએ ના આપ્યો અને કહ્યું કે જમવાને હજી વાર છે મેડી એ કહ્યું કે હું મેડી છું , સિંગર આજે અહીં પરફોર્મ કરવાનો છું પણ રિયા એ કહ્યું કે આજ સુધી કોઈ સ્ટાર ટાઈમ પર નહીં આવ્યા તો તમે પણ ડુપ્લીકેટ લાગો છો અને મજાક ના મૂળ માં છો.
થોડી વાર માં પાર્ટી શરુ થઇ અને મેડી એ ગીત ચાલુ કર્યું એનો અવાજ અને એની ધૂન રિયા ને ખેંચી ને લાવી અને રિયા અને અંદર થી શરમ પણ આવતી હતી પણ શું થાય આ બાજુ મેડી રિયા ને એક નજરે જ જોઈ રહેલ અને આખું ગીત એની સામે જોઈને જ ગઈ રહેલ. થોડી વાર માં રિયા નીકળી ગઈ અને મેડી એને શોધતો રહ્યો . આ બાજુ રિયા પોતાના ફાર્મ હાઉસ ગઈ વેકેશન માનવ અને ત્યારે જ મેડી એ એને શોધી લીધી અને બીજી બાજુ રિયા પણ મેડી ને ચાહવા લાગેલ. આગ તો બંને તરફ લાગેલ પણ પહેલ કોણ કરે બસ મેડી એ જ પહેલ કરી એણે પોતાનું હેલિપેડ સ્ટાર્ટ કર્યું અને જ્યાં રિયા પોતાની ફ્રેન્ડ્સ ને બધી વાત કરતી હતી ત્યાં જ મેડી એ રિયા ને જોઈને જે ગીત ગયેલ એ જ ફરી ગાતા ગાતા હવા માં એન્ટ્રી કરી અને નીચે આઈ ને બંને એક બીજાને મળીને પોતાના પ્રેમ નો એકરાર કર્યો.
તો મિત્રો હતી આ વખત ની લવસ્ટોરી. આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment