મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૨૬ - ૦5 માર્ચ ૨૦૨૨
હેલો કેમ છો મિત્રો , ૨૦૨૨ ના ફાગણીયા ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? બધા મિત્રો નો આભાર માનું છું જે લોકો ને માટે મેં બીઝ્નેસ્સ ઓપોર્ચ્યુનિટી આપેલ અને જે લોકો મારી સાથે મારા બિઝનેસ પાર્ટનર તરીકે જોડાયા છે એ બધા મિત્રો ને દિલ થી આભાર અને હજી આપ સૌ ઘણા લોકો મારી સાથે રોજ જોડાઈ રહ્યા છે એ બધા નો આભાર. અને હવે આજે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી..
લાસ્ટ ટાઈમે જોયેલ કે ધીમે ધીમે એક દિવસ , ૨ દિવસ એમ કરતા કરતા અઠવાડિયું પણ પતિ ગયું અને હવે બધું જ એક નોર્મલ થઇ રહેલ , દિવસો ને જતા ક્યાં વાર લાગે છે બસ આમ જ એક અઠવાડિયું પૂરું થયું અને વિકેન્ડ આવ્યું . વિકેન્ડ આ શબ્દ સાંભળતા જ ચહેરા પર ખુશી અને રોનક આવી જાય કેટલો જોરદાર શબ્દ. સ્કૂલ હોય કે જોબ બધા માટે એક સમાન આનંદ અને ઘણા બધા ડ્રિમ્સ હોય કે આ વિકેન્ડ માં આ કરીશ આ કરીશ પણ હકીકત માં જયારે વિકેન્ડ પતે ત્યારે જ ખ્યાલ આવે કે ખરા અર્થ માં કેટલું થયું. બસ મારુ પણ એવું જ કઈ છે.
પ્રથમ વિકેન્ડ પણ ઘણી આશાઓ સાથે આવેલ અને જોતજોતા માં જ પૂર્ણ પણ થઇ ગયું જાણે ૪ સળંગ પિરિયડ પછી આવેલ રીસેસ ની જેમ. આ રીસેસ પણ ૧૫ મિનિટ માં પતે એમ જ વિકેન્ડ પણ પૂર્ણ થઇ ગયું અને નવું વીક સ્ટાર્ટ થયું. ફરી એક નવો ઉમંગ અને જોશ ની સાથે પણ થોડો બોરિંગ મન્ડે શરુ થયો અને ફરી ધીમે ધીમે શુક્રવાર આયો ફરી એક નવું પ્લાંનિંગ અને નવી આશાઓ પણ હવે લગભગ જૂન એન્ડ આવી ગયેલ અને ૧૫ દિવસ પણ પૂર્ણ થયેલ અને જુલાઈ ના સેકન્ડ વીક થી હવે અઠવાડિક પરીક્ષાઓ શરુ થઇ રહી હતી. આ પરીક્ષા માં જ દબદબો જમાવી દેવો એવી ઈચ્છાઓ હતી અને એની પાર્શ્વ તૈયારી પણ શરુ કરી પણ આ શેખચલ્લી ની તૈયારી અને એના મુંગેરીલાલ ના સપનાઓ .......
શેખચલ્લી અને મુંગેરીલાલ ની વચ્ચે ફસાતો જુલાઈ નો ફર્સ્ટ વીક પણ પાસ કર્યું અને ફાઈનલી બીજા વિકેન્ડ માં ગણિત ની અઠવાડિક પરીક્ષા નું નામ પણ જાહેર કર્યું અને એમાં પુરા માર્ક્સ લાવવાની ઘેલછા થઇ હા કેમકે મારે એ સમયે બોર્ડ ની ફાઇનલ એક્ઝામ માં પુરા ૧૦૦ લાવવા હતા અને સક્ષમ પણ હતો પણ એ વાત પછી અત્યારે તો દિમાગ અને દિલ માં સ્કૂલ ની પ્રથમ અઠવાડિક પરીક્ષા માં પુરા માર્ક્સ લાવવાની ઘેલછા હતી પણ લગભગ ૨૦૦ થી ૨૫૦ લોકો ની વચ્ચે ની આ હરીફાઈ માં લગભગ ૫૦-૬૦ લોકો પણ આવી મહત્વાકાંક્ષા સાથે આગળ વધી રહેલ.
બીજું વિક સ્ટાર્ટ થઇ ગયું અને હવે ફક્ત દિવસો જ ગણવાના હતા અને એમાં હિતેશ સરે પેપર સેટ કરેલ અને કોયડા મુક્યા કે એક અને એક એટલે ૨ થાય એટલું ઇઝી છે પણ તોય એને સાબિત કરવું પડશે અને એમાં રિઝલ્ટ કેમ લાવવું એ તમારા પર છે. હવે આ કન્ફુશન પણ હતું અને જોક પણ . હા જોક ૧ અને ૧ એટલે ૨ લોર્ડ ઓફ ઘી લાફ અત્યારે નવું આવ્યું ને પણ એ સમયે એવો કોઈ વર્ડ નહોતો પણ સરસ હતું કે ૧ અને ૧ એટલે ૨ ..
હવે આગળ શું થશે? ૧+૧+=૨ ? કે કઈ અલગ જ? એ તો આવતા મહિને જ ખબર પડશે , આવતા મહિના સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment