મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૨૧ - ૦૨ ઓક્ટોબર ૨૦૨૧
હેલો કેમ છો મિત્રો , ૨૦૨૧ ના ઓક્ટોબર ના પ્રથમ રવિવારે આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? આજે ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ. ભારત ના ઇતિહાસ ના બે મહાન વ્યક્તિ અને જેમણે આ દેશ ને આઝાદી અપાવી એવા સ્વાતંત્ર્યસેનાની. આ બંને મહાન વ્યક્તિ ને આજે એમના જન્મદિન નિમિતે વંદન અને બે હાથ જોડી ને પ્રણામ. ગયા મહિને જોયેલ કે બે દિવસ ની રજા તો સૂર્યવંશી બનીને જ પસાર કરી દીધેલ અને હવે લાસ્ટ રજા હતી તો હવે આજે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી.
રજા માણસ ની જિંદગી નો એક બહુ નાનો પણ ખુશી નો મોકો , હા જયારે પણ કોઈ રજા આવે પછી તહેવાર ની હોય કે વિકેન્ડ ની માણસ થોડા દિવસો પહેલા જ એનું પ્લાનિંગ કરે પણ આજે ૯૦% લોકો ના પ્લાંનિંગ પણ એમ જ રહી જાય છે અને એનું સૌથી મોટું કારણ એટલે આળસ અને કદાચ આ જ આળસ માટે જો કોઈ એવોર્ડ હોય તો એ દર વર્ષે મને જ મળે હા ૨૦૦૯ એ સમય થી આજ દિન સુધી ૯૫% રજા મેં મારી આળસ માં જ ખર્ચ કરી અને લાસ્ટ મોમેન્ટ પર થાય કે બોસ આતો રહીજ ગયું. શું તમારે પણ એવું થાય છે તો મને મેસેજ કરજો એ બહાને પણ કદાચ તમને મળી ને થોડો તો ટાઈમ સારા કામ માટે જશે. પણ આ વાત એ સમયની છે જયારે જાત ને કમિટ કરેલ કે ભણવું છે પણ ૨ રજા પત્યા પછી ત્રીજા દિવસે અચાનક જ ઊંઘ જલ્દી ઉઠી ગઈ ને કાળ થી પછી એજ રૂટિન લાઈફ જીવવાના ખ્વાબ સાથે બાલ્કની માં આયો અને અચાનક રેતી માંથી ઉભા થઇ એમ જ મારી અંદર ની આળસ પણ રેતી ની જેમ ખરતી હોય એમ લાગ્યું હું ફટાફટ રેડી થઇ ગયો અને પછી આજે તો ૨ દિવસ નો હિસાબ એક જોડે જ કરી દઉં એવી ભાવના સાથે વાંચવા બેઠો.
આળસ એક મોટો શત્રુ છે એ ગાંધી જી ની વાત આજે મને કદાચ સાચી લાગે છે લગભગ એક કલાક ના વાંચન પછી પાણી પીવા ના બહાને ઉભો થયો અને આ વાત માં ૧૦ થી ૧૫ મિનિટ ક્યાં જતી રહી એ જ ના ખ્યાલ આયો અને પાછો હું વાંચવા બેઠો અને જમવા ઉભો થવું ત્યાં સુધી લગભગ મેં સમાજવિદ્યા ઉફ્ફ સામાજિક વિજ્ઞાન ના બે ચેપટર પુરા પણ કરી દીધા મન માં એક જુસ્સો અને દિમાગ માં ગર્વ કે છેલ્લા દિવસે તો છેલ્લા દિવસે એક સબ્જેક્ટ તો પૂરો કર્યો પણ હવે જાયન્ટ સબ્જેક્ટ અવાનો હતો એ પણ જમ્યા પછી. વિજ્ઞાન અને ટેક્નોલોજી કદાચ એ સમય ના બધા સબ્જેક્ટ માં મારો બીજો ફેવરિટ સબ્જેક્ટ પણ લેન્ધી અને ક્યારેક બોરિંગ. હવે શું કરવું એ તો ખ્યાલ નહોતો પણ તોય થયું કે ચાલ કરી લૈયે અને સ્ટાર્ટ કર્યું કદાચ ૩૦ થી ૪૦ મિનિટ માં જ મેં ફિઝિક્સ નું ફર્સ્ટ ચેપટર પૂર્ણ કરી દીધું અને પછી વિચાર્યું કે કલાક આરામ કરી લઉ . પણ ક્યારેય એવું થયું કે આપણે ધાર્યું હોય કે કલાક સુઈ જવું અને કલાક માં જાગી ગયા હોય? શું તમારી લાઈફ માં એવું થાય છે? મારા માટે તો ઇમ્પોસિબલ છે કેમકે ૩૦-૩૫ મિનિટ તો ઊંઘ આવે એમાં જ જાય છે અને પછી આરામ થી કલાક નો ક્યારે ૪ કલાક થાય એજ ના ખબર પડે બસ એ દિવસે પણ આમ જ ૪ કલાક તો ઊંઘવામાં કાઢ્યા અને આમ કરતા કરતા સાંજ ના ૫ વાગી ગયા .
સાંજે એક હાથ માં ચાનો કપ અને દિમાગ માં શેખ ચલ્લી જેવા સપનાઓ સાથે હું ચાની મજા લઇ રહેલ અને પછી પાછો ફ્રેશ થઇ ને હું ભણવા બેઠો માંડ માંડ અડધો કલાક થયો હશે ને એ જ સમયે બોબી નો અવાજ આવ્યો અને એ ઘર માં પણ . હવે ભણવાનું સાઈડ માં જ રહી જાય અને બીજી વાતો માં ક્યારે કલાક જતો રહ્યો બસ આમજ મારી એ રાજાઓ પુરી થઇ રહી હતી અને હવે સ્કૂલ ની એ સફર શરુ થવાની હતી પણ એ સફર ની કહાની આવતા વર્ષે ... શું થયું ઝટકો લાગ્યો ને હા આવતા મહિને જયારે આપણે મળીશું તો ત્યાં સુધી માં વિક્રમસવંત નું નવું વર્ષ શરુ થઇ ગયું હશે આવતા મહિના થી મારી લાઈફ માં શરુ થયેલ એ નવી સફર વિષે ખુબ મોજ, મસ્તી અને અપ્સ-ડાઉન આવશે તો બી રેડી ફોર ઈટ
આવતા મહિના સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment