મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૨૪ - ૦૨ જાન્યુઆરી ૨૦૨૨



હેલો કેમ છો મિત્રો , ૨૦૨૨  ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? બધા મિત્રો ને નવા વર્ષ ની હાર્દિક શુભકામનાઓ  સૌથી પહેલા હું એ બધા મિત્રો નો આભાર માનું  છું જે લોકો ને માટે મેં બીઝ્નેસ્સ ઓપોર્ચ્યુનિટી આપેલ અને જે લોકો મારી સાથે મારા બિઝનેસ પાર્ટનર તરીકે જોડાયા છે એ બધા મિત્રો ને દિલ થી આભાર અને હજી આપ સૌ ઘણા લોકો મારી સાથે રોજ જોડાઈ રહ્યા છે એ બધા નો આભાર. અને હવે  આજે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી..


લાસ્ટ ટાઈમ જોયેલ આપણે કે પ્રથમ દિવસ મારી સ્કૂલ નો પાસ થયેલ અને હવે અમારી ત્રિપુટી ઘરે આવા નીકળેલ.સાંજે ટ્યૂશન પણ જાવાનું હતું તો અમે બધા એક જોડે જ જવાના હતા અને ઘરે જતા જતા રસ્તા માં આખા દિવસ ની વાતો કરતા કરતા નીકળેલ અને ઘરે પહોંચવા જ આવેલ ત્યાં જ અચાનક ફરી એ ફૂલો જેવી મહેક આવી રહી હતી અને વરસાદ ના એંધાણ આવી રહેલ , ફરી એ સુકાયેલ પાન પર અમીવર્ષા થશે , ફરી એવું લાગતું હતું કે રોમાન્સ ની સીઝન શરુ થશે પણ એ જ ઘડીએ બીજું કઈ ના વિચારતા એ ક્ષણ ની મોજ માણી રહેલ એવું મારુ મન ફરી સપનાઓ ની દુનિયા માં ખોવાઈ ગયેલ હું ભૂલી ગયેલ કે મારુ ઘર આવી ગયેલ અને સીડીઓ ચડીને ઉપર જવાનું હતું પણ એજ સમયે સામે થી આવતી લાલ બસ ના હોર્નએ મને ભાન આપ્યું પણ તોય દિલ ના ગાર્ડન મા અને મગજ ના વૃંદાવન માં આવનાર કુરુક્ષેત્ર ની વાત ચાલી રહેલ.


સાંજ પડી રહેલ અને ૪:૩૦ થઇ રહેલ બસ મમ્મી એ એક હાથ માં ચાનો કપ આપ્યો ને બીજા હાથ થી બેગ માં ચોપડા ભરી રહેલ ત્યાં જ નીચે થી મારા નામ ની બૂમો પાડવા લગી અને હું બાલ્કની માં જોયું તો ચેતન અને બોબી નીચે આવી ગયેલ અને હું આવું છું કઈ ને નીચે ગયો. અહીં થી અમારા ૩ ની એક નવી સફર શરુ થવાની હતી જેના થી અમે જ અજાણ હતા પણ નિયતિ એ વખતે અમારી સાથે કઈ અલગ જ કહાની લખી રહેલ જે આજે પણ અમને યાદ રહેશે . ટ્યૂશન નો રસ્તો તો નજીક નો જ હતો પણ એ જ સમયે મારા અને જોડે જોડે ચેતન અને બોબી ના મન માં પણ ઘણા સવાલો હતા અને બીજી બાજુ એક દોડ રમાઈ રહેલ હવે આ દોડ મૃગજળ ની થાય છે કે સાવજ ની એ તો સમય જ બતાવાનો હતો પણ અમે લોકો સાવજ ની જેમ જ મચી રહેલ.


અમે ટ્યૂશન પહોંચ્યા ત્યારે હજી અગાઉ ની બેટચ છૂટવાની હતી અમે રાહ જોઈને જ બહાર ઉભા હતા અને બીજી બાજુ બધા સ્કૂલ ની વાતો કરી રહ્યા હતા અને આ બાજુ વિનાયક અને બીજા મિત્રો પણ આયા હવે આ વિનાયક જોડે પણ મારે અને ચેતન ને એક ૩ ઇડિયટ જેવો જ સીન હતો મેં અગાઉ કહેલ ને કે અમારા માં ૩ ની જગ્યે ૪ ઇડિયટ છે પણ ક્યારેક ૩ ઇડિયટ માં બોબી નું રિપ્લેસ વિનાયક જોડે થતું જોડે બેસવામાં બીજે ક્યાંય નહીં. કેમકે બંને અલગ પ્રકૃતિ ના હતા. આજે પણ આ બધા સીન લખતા મને મારી આંખો સામે એ બધું જ લાઈવ ભજવાતું હોય એવું લાગે છે એક પળ માટે એ પણ ભૂલી જવાય છે કે આ ૨૦૨૨ છે ૨૦૦૯ ના એ મસ્ત દિવસો નહીં પણ કહેવાય છે ને જીવનચક માં આપણે રોજિંદી ઘટમાળ માં એવા ગૂંચવાઈ છીએ કે ક્યારેક આપણે એ દિવસો માણવા ના જ ભૂલી જવાય છે માટે જ આજે કહું છું કે જિંદગી માં વ્યસ્ત તો બધા જ છે પણ આપણે કઈ કરવું હોય , સફળ થવું હોય તો આપણા માટે પહેલા ટાઈમ કાઢવો પડશે તો જ આપણે કઈ કરી શકીશું. જો આપણે લાઈફ જીવવાની જગ્યાએ માણીશું તો જ આપણા લીધે બીજા ને પણ જીવન માણવા નો મોકો મળશે. કુદરતે આટલું સરસ અસ્તિત્વ બનાવ્યું પણ આપણે ક્યારેક જવાબદારી ના બોજ માં એવું માનીયે છીએ કે આપણે એની કદર નહીં કરતા તો ક્યારેક અભિમાન નડી જાય છે પણ મિત્રો આપણે છીએ તો અસ્તિત્વ નહીં પરંતુ અસ્તિત્વ ના લીધે આપણે છીએ. આ વાત મને બહુ મોડી સમજાઈ પણ કહેવાય છે ને કે દેર આયે દુરસ્ત આયે. અફસોસ તો ઘણો છે લાઈફ માં પણ એ અફસોસ ને એક વાર સાઈડ માં મૂકી ને જો પોતાના માટે જીવીશ તો દુનિયા મારી જ છે. 


અમારો પ્રથમ દિવસ તો આ રીતે જ પૂરો થવા આવેલ પણ તમારા જીવન માં સ્કૂલ લાઈફ નો પ્રથમ દિવસ કઈ રીતે પાસ થયો હતો એ મને જણાવજો. અમારા બધા માં પ્રથમ દિવસે ખુબ અરમાનો હતા અને સપનાઓ પણ તો સાથે એક નાનો ડર અને વાસ્તવિકતા પણ એ બધું ધીમે ધીમે જણાવીશ આજે પ્રથમ રવિવારે આટલું જ . અંત માં એક ખાસ વાત મિત્રો કોરોના નો નવો વેરિયન્ટ ઓમીક્રોન વિશ્વ માં સક્રિય થઇ રહ્યો છે તો આપ સૌ આપનું અને પરિવાર નું ધ્યાન રાખજો અને નિયમિત રીતે મારી સાથે જોડાયેલ રહેજો. ૨૦૨૦-૨૧ આ બે વર્ષ બહુ જ ખતરનાક ગયા છે અને હજી અત્યાર ની પરિસ્થિતિ માં જો કોઈ મિત્ર કામ ધંધા વગર હોય અને નાના રકમથી પોતાનો એક સારો બિઝનેસ શરુ કરવા માંગે તો મને પર્સનલી મેસેજ કરે આ વર્ષ માં હું બને એટલા વધુ લોકો ને આત્મનિર્ભર બનાવના મિશન સાથે જોડાઉં છું અને બીજા લોકો ને પણ એમાં જોડાવા અપીલ કરું છું. 


આવતા મહિના  સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.


https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform


ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial


ટિવટર : https://twitter.com/ManthanVThakkar

Comments