લવડોઝ અનલિમિટેડ - ભાગ ૨૫ - ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૨
હેલો મિત્રો કેમ છો બધા? આજે ફેબ્રુઆરી મહિના નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ અને એમાં પણ જયારે ભરપૂર લવ ની સીઝન જામી હોય દરેક જાગ્યો પ્રેમ ની વસંત ખીલી હોય અને એમાં ભરપૂર. આવતી કાલે વેલેન્ટાઈન દિવસ અને આજે રાતે સોની ટીવી પર લવસ્ટોરી ફિલ્મ પણ આવાની છે ના હું પ્રમોશન નહીં કરતો પણ જસ્ટ જયારે મોસમ ખીલી જ હોય તો એક ટહુકો હું પણ કરી લઉ
અમર એક ગુજરાતી રહીશ છોકરો નાનપણ થી જ ભણવા અને બીજી બધી વાતો માં ઉત્સાહી અને એકદમ સાહસિક. દરેક કર્યો માં પોતાનો જીવ લગાવી અને જીત મેળવે એવો બાહોશ. પણ કહેવાય છે ને જિંદગી એક જેવી ક્યારેય નહીં રહેતી દસમા ની એક્ષામ આપી હશે અને હજી રિઝલ્ટ પણ નહીં આવ્યું હોય ત્યાં જ એના પિતાનું દેહાંત થયું આ પરિસ્થિતિ માં ઘર નો મોભી તૂટી પડ્યો અને બધો જ આધાર અમર પર આવી ગયો પણ આ પરિસ્થિતિ ને પણ અમારે એક જ હાથે ઉઠાવી લીધી પોતાના ઘર નો આધારસ્તંભ બન્યો , જેના પૈસા થી લોકો ને સ્કોલરશીપ મળતી હતી આજે એમનો જ દીકરો સ્કોલરશીપ મેળવી ને ભણી રહેલ દિવસો જતા ગયા અને ધીમે ધીમે કોલેજ ના દિવસો આવ્યા અને પછી અમર ભણવા માટે ૨ વર્ષ ફોરેન ગયો ત્યાં થી રિટર્ન થઇ ને એક કંપની ખોલી અને આજે એ જ કમ્પની દુનિયા ના ૧૮ દેશો માં પહોંચી ગઈ છે એકલા હાથે એટલું મોટું એમ્પાયર ઉભું કરનાર અમર પાસે આજે લગભગ ૩ થી ૪ લાખ લોકો હતા પણ અમર માટે એના આ બધા જ એમ્પ્લોયીઝ એક ફેમિલી હતા એણે ક્યારેય પોતાના એમ્પ્લોયીઝ ને ભેદભાવ નહોતો કર્યો.
આરોહી એક મરાઠી છોકરી જે મધ્યમવર્ગ ની હતી એટલે બાળપણ થી જ એણે ઘરેથી ભણવાનું મુખ્ય ગણવામાં આવતું અને કહેતા કે જો ભણીશ તો જ આગળ વધીશ. આ મોંઘવારી દિવસે દિવસે વધે છે અને જો પૈસા નહીં હોય તો આપણે પાછળ રહી જઈશું. એક દીકરી થઇ ને પણ પોતે જ કદાચ આ પરિવાર નો દીકરો બની ગયેલ. કદાચ એ પણ નાનપણ થી જ પોતાના પરિવાર ની પરિસ્થિતિ ને સારી રીતે સમજી ગયેલ. ભણી ને જોબ માટે ઘણી જાગ્યો અરજી કરી પણ દરેક જાગ્યો ઓછી સેલેરી આપતા હતા અને કારણ એક જ કે તે એક છોકરી છે માટે એક જ વર્ષ માં ૩ જોબ ચેન્જ કરી હતી અને હવે અમર ની કંપની માં ઇન્ટરવ્યૂ આપેલ પણ એણે અહીં પણ એવું જ કઈ જવાબ મળવાનો ડર હતો પણ અહીં એની કાબેલિયત મુજબ એણે સેલેરી સાથે જોબ મળી હતી. આ બંને ની લાઈફ કદાચ આમ જ ચાલતી હોત જો વર્લ્ડ એક્સહિબીશન ના આવ્યું હોત તો .........
આરોહી ને લગભગ ૩ મહિના થઇ ચૂકેલ અને એક એક્ઝિબિશન આવી રહેલ જેમાં ઇન્ટરનેશનલ કંપનીઓ પાર્ટ લઇ રહેલ અને આગામી સમય માં લોકો ને કઈ રીતે રોજગાર મળે એની યોજના બનાવની હતી આનું કામ આરોહી ના હેડ ને આપવામાં આવેલ અને એમને આરોહી ને આપ્યું પણ ખરું પણ જેવું કામ પત્યું કે આરોહી એ બનાવેલ પ્રેઝન્ટેશન એમને અમર ની હરીફ કંપની ને વેચી દીધું અને આ વાત ની જાણ આરોહી ને થઇ એમને એના હેડ ને કહ્યું કે સર આ ખોટું છે પણ એણે જોબ થી કાઢ્વાઈ મુકશે એવી ધમકી આપતા એ શાંત થઇ ગઈ પણ એનો અંતર આત્મા એને આ કરતા રોકી રહેલ બે દિવસ એ ગુમસુમ રહી અને પછી એને હિંમત કરી ને અમર ને એક ઇમેઇલ કર્યો જેમાં એને બધું જણાવ્યું . આ જાણી ને અમર ને ગુસ્સો પણ આવતો અને બીજી બાજુ આરોહી પ્રત્યે માં પણ થયું.
એમને આરોહી અને એના હેડ ને પર્સનલ મિટિંગ માટે બોલાવ્યા અને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો અને કદાચ આરોહી ને પણ પોતાની હકીકત માટે નો મોકો મળ્યો હતો એને બધું સત્ય કહી દીધું અને પોતાનું રિસાઈગ્ન પણ આપી દીધું પણ અમરે તેના રેઝિગ્નેશન ને ફાડી નાખ્યું અને એના બોસ ને એજ ક્ષણે ટર્મિનેટ કરી દીધા અને અમરે આરોહી ને થેંક્યુ કહી ને એના બોસ ની જગ્યે આરોહી ને પ્રમોશન આપ્યું અને આવનાર ૭ દિવસ માં એક્ઝિબિશન માં કઈ થીમ કરવી એની બધી જ જવાબદારી પણ એને આપી. આરોહી એ જે વિચારેલ એના થી બધું જ અલગ થઇ રહેલ અને બીજી બાજુ આરોહી ના મન માં એક કૂણી લાગણી એ જન્મ લીધેલ આજ સુધી અમર માટે એના એમ્પ્લોયીઝ એક ફેમિલી હતા આજે આરોહી ને પણ અમર એક ફેમિલી લાગી રહેલ અને એક ફ્રેડ જેવી ફીલિંગ આવી રહેલ.
આરોહી પોતાનો આખો દિવસ રાત ફરી એક કરી ને નવી થીમ બનાવ લાગી અને આખરી એ દિવસ આવી પણ ગયો. અમરે થીમ જોયેલ એને અમુક ચેન્જ પણ કરાવેલ પણ હવે આખરે ટોપ લીડીંગ કંપનીઝ સામે પ્રેઝન્ટ કરવાનું હતું દર વખતે કંપની ના હેડ જ આ થીમ રજુ કરે પણ અમર માટે જેને મહેનત કરી હોય એજ આ થીમ રજૂ કરતા અને આ વખતે આરોહી કરવની હતી.શહેર ની ૭ સ્ટાર હોટેલ માં એ લોકો આવી પહોંચ્યા બધા જ ઈંગ્લીશ માં બોલતા અને ત્યાં નું વાતાવરણ જોઈ ને આરોહી ને થોડી ગભરાટ થઇ રહેલ પણ અમર આ વાત જાણી ગયો અને એને આરોહી ને એક મોટિવેશનલ સ્પીચ આપી અને આરોહી ને મન માં એક વિનિંગ એટિટ્યૂડ આપ્યો બસ આ જ ક્ષણે અમર એ આરોહી ના મનનો રાજકુમાર બની ગયેલ.
હવે લીડીંગ કંપનીઝ ની સામે આરોહી થીમ બતાવી રહી હતી પણ એને ઘણા ઓબ્જેક્શન આવી રહેલ અને આ વખતે ફક્ત એને અમર ની આંખો માં જોયું અને પછી બધા જ જવાબો સામે જ હોય એમ એ દરેક જવાબ આપી રહી હતી. લાસ્ટ એક બહુ મોટો સવાલ કદાચ આરોહી પાસે નહોતો બસ એજ વખતે અમર ઉભો થયો અને આરોહી નો હાથ પકડ્યો અને એ જવાબ ને એ રીતે આપ્યો કે આરોહી પોતાની જાત ને માંડ માંડ સાંભળી રહેલ એને થતું કે ક્યાંક એ આ જ ક્ષણે અમર ને પ્રપોઝ કરી બેસશે પણ એને પોતાને સાંભળી અને લાસ્ટ માં અમર ને આ ઓર્ડર મળ્યો ત્યારે એને પણ ખેલદિલી આપતા કહ્યું કે આ થીમ મારી નહોતી પણ મારી ફ્રેન્ડ , મારા પરિવાર ની સદસ્ય આરોહી એ આપેલ અને આની સાચી ક્રેડિટ પણ એને જ મળવી જોઈએ. આમ કેહતા એને આરોહી ને જ ટ્રોફી આપી અને પછી એને હગ કર્યું બસ હવે આરોહી પોતાને રોકી ના શકી અને બધાની સામે જ પ્રપોઝ કરી બેઠી પણ અમરે કહ્યું નાઇસ જોક એમ કહી ને એ ત્યાં થી નીકળી ગયો.
બીજા દિવસે વેલેન્ટાઈન નો દિવસ હતો અને આરોહી અમર ને સોરી કહેવા ગઈ ત્યારે અમરે કીધું કે આરોહી મેં તને પ્રોજેક્ટ આપ્યો , તને પ્રમોશન પણ આપ્યું , મારા માટે મારો દરેક એમ્પ્લોયી એ મારો પરિવાર છે તું પણ મારા પરિવાર ની સદસ્ય છે પણ તે કાલે જે કર્યું એ કાલે નહોતું થવું જોઈતું .. આરોહી ને પોતાની વાત પર શરમ આવી રહેલ અને એ અમર ની આંખો માં પણ નહોતી જોઈ શક્તિ એ નીચી આંખો કરી ને જ ઉભેલ બસ આજ સમયે અમર આરોહી ની આગળ ઘૂટણીંયે બેઠો અને રોઝ નો બુકે આપતા કહ્યું વિલ યુ બી માય વેલેન્ટાઈન ? આરોહી કદાચ હાજી પણ સમજી નહોતી શકી કે આ શું છે? આ કોઈ સપનું છે પણ પછી અમરે કહ્યું કે મેં તને જયારે ફર્સ્ટ ટાઈમ જોઈ ત્યારે જ તું ગમી ગયેલ પણ મારી પાછળ ઘણી છોકરીઓ પાગલ છે પણ મારે એવી છોકરી જોતી હતી જે સત્ય કહી શકે કોઈ પણ પરિસ્થિતિ નો વિચાર્યા વગર . નીડર હોય અને પોતાના પરિવાર માં જો કોઈ મુશ્કેલી આવે તો પોતે ઢાલ બની ને ઉભી રહે અને જયારે તે આ બધું કર્યું તો મને તારા પ્રત્યે માન પણ થયું અને પ્રેમ પણ ...
તો મિત્રો હતી આ વખત ની લવસ્ટોરી. આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment