લવડોઝ અનલિમિટેડ - ભાગ ૨૩ - ૧૧ ડિસેમ્બર ૨૦૨૧




હેલો મિત્રો કેમ છો બધા? આજે ડિસેમ્બર મહિના નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ  આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . મિત્રો હમણાં જ દિવાળી પતિ અને હવે લગ્ન ની સીઝન પણ ચાલુ થઇ છે તો આજે એવી જ કોઈ વાત કરીયે.


માનસ આપનો હીરો એટલે કે દિલ થી દિલદાર , એક્શન માં બ્રુસલી અને પરિવાર માં એકદમ સૂરજ બરજાત્યા ની ફિલ્મો નો હીરો. આ બાજુ મોનીકા એક બિન્દાસ્ત ગર્લ પણ પરિવાર માં સૌની ગમતી એમ જાણો કે આ બાજુ પણ સૂરજ બરજાત્યા ફિલ્મ જેમ જ પણ આ પરિવાર માં બધા એકદમ બિન્દાસ્ત રહેતા એક ના મન ની વાત બીજા ને બેજિજક કહી દેતા.


માનસ ના પરિવાર વાળા એ મોનીકા ના પરિવાર જોડે બરોબર મળી ને લગ્ન નક્કી કરી લીધા પણ માનસ અને મોનીકા બંને અત્યારે પોતાના સપના પુરા કરવા માંગતા હતા માટે લગ્ન નહોતા કરવા માંગતા. મોનીકા એ એના ઘરે કીધું પણ માનસ ના પરિવાર વાળા ન માન્ય અને ફાઇનલી બંને ના લગ્ન પણ નક્કી થઇ ગયા.


માનસ અને મોનીકા બંને એક બીજા ને કઈ દીધું કે આ લગ્ન કેન્સલ કરે પણ બંને ના યથાર્થ પ્રયત્નો પછી પણ આ શક્ય ના બન્યું અને આખરે લગ્ન નો દિવસ આયો બંને જણ કમને પણ લગ્ન કર્યા પણ જ્યાં દિલ ના હોય એ લગ્ન નું મહત્વ જ શું? આખરે સુહાગરાત ના દિવસે બંને એ નક્કી કર્યું કે એ બંને જલ્દી જ છૂટા થશે પણ કઈ રીતે અને એમણે એક પ્લાન બનાયો કે જોબ અને સ્ટડી માટે આઉટ ઓફ ઇન્ડિયા જાય અને ત્યાં બંને જણા ડાયવૉર્સ લેશે અને પ્લાન મુજબ બરાબર એક મહિના પછી એ લોકો ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા અને ત્યાં પોતાના સપના પુરા કરવા મથતા હતા પણ કિસ્મત ને કઈ અલગ જ પસંદ હતું.


બંને જણા ત્યાં જઈ ને પોતાના માટે સપના પુરા કરવા લાગ્યા અને અલગ રહેવા લાગ્યા પણ એક જ અઠવાડિયા માં બંને ને એક બીજા વગર ગમતું ન હતું અને એક બીજા સાથે વાતો કરવા લાગ્યા આ વાતો ધીમે ધીમે મુલાકાતો માં પરિણમી અને પછી બંને વચ્ચે મીઠા પ્રેમ નો એ અહેસાસ શરુ થઇ ગયો અને ધીમે ધીમે ક્યારે બંને એકબીજા ને પ્રેમ કરવા લાગ્યા એ જ ના ખબર પડી.



તો મિત્રો હતી આ વખત ની લવસ્ટોરી. આવતા  અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.












ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial



ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar 

Comments