લવડોઝ અનલિમિટેડ - ભાગ ૨૨ - ૧૩ નવેમ્બર ૨૦૨૧




હેલો મિત્રો કેમ છો બધા? આજે નવેમ્બર મહિના નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ  આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . મિત્રો અત્યારે દિવાળી ના દિવસો ચાલી રહ્યા છે હાજી હમણાં જ ગયા અઠવાડિયે દિવાળી ગઈ અને ૨ દિવસ પહેલા જ જલારામ જયંતિ અને હવે તુલસી વિવાહ અને દેવ દિવાળી આવશે. સ્કૂલ લાઈફ માં વેકેશન ચાલતું હતું આ દિવસો માં પણ હવે ઓફિસ શરુ થઇ રહી છે કોરોના ના લાંબા બ્રેક બાદ. હવે લગ્ન ની સીઝન પણ આવી તો આજ ની લવસ્ટોરી પણ એવી જ કઈ વાત કરીયે


રાજીવ અને દ્વિતિ બંને જણા બાળપણ ના મિત્રો હતા એક જ દીવાલ ના પડોશી. નાનપણ થી જ બંને જોડે સ્કૂલ જતા અને રમતા પણ જોડે જ. ધીમે ધીમે બંને મોટા થતા ગયા અને રાજીવ એક ફિલ્મી હીરો ની જેમ ફિટ અને હેલ્ધી જયારે દ્વિતિ પોતાના શરીર પર ધ્યાન ના આપવાથી લાઘબાગ ૮૦-૯૦ કિલો ની થઇ ગઈ અને રાજીવ અને દ્વિતિ બંને વચ્ચે ફિટનેસ ના લીધે ઘણા ઝઘડા થયા અને અંતે બંને એક બીજા ના દુશમન થઇ ગયા પણ બંને પાડોશી હોવાથી એકબીજા ના પરિવાર ને ખુબ માન આપતા અને પરિવાર ને પણ આ પોતાના જ સંતાન જેવી લાગણી હતી.


લગ્નનની ઉંમર થતા જ બંને માટે મંગા આવવા લાગ્યા પણ રાજીવ ને પોતાનો બીઝ્નેસ્સ શરુ કરવો હતો જયારે દ્વિતિ ના ઓવરવેઇટ ને લીધે એને રિજેક્શન આવતું પણ રાજીવ ના ઘરવાળા ને મનોમન દ્વિતિ પોતાની વહુ તરીકે પસંદ હતી કેમકે તેના વધારે વજન સિવાય દરેક કામ માં તે પરફેક્ટ હતી, દિવસો પર દિવસો જતા ધીમે ધીમે વર્ષો થવા લાગ્યા અને ૨-૩ વર્ષ સુધી પણ દ્વિતિ ના મેરેજ ના થયા પછી એક મંગુ આવ્યું જેમાં છોકરો લગભગ ૪૦ વર્ષ નો એટલે કે દ્વિતિ કરતા ૧૬ વર્ષ મોટો પણ તોય પરિવાર ની ઈજ્જત સાચવવા દ્વિતિ મેરેજ માટે મણિ ગઈ,.


આ બાજુ રાજીવ પણ દ્વિતિ ના મેરેજ તૈયાર થવાથી ખુશ હતો કે હાશ હવે દુશમની નો અંત આવશે પણ વિધાતા ને કઈ અલગ જ  મંજુર હતું. જેમ જેમ લગ્ન નજીક આવતા રાજીવ અને દ્વિતિ એક બીજા ની નજીક આવતા ગયા. અને લગ્ન ના બે દિવસ પેહલા દ્વિતિ અને રાજીવ બંને એક બીજા ને મળ્યા એકાંત માં અને વર્ષો પછી જાણે બે મિત્રો મળ્યા હોય એમ બંને એ ખુબ જૂની વાતો કરી અને હળવા થવા લાગ્યા આ બાજુ દ્વિતિ એ પોતાના પરિવાર નું ધ્યાન રાખવા માટે રાજીવ પાસે થી વચન લીધું અને પછી પોતે જતી રહી આ બાજુ રાજીવ પણ પીગળી રહેલ અને ધીમે ધીમે બંને ની અંદર ની આગ ઓળવાતાં બંને ફરી એક બીજા ની નજીક આઈ ગયા ., બંને ને એક બીજા માટે એની લાગણી થઇ અને પ્રેમ થઇ ગયો પણ હવે શું?


આખરે લગ્ન નો દિવસ આઈ ગયો અને જાન પણ થોડા સમય માં આવશે પણ નિયતિ નું ચક્કર જયારે ચાલે તો ભલભલા પણ અટવાઈ જાય છે. આ બાજુ લગ્ન નું મૂર્ત નીકળી રહેલ પણ જાન ના આવી અને પછી અચાનક જ જાણ થઇ કે છોકરા વાળા ને છોકરી પસંદ નહીં આ વાત સાંભળી ને જાણે દ્વિતિ અને તેના પરિવાર ને પગ નીચે થી જમીન હલી ગઈ અને દ્વિતિ ના પપ્પા બેભાન થઇ ગયા આ બાજુ રાજીવ અને એના પરિવાર પણ હેરાન હતા અને રાજીવ એ દ્વિતિ ને હિંમત આપી પણ હવે કોઈ છોકરી ના ભર મંડપે લગ્ન અટકે તો કોણ એની જોડે લગ્ન કરશે. દ્વિતિ ના પરિવાર પર આભ તૂટી ગયેલ અને આજ સમયે રાજીવ ઉભો થયો કે જે મુરુત માં દ્વિતિ ના લગ્ન હતા ત્યાંજ થશે , એના લગ્ન થશ  જ , આજ મંડપે , આજ મુરુત માં અને આજે જ આ બધા ની હાજરી માં પણ કઈ રીતે એ રાજીવ સિવાય કોઈ જાણતું નહોતું બધા શોક માં હતા અને રાજીવ એ દ્વિતિ નો હાથ પકડ્યો અને બધા ની વચ્ચે મંડપ માં લઇ ગયો અને સીધું મંગળસૂત્ર પહેરાવી દીધું અને આ બાજુ દ્વિતિ એ પણ પ્રેમ નો ઈઝહાર કયો બધાને એકબીજા માટે માન થયું અને બંને પેહલા ની જેમ જ એક થઇ ગયા.


તો મિત્રો હતી આ વખત ની લવસ્ટોરી. સાચો પ્રેમ જરૂર મળે છે લોકો કહે છે કે સાચો પ્રેમ ના મળે પણ મારી બધી સ્ટોરી રિયલ છે અને એમાં બધા ને પોતાનો પ્રેમ મળ્યો છે કોઈ ને કોઈ રીતે ઘણી એવી ઈંકમ્પ્લીટ સ્ટોરી પણ છે જે ટૂંક સમય માં મુકીશ પણ એ પહેલા આજ ની સ્ટોરી કેવી લાગી ?




આવતા  અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.






ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial




ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar 


Comments