લવડોઝ અનલિમિટેડ - ભાગ ૨૪ - ૦૯ જાન્યુઆરી ૨૦૨૨
હેલો મિત્રો કેમ છો બધા? આજે જાન્યુઆરી મહિના નો અને નવા વર્ષ ૨૦૨૨ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની એવી લવસ્ટોરી કે જે એક સેકન્ડ ઇંનિંગ્સ .
રાજન કપૂર ટેલિવિઝન ઈન્ડસ્ટી નું એક જાણીતું નામ. ૨૦ વર્ષ ની ઉંમરે ઇન્ડિયન ટેલિવિઝન માં ટચુકડા પડદે કારકિર્દી શરુ કરનાર આજે ૫૦ વર્ષ ની ઉંમરે પણ એક્ટિંગ માં બાદશાહ કોઈ પણ કેરેક્ટર હોય રાજન ના હાથ માં આવતા જ એ નબળું કેરેક્ટર પણ સફળતા મેળવી લે . આઈ.ટી.એ ના દર વર્ષે બેસ્ટ એક્ટર નો એવોર્ડ પહેલેથી જ એના નામે હોય છેલ્લા ૧૮ વર્ષ થી બેસ્ટ એક્ટર અને એક સક્સેસફુલ વ્યક્તિ પોતાની લાઈફ માં જ નિષ્ફ્ળ નીવડેલો અને આ નિષ્ફ્ળતા ને લીધે એના દૈનિક પર પણ ગંભીર અસર થવા લાગી. છેલ્લા ૫ વર્ષ થી દારૂ ના નશા માં એક બેવડા ની જેમ જ આની લાઈફ પણ થઇ ગઈ આજે સવારે ઉઠી ને બ્રશ પછી કરે છે પણ એક બોટલ પુરી કરે છે પછી બ્રશ પાછું એક ક્વાર્ટર અને શૂટિંગ પર પણ પાણી ની જગ્યે દારૂ જ . રેગ્યુલર પીવા વાળા જેટલું મહિના માં પિતા હશે એટલું આ એક જ દિવસ માં પી જતો.
બિગ બજેટ શૉ નું શૂટ ચાલુ છે અને આ ભાઈ દારૂ નો એક પેગ મારી ને શોટ શરુ કરે છે અને ફાયર નો સીન છે અને હિરોઈન ને બચાવતા જતા પોતે જમીન પર ઢળી પડે છે અને હોસ્પિટલ માં એડમિટ કરે છે. ડોક્ટરે એના તમામ રિપોર્ટ્સ કાઢ્યા બધું નોર્મલ હતું પણ એના લીવર પર બહુ ગંભીર અસર પડી હતી અને આ માટે ડોક્ટરે એના એસસીસ્ટન્ટ ને આમને થોડા દિવસ હવા ફેર કરવા જવાનું કીધું. અને ત્યાં એના મિત્ર ડોક્ટર શિવાંગી ને મળવા નું કીધું એ રાજન ની જોડે એક ફ્રેન્ડ અને એક ગાઈડ ની જેમ રહેશે અને બાકી ની ટ્રીટમેન્ટ પણ ત્યાં માઉન્ટ અબુ માં જ કરવાની કીધી.
૩ દિવસ પછી રાજન ને ડિસ્ચાર્જ આપ્યો અને એ માઉન્ટ અબુ ની દુનિયા માં જવા નીકળ્યો. આમ તો શૂટ માટે ઘણી વાર આવેલ પણ આ વખતે ફક્ત પોતાના માટે અને એ પણ એકલો આવા નીકળેલ. માઉન્ટ અબુ પહોંચતા જ ડોક્ટર શિવાંગી તૈયાર હતા શિવાંગી ને આખી વાત પહેલથી જ જાણ હતી અને રાજન એમનો પણ એક સમયે ફેવરિટ એક્ટર હતો એટલે એ એની લાઈફ વિષે પણ જાણતી હતી અને એ પોતે પણ પોતાની લાઈફ માં એક સમયે એકલતાનો શિકાર બનેલ તો એને આ પરિસ્થિતિ વિશે બહુ ઉત્તમ રીતે જાણતી હતી. એના માટે રાજન અત્યારે એક પેશન્ટ કરતા વધુ એક મિત્ર હતો જે દારૂડિયો છે અને એને દારૂ ની લત છોડવાની છે. આમ તો શિવાંગી ખુબ સમજુ હતી પણ થોડી સ્ટ્રિક્ટ હતી અને આ વાત જ રાજન ને પસંદ નહોતી, એને રાજન ને દારૂ ના પીવા રોકટોક કરેલ એ એને પસંદ નહોતું પણ તોય શિવાંગી પાસે રહેવા સિવાય કોઈ ઉપાય નહોતો.
શિવાંગી ની દીકરી ના મેરેજ હતા અને રાજન પણ આ પ્રસંગે હાજર હતો. લગ્ન પ્રસંગ હોય ત્યારે અજાણ્યા પણ જાણીતા થઇ જાય છે તો અહીં તો રાજન અઠવાડિયા થી એની જોડે જ હતો. રાજન આમ તો મસ્ત માણસ હતો દરેક મોમેન્ટ ને જીવવા વાળો જયારે બીજી બાજુ અહીં શિવાંગી ની દીકરી ના મેરેજ હતા અને એ પોતે પોતાની જાત ને ક્યાંય એકલતા અનુભવતી હતી કે દીકરી ના લગ્ન પછી શું? લગ્ન પ્રસંગે આટલો મોટો સ્ટાર તમારા ઘરે હોય તો મિત્રો અને બીજા સંબંધીઓ ફોટો વગર ના છોડે બસ અહીં પણ બધા રાજન ને વળગી પડેલ અને સંગીત સંધ્યા માં બધા એ રાજન ને પણ રિકવેસ્ટ કરી સર પ્લીસ સર પ્લીસ અને રાજને પણ લોકો ને ખુબ એન્ટરટેઇન કર્યા અને આ જોઈ ને શિવાંગી ની આંખો માં આસું આવી ગયા રાજન આ જોઈ ગયો અને થોડું શાંત પડ્યા પછી શિવાંગી ને મળ્યો અને આખી વાત કહી બસ અહીં થી રાજન થોડો પીગળી રહેલ પણ હાજી લગ્ન તો બાકી જ હતા બીજા બે દિવસ પણ રાજન પોતે જ એ દીકરી નો બાપ હોય એમ શિવાંગી ની પડખે ઉભો રહ્યો અને એક સાચા મિત્ર ની જેમ જ એની જોડે રહ્યો અને એની દીકરી ને ખુબ મોંઘી ગિફ્ટ પણ આપી અને રાજન તથા શિવાંગી એક બીજાની નજીક આવી ગયેલ.
રાજન ધીમે ધીમે દારૂ ભૂલી ગયેલ અને ફરી નોર્મલ થઇ રહેલ આમ એક મહિનો જતો રહ્યો અને બંને ના દિલ માં એક બીજા ને માટે પ્રેમ થઇ ગયેલ પણ કઈ નહોતા શકતા પણ આખરે સમય થઇ ગયો અને રાજન પાછો બોમ્બે જવા નીકળેલ અને શિવાંગી એને એરપોર્ટ મુકવા ગઈ બંને છૂટા પડ્યા પણ અંદર થી બંને રડી રહેલ એક બીજા થી અલગ થવા માં તોય પોતાનો દર્દ છુપાવી ને બંને અલગ થવા લાગ્યા આ બાજુ શિવાંગી પોતાની કાર માં આઈ ને ખુબ રહી તો બીજી બાજુ રાજન પણ ફ્લાઇટ માં વોશરૂમ માં અને ફ્લાઇટ ટેકઓફ કરે એ પહેલા જ એ ફ્લાઇટ થી ઉતરી ગયો અને બીજી બાજુ શિવાંગી પોતાના ઘરે એજ હારેલ દિલ સાથે આવી અને ત્યાં જ અચાનક એક ડોરબેલ વાગે છે ઉદાસ ચેહરે દરવાજો ખોલે છે તો નીચે એક ફૂલો નો બુકે પડેલ છે પણ કોઈ નથી દેખાતું એટલે એ બુકે ને લઇ ને અંદર જાય છે પણ બુકે પર એક લવ મેસેજ વાંચે છે અને નીચે આર.કે લખેલ છે એ જોઈને એ પાછળ ફરે છે તો રાજન પોતાના ઘૂંટણ એ બેઠો હતો હાથ માં રિંગ લઇ ને અને કહે છે મિસિસ શાહ મિસિસ કપૂર બનશો? શિવાંગી ના આખો થી ફક્ત જ આંસુ નીકળે છે અને બંને જણ એકબીજા ને ભેટી પડે છે અને પોતાના પ્રેમ નો એકરાર કરે છે.
તો મિત્રો હતી આ વખત ની લવસ્ટોરી. આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment