લવડોઝ અનલિમિટેડ - ભાગ ૨૬ - ૧૩ માર્ચ ૨૦૨૨
હેલો મિત્રો કેમ છો બધા? આજે માર્ચ મહિના નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ અને એમાં પણ હવે ફાગણીયો આયો . ફાગણ એક પ્રેમ નો મોસમ જ . કેસૂડા ના રંગ સાથે પ્રેમ નો રંગ પણ એકમેક થઇ ને ચારેકોર પ્રેમ નું વાતાવરણ કઈ રીતે સર્જાય એ ક્યારેક તો ખ્યાલ જ ના આવે. આજે આપણે વાત કરીશું એવા જ એક રંગીન લવસ્ટોરી ની.
હિતેન પરિવાર ની લાગણી ને માન આપતો પણ પોતાના મન નું જ ધારેલ કરનાર. ૨૫ વર્ષ થઇ ગયા હવે ઉંમર પણ થયેલ અને ઘરવાળા લગ્ન ની લપ લઇ ને પાછળ પડેલ ના એવું નહોતું કે આને લગ્ન નહોતા કરવા પણ એને પોતાની લાઈફ ને જીવવી હતી. પણ ઘરવાળા એની જ પાડોશ ની તોફાની , આજ્ઞાકારી અને સૌની લાડકી તોરલ જોડે એના લગ્ન નું વિચારતા હતા. હિતેન ની નજર માં પહેલા જ લગ્ન ને લઇ ને એક દાઝ હતી અને એ જ દાઝ હવે તોરલ પર પણ નીકળી રહી હતી. જયારે તોરલ એની સામે આવતી હતી તો આને ગુસ્સો આવતો પણ તોરલ ને આને ચીડવવા માં મજા આવતી.
દર વર્ષી ની જેમ આ વખતે પણ હોળી નો તહેવાર આયો અને બધા ખુબ ઉત્સાહી થઇ ને મનાવના હતા પણ હિતેન માટે કોઈ જ તહેવાર નહોતો રહ્યો કેમકે ઘરવાળા ની જીદ સામે એને પોતાની જિંદગી નો ફેંસલો કરવાનો હતો . હોળી નો તહેવાર આઈ ગયો અને બધા મસ્તી થી આ ઉજવી રહેલ પણ તોરલ આજે પણ મસ્તી ના મૂળ માં હતી અને હિતેન ને લગભગ ૩૦-૩૫ મિનિટ થી ચીડવી રહેલ. હવે હિતેન નો પારો છટકી રહેલ અને એ ગુસ્સા માં જ ઉભો થયો અને આને એક થપ્પડ મારવા જય રહેલ પણ એ જ સમયે હિતેન ના પગ માં એક કંકુ અને ગુલાલ ની થાળી આવી અને એને પગ વાગતા જ તોરલ ના આખા ચહેરા અને માંગ ગુલાલ થી ભરાઈ ગઈ.
આખો સીન જોયા પછી તોરલ ના ચેહરા પર એક લાગણી હતી અને હિતેન ના મનમાં હજી પણ ગુસ્સો. તહેવાર પતિ ગયો પણ તોરલ હિતેન ને પ્રેમ કરી રહી હતી અને હિતેન હજી પણ આ લગ્ન ની વિરુદ્ધ. પણ જેના લેખ વિધાતા એ લખ્યા હોય એને કોણ નકારી શકે? સમય જતો ગયો અને એક વાર અમુક લુખ્ખા તોરલ ની મસ્તી કરી રહેલ અને બધા ની વચ્ચે છેડતી કરી રહેલ બસ આ ટાઈમે હિતેન જોઈ ગયો અને બાઈક થી ઉતરીને આ લુખ્ખા ઓ ને બહુ માર્યા અને પછી તોરલ ને એના ઘરે લઇ ગયો પણ એ રાતે શું થયું ખબર નહીં પણ હિતેન ને આખી રાત બસ એ એક જ સીન એના સપના માં આવતો અને કદાચ એને પણ તોરલ પ્રત્યે પ્રેમ થઇ રહેલ.
આ આખી ઘટના બાદ તોરલ થી એ છુપાતો પણ એનું દિલ એને જ શોધતું અને અચાનક એક વાર સામે આવી ગઈ પછી એને પોતાના દિલ ની વાત કહી અને અઠવાડિયા માં જ બંને ના લગ્ન થયા અને ભવ ભવ ના સાથી પણ બની ગયા.
તો મિત્રો હતી આ વખત ની લવસ્ટોરી. આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment