મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૨૨ - ૦૩ નવેમ્બર ૨૦૨૧



હેલો કેમ છો મિત્રો , ૨૦૨૧ ના ઓક્ટોબર ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? આજે દિવાળી ના તહેવાર માં ચોથો દિવસ એટલે કે કાલી ચૌદસ જેને નાની દિવાળી પણ કહે છે અને આવતી કાલે દિવાળી. તો આજ ની વાત શરુ કરતા પહેલા એક વિશેષ વાત આપ સૌ મિત્રો ને મારા અને મારા પરિવાર તરફ થી પ્રકાશ પર્વ  ની હાર્દિક શુભકામનાઓ અને એડવાન્સ માં હેપ્પી દિવાળી અને હેપ્પી ન્યુ યર અને દિવાળી નિમિતે એક ખાસ ઓફર , એક ખાસ સરપ્રાઈઝ જે મેં લાસ્ટ મહિને કીધેલ એમ આ દિવાળી પર હું આપ સૌ ને એક ભેટ આપવા માંગુ છું પણ શું એ હું તમને જણાવીશ લાસ્ટ માં તો હવે વધુ સમય ના લેતા વાત શરુ કરીયે  ગયા મહિને જોયેલ કે બે દિવસ ની રજા તો સૂર્યવંશી બનીને જ પસાર કરી દીધેલ અને હવે લાસ્ટ રજા હતી એ પણ પતવા આવેલ અને હવે સ્કૂલ શરુ થઇ રહી હતી  તો હવે  આજે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી..



બોબી નો અવાજ આવ્યો અને હું ત્યાં જ ભણવાનું મૂકી ને બહાર આવ્યો અને બસ એની જોડે ૨ કલાક પાસ થઇ ને રાત નું અંધારું શરુ થઇ ગયેલ હવે મારી ઐતિહાસિક સફર શરુ થવાની હતી . ઘણા લોકો વિચારતા હશે ઐતિહાસિક હા કેમકે હવે ની સફર માં ઘણી બધી યાદગાર અને જબરદસ્ત ઘટનાઓ શરુ થઇ ગઈ હતી અને ક્યારેક ફ્રીડમ ફાઈટર પણ બની ગયેલ તો ક્યારેક એકદમ કૂલ બોય . એક જ મિનિટ તમે ફ્રીડમ ફાઈટર એટલે મને કોઈ અહિંસા ની લડત નો સ્વાતંત્ર્ય સેનાની ના સમજતા લડત અહીં પણ હતી પણ અહિંસા ની નહીં પણ હિંસા ની વન એન્ડ ઓન્લી રાઉડી. અને ફ્રીડમ ફાઈટર એટલે જ્યાં પણ ફ્રીડમ મળતી ત્યાં મારી ફાઇટ શરુ થઇ જતી પછી ક્યારેક સ્કૂલ તો ક્યારેક ઘોડાસર ની એ સડકો તો ક્યારે ટ્યૂશન બહાર નું એ સાયકલ સ્ટેન્ડ.. પણ આ સફર માં ઘણા અપ્સ - ડાઊન પણ હતા અને ઘણા ચમત્કારો પણ.. ૧૪ મી જૂન ૨૦૦૯ નો એ રવિવાર પણ પતવા આવેલ અને ૧૫ મી જૂન થી શરુ થવાની સફર માટે હું અજાણ જ હતો કેમકે મારા અને મારી જોડે ચેતન તથા બોબી ના મનમાં પણ ૧૦ માં માટે ના એ શેખ ચલ્લી ના વિચારો ચાલુ હતા બસ હવે આ ફક્ત રાહ જોવાની હતી તો આજ ની રાત ની. આજ ની રાત પતાઈ ને કાલે સ્કૂલ જવાનું હતું પણ જિંદગી માં પહેલી વાર મને સ્કૂલ જવાની અંદર થી ઈચ્છા હતી અને આ જ ઘૃણા માં મને ઊંઘ પણ નહોતી આવતી બસ પડખા જ ફરતો હતો અને આ પડખા ફરતા ફરતા જ અડધી રાત પસાર થઇ ગયેલ.


હવે કાલે સવાર નો સૂરજ ઉગી ને રોશની આપે એ પહેલા જ મારી સફર શરુ થઇ ગયેલ. સવાર ના સાડા પાંચ વાગ્યે જાણે કોઈ ઘૉડા ની પૂંછ પર સુતળી બૉમ્બ લાગયો હોય અને ભાગે એ રીતે જ હું પથારી થી ઉભો થયો અને ફટાફટ તૈયાર થવા લાગ્યો , એ દિવસે હું અને સંકેત બંને લગભગ સાડા ૬ સુધી માં તો તૈયાર પણ થઇ ગયેલ અને ભગવાન ની પૂજા પણ પતાવી દીધેલ અને થયું કે લાવ આજ થી વાંચન પણ શરુ કરી દઈએ  અને થોડી વાર સાયન્સ ની બુક વાંચવા ખોલી અને ત્યાં જ નીચે થી અવાજ આવ્યો બહાર આઈ ને જોયું તો નીચે બોબી આવી ગયેલ અને હવે હું અને સંકેત પણ નીચે ઉતરવાના હતા ત્યાં જ ચેતન પણ આવી ગયો અને હવે અમે ચાર બાદશાહો સ્કૂલ જવા નીકળ્યા મજાક મસ્તી અને એની જોડે જોડે એક અલગ ઉત્સાહ સાથે.


૧૫ મી જૂન ૨૦૦૯ ની એ સવાર પણ કઈ અલગ જ હતી , એક અલગ જ ગુલાબી અને કઈ અનેરો જ ઉમંગ હતો એ સવાર માં . એ વખતે મોબાઈલ લઇ ને જવું થોડું અઘરું હતું સ્કૂલ માં એટલે કોઈ મ્યુઝિક વાગે એ સંભાવના જ નહોતી પણ તોય ખબર નહીં કેમ એ દિવસે મને બેકગ્રાઉન્ડ માં એક અલગ જ મ્યુઝિક વાગતું હોય એવી ફીલિંગ આવતી અને પછી બીજી જ મિનિટે મારી પાસે થી વિહિકલો પસાર થતા હતા તો કોઈ સાયકલ પણ ઘંટડી વગાડતું તો રસ્તા માં ઘણા મોર્નિંગ વોલ્ક વાળા પણ મળતા. આજ બધી ક્રિયાઓ સાથે મોસમ ની મસ્તી માણતા માણતા અમે સ્કૂલ તરફ થોડા આગળ વધતા જયારે સ્કૂલ માં રિઝલ્ટ લેવા ગયેલ અને જે ઘટના ઘટી એ એક પળ માટે આંખો સામે આવી અને વિચાર્યું કે ક્યાં મોઢે લોકો સામે જઈશ પણ દિલ ની અંદર ની એ કુરુશેત્ર ની આગે મને એની સામે પણ લડવા હિંમત આપી અને હું આગળ વધી રહેલ. અને વિચારતો હતો કે લાસ્ટ ટાઈમ ભલે હાથ માં આવેલી બાજી હારી ગયો પણ આ સમયે બાજી તો હું જ મારીશ અને ઘણા બધા બાકી રહેલ સપનાઓ પણ પુરા કરીશ. કહેવાય છે કે જિંદગી દરેક લૂઝર ને એક ચાન્સ જરૂર આપે છે જેમાં એ પોતાની જાત ને વિનર સાબિત કરી શકે આ ડાયલોગ મેં લગભગ ૫ થી ૬ વર્ષ પછી સાંભળ્યો પણ એ સમયે મને અચાનક જ આ મારી લાઈફ લાગી રહેલ અને હું જીતવા માટે અર્જુન ની જેમ મારા જ રચેલ કુરુશેત્ર માં ઉભો હતો જેમાં થી હવે આગળ વધી રહેલ.


ફાઈનલી ઘણા વિચારો , મજાક , મસ્તી અને પાગલપન ની જોડે સ્કૂલ ના દરવાજે આવી પહોંચ્યો હતો અને હવે અહીં થી શરુ થવાની હતી એક નવી જ સફર જેમાં રોમાન્સ , એક્શન , મસ્તી અને ભરપૂર એન્ટરટેઇન હતું જે કદાચ આજે બધું હોવા છતાં પણ ખૂટતું હોય એમ લાગે છે. જિંદગી ની આ બાજી મને હજી નહીં સમજાઈ કે ક્યારેક કઈ ના હોય તોય બધું હોય એવું લાગે અને ક્યારેક બધું જ હોવા છતાં પણ અધૂરું લાગે. પણ છોડો આજે ઘણું બધું લખવું હતું પણ કદાચ હું મારા ફ્લેશબેક માં ખોવાતો હોવ એમ લાગુ છું તો હું સંપૂર્ણ ખોવાઈ જવું એ પહેલા અહીં થી જ આજ ની વાત ને અટકવું છું અને આપ સૌ ને ફરી એક વખત દિવાળી અને નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવું છું.આપ સૌ પર માતાજી ની કૃપા બની રહે અને આપ સૌના બધા જ સપનાઓ પુરા થાય એવી ભગવાન ના ચરણો માં મારુ મસ્તક નમાવી ને પ્રાર્થના. અને હવે એક સોરી એક નહીં બે ખાસ વાત જેની આપ સૌ એકદમ આતુરતાથી રાહ જોવો છો એ જ સરપ્રાઈઝ. મિત્રો પહેલી દિવાળી ગિફ્ટ આવનાર નવા વર્ષ માં હું આપ સૌ માટે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે કઈ નવું કરવા જઈ રહ્યો છું જેના લીધે આપ સૌ એકદમ સરળ રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની અપડેટ લઇ શકો અને આપ ની નાના માં નાની વાત પણ સરળ રીતે તમારા ગમતા કલાકારો સુધી પહોંચે. જેની વિગતવાર જાહેરાત હું ટૂંક જ સમય માં મારા ઓફિશ્યિલ સોશ્યિલ મીડિયા હેન્ડલર થી કરીશ.  અને બીજી ખાસ વાત આપ સૌ મિત્રો અને મને અત્યાર સુધી ઘણો પ્રેમ આપ્યો છે , આપ ના પ્રતિભાવો ની હું દિલ થી કદર કરું છું જે નિયમિતપણે આપ મને મારા સોશ્યિલ મીડિયા પર કે મેસેજ દ્વારા આપો છો અને મારા જ પરિવાર નો એક હિસ્સો બની ગયા છો.તો આ દિવાળી એ હું આપ સૌને મારા જ બિઝનેસ ફેમિલી માં સમાવેશ કરવા માંગુ છું અને આપ સૌ ને મારા પાર્ટનર તરીકે ઓફર આપું છું વધારે માહિતી માટે આપ મને કોલ કરી શકો છો અને જે લોકો જાણે છે એમને એ વાત જણાવતા આનંદ થાય છે કે થોડા સમય પહેલા શરુ કરેલ બિઝનેસ માં આજે મારી જોડે ગુજરાત બહાર ના લોકો પણ જોડાયા છે અને ગઈ કાલે અમે દિલ્હી અને પટણા માં નવા બે આઉટલેટ્સ પણ ઓપન કર્યા  છે અને હજી આ મંથ એન્ડ સુધી માં ઇન્ડિયા ની બહાર પણ આપણી આ સફર શરુ થઇ જશે અને જે પણ લોકો જોડાશે મારી જોડે એમને પ્રથમ મહિને થી જ નફો મળશે એની ખાતરી આપું છું તો આપ મને કોલ અથવા મારા ઓફિશ્યિલ સોશ્યિલ મીડિયા હેન્ડલર પર સંપર્ક કરી ને જલ્દી થી કમાવો. આ ઓફર ફક્ત નવેમ્બર મહિના માટે જ છે 


આવતા મહિના  સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.



ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial


ટિવટર : https://twitter.com/ManthanVThakkar



Comments