મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૨3 - ૦૫ ડિસેમ્બર ૨૦૨૧




હેલો કેમ છો મિત્રો , ૨૦૨૧ ના ડિસેમ્બર ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? સૌથી પહેલા હું એ બધા મિત્રો નો આભાર માનું  છું જે લોકો ને માટે મેં બીઝ્નેસ્સ ઓપોર્ચ્યુનિટી આપેલ અને જે લોકો મારી સાથે મારા બિઝનેસ પાર્ટનર તરીકે જોડાયા છે એ બધા મિત્રો ને દિલ થી આભાર અને હજી આપ સૌ ઘણા લોકો મારી સાથે રોજ જોડાઈ રહ્યા છે એ બધા નો આભાર. અને હવે  આજે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી..


લાસ્ટ ટાઈમે આપણે જોયું કે હું સ્કૂલ ના દરવાજે આવી ગયેલ અને ફર્સ્ટ ડે શરુ થવાનો હતો અને સ્કૂલ ના દરવાજે જઈને જ દિલ માં ઘણા સવાલો હતા પણ હવે હું મારા સપનાઓ સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નહોતો અને હું એક સોલિડ આત્મવિશ્વાસ જોડે સ્કૂલ માં એન્ટર થયો . મારા આત્મવિશ્વાસ ને જોઈને જો કદાચ હાથી મારી જોડે અથડાય તો એ પણ ઢળી પડે એવો ભયંકર હતો અને અંદર જઈ ને અત્યારે પ્રીમિયર માં જેવી ફીલિંગ આવે છે એવી આવતી હતી બધા મારી જોડે સામેથી મળવા આવતા અને શું બોસ કહેત જતા .


હું , સંકેત ,ચેતન અને બોબી જેમ જેમ તેમ તેમ મારી અંદર કઈ અલગ જ તોફાન ચાલી રહ્યું હતું અને સ્કૂલ ના નોટિસ બોર્ડ પર મારો ક્લાસ જોઈ ને હું મારા રૂમ માં ગયો અને બોબી અને ચેતન એના રૂમ માં . મારા રૂમ માં ગયો પછી ઘણા લોકો મારી સામે જોઈ રહેલ અને પછી થોડી વાર માં પ્રેયર શરૂ થઇ અને પછી દિવસ ચાલુ થયો. ભાર્ગવ સર મારા ક્લાસ ટીચર તરીકે આવેલ ફર્સ્ટ ડે હતો તો બધા ફેકલ્ટીઝ વારાફરતી એના લેક્ચર્સ નો ઈન્ટ્રો આપતા અને અમુકે તો ફર્સ્ટ ચેપત્ર પણ શરૂ કરી દીધેલ પણ હું મારા ગોલ થી સેટ હતો અને દિમાગ માં એજ વસ્તુ ચાલી રહેલ અને આમને આમ જ મારો ફર્સ્ટ ડે પૂરો થઇ ગયેલ સ્કૂલ માં અને હવે છૂટ્યા એટલે પાછા બધાની રાહ જોઈને બહાર ઉભેલ પણ ચેતન ને બે મિસ્ટેક કમ્પ્યુટર આપેલ તો એના માટે કોમ્પ્યુટર ના સર ને મળીને અમે નીક્યાં અને પછી ઘરે જવા નીકળ્યા સાંજે ટ્યૂશન પણ જવાનું હતું અને ફર્સ્ટ ડે તો પતિ ગયેલ પણ અસલી કહાની હવે શરુ થઇ રહી હતી બસ આજ કહાની ને જાણવા માટે વાંચતા રહો અને હાજી પણ જેને મારી જોડે બિઝનેસ માં પાર્ટનર બનવું હોય એ નીચેની લિંક થાકી મને કોન્ટેક કરી શકે.આવતા મહિના  સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.






ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial




ટિવટર : https://twitter.com/ManthanVThakkar


Let's Be ATMANIRBHAR (google.com)

Comments