લવડોઝ અનલિમિટેડ - ભાગ ૨૦ - ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧
હેલો મિત્રો કેમ છો બધા? આજે સપ્ટેમ્બર મહિના નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . આજે વાત કરીશું એક એવી લવસ્ટોરી જે છે આજ ના જમાનાની પણ અત્યાર સુધી ની દરેક લવસ્ટોરી કરતા કઈ અલગ છે હા મિત્રો પણ શું અલગ છે એ માટે તમારે આખી સ્ટોરી વાંચવી પડશે તો ચાલો વધારે વાતો ના કરતા આગળ વધીયે.
કહેવાય છે કે પ્રેમ થવાની કોઈ ઉમર ના હોય એ તો બસ થઇ જ જાય. પણ ઘણા કિસ્સાઓ માં પ્રેમ પ્રથમ ટાઈમ યુવાની ના શરૂઆત માં થાય છે. સ્કૂલ લાઈફ નો પ્રેમ ઘણા ની લાઈફ માં આ પ્રથમ પ્રેમ જ હશે અને એમાં ના અમુક સફળ પણ થયા હશે તો અમુક આખી જિંદગી દરમ્યાન કોઈ ના ક્રશ જ બની ને રહી ગયા હશે.. સ્કૂલ લાઈફ નો આ પ્રેમ કદાચ માસૂમ પણ એટલો જ હોય છે હા આજે થોડું એમાં પણ પરિવર્તન આઈ ગયું છે ઘણી ટેક્નોલોજી અને મોર્ડનિઝાશન ને લીધે પણ તોય ઘણી લવસ્ટોરી આજે પણ એવી જ માસૂમ અને પવિત્ર છે. આજે એવી જ એક વાત કરીયે પવન અને નેત્રા ની.
પવન એક આમિર ઘર નો છોકરો એના પપ્પા ની બદલી થવાને લીધે નવી જગ્યે આવ્યા અને સ્કૂલ પણ નવી પણ પહેલેથી જ આમિર ઘર અને આમિર વાતાવરણ માં રહેવાથી એક આઝાદી હતી અને બીજી બાજુ નેત્રા એક મિડલક્લાસ ની છોકરી જેને બાળપણ થી જ જતું કરવાની અને સત્ય બોલવાની તથા વડીલો ની આજ્ઞા નું પાલન કરવા ટેવાયેલ. ફર્સ્ટ ટાઈમ બંને સ્કૂલ માં મળ્યા અને નેત્રા ને પવન ગમી ગયો પણ પવન માટે છોકરી નવાઈ નહોતી એ તો નામ ની જેમ જ પવન જેવો હતો જ્યાં જ્યાં જાય ત્યાં એક લહેર ની જેમ જ બધે તોફાન લાવી દે અહીં પણ બહુ જલ્દી એના મિત્રો બની ગયા અને બધી છોકરીઓ એના પ્રેમ માં પણ પડી ગઈ.
પવન ને અમુક ખરાબ આદત હતી અને એમાં જ એક સ્મોકિંગ ની એક વખત સ્કૂલ ઈસ્પેક્શન ટાઈમે સ્કૂલ માં સિગરેટ મળી અને આ પવન ની હતી જે વાત નેત્રા ને ખબર પડી ગઈ અને પ્રિન્સિપાલ ને આ વાત કઈ દીધી બસ અહીં થી જ બંને વચ્ચે ખટપટ ચાલુ થઇ અને આ ખટપટ એક જંગ માં આવી સ્કૂલ ના બીજા લોકો એ પવન ને ચેલન્જ કરી ને કહ્યું કે તું સાચો રોમિયો હોય તો નેત્રા ને પતાવી ને બતાવ અને પવન એ પણ આ ચેલેન્જ સ્વીકારી.
ચેલેન્જ લીધા પછી બંને ની લાઈફ માં એક તોફાન અવાનૂ હતું .હવે પવન ધીમે ધીમે નેત્રા ની નજીક અવની કોશિશ કરતો હતો કોઈ પણ વાત ને લઇ ને એ સુધરી ગયો હોય અને દરેક પળ બીજા ની મદદ કરતો હોય એવો ઢોંગ કરી રહેલ અને ધીમે ધીમે નેત્રા ની સાથે દોસ્તી પણ કરી. હવે ધીમે ધીમે નેત્રા ને ઈમ્પ્રેસ કરી રહેલ અને થોડાક જ દિવસો માં એ જાણી ગયો કે નેત્રા એને પ્રેમ કરી રહી છે પણ કહેવાય છે ને પ્રભુ સૌથી મોટો જાદુગર છે કઈ રીતે ક્યાં જાદુ કરી જાય ખ્યાલ જ ના આવે અને બસ અહીં પણ ઘણા અપ્સ - ડાઉન આવી ગયા અને પવન ને થયું કે એ ખોટું કરી રહ્યો છે નેત્રા જોડે કેમકે એ બહુ પવિત્ર અને સીધી છે પણ મન માં શરત આવી ગઈ
હવે પવન પણ નહોતો સમજી રહ્યો કે શું થઇ રહ્યું છે ઘણી વાર એ નાટક ની જગ્યે સાચે જ નેત્રા ની મદદ કરી રહ્યો હતો અને એની જોડે એને પોતાની લાઈફ પણ અલગ લગતી હતી. આ જ સમયે મનાલી ની ટ્રીપ નું આયોજન થયું. અને પવન પોતાની ચેલેન્જ પુરી કરવા સક્ષમ હતો. પવન ને પ્રોપર ટાઈમ જોઈને નેત્રા ને મનાલી માં પ્રપોઝ કર્યું અને આ બાજુ નેત્રા એ પણ પોતાનો એકરાર કર્યો પણ એજ સમયે બીજા જેમને ચેલેન્જ કરેલ એ બધું સત્ય કઈ દીધું અને નેત્રા નું દિલ તૂટી ગયું પણ આ બાજુ પવન સાચે જ પ્રેમ કરવા લાગેલ અને હવે પવન નેત્રા કરતા વધુ દુઃખી હતો.
પવન માટે આખી જિંદગી હવે નર્ક લગતી હતી. પણ પવન હાર માંડે એમ નહોતો એને વારંવાર પોતાની જાત ને સાબિત કરી ને સત્ય પણ જણાવ્યું અને પછી નેત્રા પણ માની ગઈ અને બંને એક બીજા ની જોડે પોતાની લાઈફ ગુજારવા લાગ્યા.
તો મિત્રો હતી આ વખત ની લવસ્ટોરી. સાચો પ્રેમ જરૂર મળે છે લોકો કહે છે કે સાચો પ્રેમ ના મળે પણ મારી બધી સ્ટોરી રિયલ છે અને એમાં બધા ને પોતાનો પ્રેમ મળ્યો છે કોઈ ને કોઈ રીતે ઘણી એવી ઈંકમ્પ્લીટ સ્ટોરી પણ છે જે ટૂંક સમય માં મુકીશ પણ એ પહેલા આજ ની સ્ટોરી કેવી લાગી ?
આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment