મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૨૫ - ૦5 ફેબ્રઆરી ૨૦૨૨
હેલો કેમ છો મિત્રો , ૨૦૨૨ ના લવ સીઝન ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? બધા મિત્રો ને નવા વર્ષ ની હાર્દિક શુભકામનાઓ સૌથી પહેલા હું એ બધા મિત્રો નો આભાર માનું છું જે લોકો ને માટે મેં બીઝ્નેસ્સ ઓપોર્ચ્યુનિટી આપેલ અને જે લોકો મારી સાથે મારા બિઝનેસ પાર્ટનર તરીકે જોડાયા છે એ બધા મિત્રો ને દિલ થી આભાર અને હજી આપ સૌ ઘણા લોકો મારી સાથે રોજ જોડાઈ રહ્યા છે એ બધા નો આભાર. અને હવે આજે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી..
ગયા મહિને ઘણા લોકો એ મારો પ્રથમ દિવસ જાણી ને મને મેસેજ કર્યો કે એમની સ્કૂલ લાઈફ અને મેટ્રિક લાઈફ નો પ્રથમ દિવસ કેવી રીતે ગયો હતો ખરેખર જાણી ને આનદં થયો કે લાઈફ માં આવી મજા પણ હોઈ પણ લાઈફ નું આવું જ કઈ છે જયારે વિચારીએ ત્યારે થાય કે એ દિવસો પણ શું હતા લાઈફ ના સિનેમાસ્કોપ ના સૌથી યાદગાર સીન્સ .... આજ સિનેમાસ્કોપ નો પ્રથમ દિવસ પૂર્ણ થઇ ગયેલ અને હવે બીજો દિવસ સૂર્ય ઉગે એ પહેલા જ હું ઉગીને આઈ મીન ઊંઘી ને જાગી ગયેલ એક નવા જોશ અને એક નવી ઉમ્મેદ સાથે ફટાફટ તૈયાર થઇ ને સ્કૂલ ડ્રેસ પહેરી ને સૂર્ય ને ઉગતા જોવા મારી બાલ્કની માં આવી પહોંચેલ , શું ખુશ્બુ હતી એ વાતાવરણ ની , શું મોસમ હતી અને અચાનક ફરી આ જ વાતાવરણ માં સોના માં સુગંધ ભળવાની હતી અચાનક બેકગ્રાઉન્ડ મ્યુઝિક મારી પાછળ વાગી રહેલ અને મારી આંખો સામે ફરી સપનાઓ ને પાંખો ઉગી રહી હતી , એક પળ માટે મને લાગી રહેલ કે આ પાંખો ની સાથે હું પણ કદાચ અવકાશ માં ઉડી જઈશ તો ક્યાંક મારી બાલ્કની થી જ ગાયબ થઇ જઈશ , હું મારા સ્વપ્નની દુનિયા માં મારા સ્વર્ગ માં આવી પહોંચેલ કોઈ મારા મન પર જાદુ કરી રહેલ , હું ક્યારે મારા મન થી અલગ થઇ રહેલ મને એ જ જાણ નહોતી થઇ એક પળ મારા માટે હજારો વર્ષો થી ભીંજવેલ લાગણી ને વરસવા મળ્યું હોય એમ હતી અને હું કદાચ આ સપનાની દુનિયા સાથે ઢળી પડું એ પહેલા જ મારા નામ ની બૂમો શરુ થઇ ગયેલ મંથન ...મંથન... ક્યાં ખોવાઈ ગયો .. ચાલ જઇયે ...
મેડિટેશન ના આલ્ફા લેવલે પહોંચી ને એક પળમાં જ બહાર ની દુનિયા માં આવી ગયો હોય એવી અનુભૂતિ થઇ .નીચે જોયું તો ચેતન અને બોબી આવી ગયા હતા અને મને અને સંકેત ને લઇ ને સ્કૂલ લઇ જવાની તૈયારી માં હતા હું હા આયો કહી ને સ્કૂલ બેગ લેવા અંદર ગયો અને પછી ફટાફટ અમે લોકો નીચે ઉતર્યા પછી એજ રોજિંદી મસ્તી મજાક કરતા અમે લોકો સ્કૂલ જવા નીકળ્યા પણ આજે હજી થોડા આગળ ગયા ત્યાં જ ફૂટબોલ મળી .. આ કેમ એવો શબ્દ યુઝ કર્યો એ આગળ જણાવીશ પણ અમે તો એ સમયે બોબી ની મસ્તી કરી રહેલ અને સ્કૂલ તરફ આગળ વધી રહેલ.
આજે બીજો દિવસ લાઈફ માં ફર્સ્ટ દિવસ ના હોત તો કદાચ બીજા દિવસ નું પણ એટલું મહત્વનું ના હોત. પણ મારો બીજો દિવસ નોર્મલ રીતે આગળ જય રહેલ થોડા સપનાઓ , થોડું લર્નિંગ અને ઘણું બધું નવા જૂની કોઈ સાઉથ ની ફિલ્મ નો હીરો એક જ સમયે જો રોમાન્સ પણ કરે અને ફાઇટ પણ કરે તો કેવું લાગે અને વચ્ચે કોમેડી પચ પણ મારે બસ એ વખતે હું સાઉથ ની ફિલ્મો થી થોડો વંચિત હતો પણ કદાચ હું આ ત્રણેય નો કોમ્બિનેશન રોલ પ્લેય કરી રહેલ મારી લાઈફ માટે હું થોડો વધુ જ વિચારી રહેલ પણ કહેવાય છે ને થોડું વિચારીયે તો ચોક્કસ સફળ થઈશું પણ જો વધુ વિચારીશ તો ચોક્કસ કામ બગડશે બસ એવું જ કઈ મારી સાથે થવાનું હતું પણ મને એનો અંદાજ નહોતો કે ના તો એ વાત ને હું ઇઝિલી સમજી રહેલ.
એક દિવસ , બે દિવસ આમ કરતા કરતા ધીમે ધીમે અઠવાડિયું પસાર થઇ રહેલ અને ધીમે ધીમે વીકલી એક્ઝામ પણ શરુ થવાની હતી અને બીજી બાજુ મારા મન માં રમતા કુરુઝેત્ર ના પ્રથમ પડાવ નું પગથિયું મંડાઈ રહેલ. શું થશે મને પણ અર્જુન ની જેમ કોઈ કૃષ્ણ મળશે ? શું થશે આ જંગ માં મારા ઘોડા પણ થંભી જશે કે પછી હું પણ રણછોડ આઈ મીન રણછોડરાય ની જેમ જ અધવચ્ચે યુદ્ધ મૂકીને ભાગીશ આવા હજારો નહીં પણ લખો સવાલો તમારા મન માં ઉદ્ધભવતા હશે અને થવા પણ જોઈએ કેમકે આજે દરેક માણસ પોતાની લાઈફ માં એક જેઠાલાલ છે અને બીજા માટે તારક મહેતા .. પણ વધુ આવતા અંકે.
આવતા મહિના સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment