લવડોઝ અનલિમિટેડ - ભાગ ૨૧ - ૦૯ ઓક્ટોબર ૨૦૨૧
હેલો મિત્રો કેમ છો બધા? આજે ઓક્ટોબર મહિના નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . મિત્રો અત્યારે નવરાત્રી ચાલી રહી છે તો સૌ મિત્રો ને સૌ પ્રથમ જય માતાજી અને હેપી નવરાત્રી. નવરાત્રી એટલે માતાજી ની શક્તિ અને આરાધના નો પર્વ. પણ આજ પર્વ અને ખાસ રાત્રી ક્યારેક લવરાત્રિ બની જાય છે. આજે વાત કરીશું એવી જ લવરાત્રિ અને પ્રેમ કહાની ની.
નિરેન આપનો ગુજ્જુ બોય પ્રોફેશનલ થી તો એક બેન્ક માં મેનેજર હતો પણ પાર્ટ ટાઈમ ગરબા ટીચર અને ભારે શોખીન. દર વખતે નવરાત્રી સમયે લગભગ એકાદ મહિના પેહલા જ એના ગરબા ક્લાસીસ ચાલુ થઇ જાય અને લગભગ દર નવરાત્રી માં એક વખત નો પ્રિન્સ તો એ હોય જ અને ના પણ કેમ હોય ગરબા માટે એવેર રેડી અને દર વખતે પોતાનું કઈ ન્યુ જ ક્રિએશન હોય. નિરેન ના પાડોશી મીતેન ભાઈ ને ત્યાં ફોરેન થી નવરાત્રી પહેલા જ મહેમાન આવ્યા અને એની છોકરી બરાબર નિરેન ની ઉમર ની જ રહોના દેખાવ માં એકદમ ઈંગ્લીશ ફિલ્મો ની પરી જેવી એમને જોતા જ નિરેન ને એ ગમી ગઈ અને એની જીવનસાથી મળી ગઈ હોય એવી ફીલિંગ આવી પણ આ ગુજ્જુ સાથે એન. આર.આઈ થોડું કોમ્પ્લિકેટેડ નહીં?
કહેવાય છે અગર સાચા દિલ થી કોઈ ને પણ ચાહો તો એ જરૂર મળે છે અને ડેસ્ટીની પણ એના માટે મદદ કરે છે. અને આ વખતે તો માતાની આરાધના નો તહેવાર હતો. રહોના માટે કદાચ આ પ્રથમ નવરાત્રી હતી અને એના પારેવાર ને લઇ ને એને પણ ગરબા શીખવાનું મન થયું અને નિરેન ને જાણો કે લોટરી જ લાગી. નિરેન ને મન તો એક જેકપોટ મળ્યા ની ખુશી થઇ અને એને દિલ થી પુરા પવિત્ર ભાવ સાથે રહોના ને ગરબા શીખવાડ્યા અને નવરાત્રી માં રોજ બંને એક જોડે જ ગરબા કરવા લાગ્યા બંને ની દોસ્તી દિવસે દિવસે વધવા લાગી અને લાસ્ટ ડે પણ આવી ગયો અને નિરેન ને થયું કે આજે દિલ ની વાત કઈ દઉં . અને કદાચ ભગવાન ની પણ આજ ઈચ્છા હશે એ દિવસે બંને જણ પ્રિન્સ અને પ્રિંસેસર્સ બન્યા અને આ બાજુ રહોના ને પણ નિરેન પ્રતિ લાગણી થઇ અને રહોના એ જીત્યા પછી તરત જ સામે થી નિરેન ને પ્રપોઝ કર્યો અને નિરેન ને જાણે ૪૪૪૦૦ નો શોક લાગ્યો અને કઈ બોલી જ ના શક્યો અને પછી બીજી જ મિનિટે એને પણ પોતાના દિલ ની વાત કરી.
તો મિત્રો હતી આ વખત ની લવસ્ટોરી. સાચો પ્રેમ જરૂર મળે છે લોકો કહે છે કે સાચો પ્રેમ ના મળે પણ મારી બધી સ્ટોરી રિયલ છે અને એમાં બધા ને પોતાનો પ્રેમ મળ્યો છે કોઈ ને કોઈ રીતે ઘણી એવી ઈંકમ્પ્લીટ સ્ટોરી પણ છે જે ટૂંક સમય માં મુકીશ પણ એ પહેલા આજ ની સ્ટોરી કેવી લાગી ?
આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment