મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૨૦ - ૦5 સપ્તેમ્બર ૨૦૨૧




હેલો કેમ છો મિત્રો , ૨૦૨૧ ના સપ્ટેમ્બર  ના પ્રથમ રવિવારે આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? આજે ટીચર્સ ડે અને આજ ના આ પાવન દિવસે સૌ પહેલા હું મારા તમામ શિક્ષકો નો દિલ થી આભારી છું લાઈફ ના ઘણા મોમેન્ટ પર , ઘણા ટ્રેનિંગ પોઇન્ટ પર કોઈ ને કોઈ રીતે મારા શિક્ષકો એ મને મદદ કરી અને એક નવી પ્રેરણા પડી આ શિક્ષક તરીકે સ્કૂલ , કોલેજ ના ફેકલ્ટીઝ , મિત્રો , પારેવારજનો તો ક્યારેક કોઈ અચાનક જ લાઈફ માં આવી ગયું હોય અને કઈ જ્ઞાન આપી ગયું એ તમામ શિક્ષકો નો આજે દિલ થી આભાર.. આજે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી.




ગયા મહિને આપણે જોયેલ કે લાઈફ માં એક બીજો ટર્નિંગ પોઇન્ટ અવાનો હતો , આગાઉ કરેલ ભૂલ નું મોટું પરિણામ ભોગવવાનું હતું પણ જેમ દર વખતે મારી લાઈફ માં કોઈ ને કોઈ એક શિક્ષક બની ને આવતું હતું એ જ રીતે અહીં કદાચ ભગવાન જ મારી જોડે ઉભા રહેવા આવેલ અને લાઈફ માં એક રેસ્ટ મળે એનું આયોજન થઇ ગયેલ. જૂન નો એ મહિનો સ્ટાર્ટ થઇ ગયેલ , સ્કૂલ પણ સ્ટાર્ટ થવાની હતી અને બસ હવે ટ્યૂશન માં પણ ૩-૪ દિવસ ની રજા મળી ગઈ હતી ફ્રેશ થવા માટે એક આનંદ છવાઈ ગયો કે બોસ આ રજા માં તો આપણે જંગ જીતી લઈશું , આ સબ્જેક્ટ પ્રોપર કરી લઈશ પણ શું ખરેખર આપણે જે ઇચછીએ એ થાય છે ખરું? જવાબ હા પણ અને ના પણ. ૯૯% કેસ માં જવાબ ના આવે પણ ૧% કેસ માં જવાબ હા હોઈ શકે અને લાઈફ માં કોઈ પણ સફળતા માટે આ ૧% ખુબ મહત્વનો ભાગ ભજવે છે. પણ એ સમયે હું બીજા ૯૯% માં હતો.


૯૯% .. ગજબ નો નમ્બર છે , એક્ચુલી આ ગણિત વિષય સ્કોરિંગ છે પણ લાઈફ નું ગણિત બહુ અઘરું છે જો તમે કોઈ રેસ માં હોવ કે પરીક્ષા હોય તો ૨ કરતા ૧ મોટો પણ બીઝ્નેસ્સ કે જોબ માં પૈસા ની ગણતરી કરો તો ૧ કરતા ૨ વધુ બસ લાઈફ માં પણ એવું જ કઈ હોય છે જે કદાચ એ વખતે હું નહોતો સમજ્યો કેમકે  એ સમયે મને સમાજવિદ્યા ના ઇતિહાસ કે ઇકોનોમિક માં કોઈ રસ નહોતો પડતો પણ હું તો મારા ઇતિહાસ ને મહતાપૂર્ણ બનાવામાં મશગુલ હતો અને ઇતિહાસ ની પાછળ ની એ મૃગજળ ની દોડ મને વાસ્તવિકતા થી અલગ જ લઇ જતી હતી.અને હું મારા ટ્રેક થી અલગ જ નીકળેલ મને એવું હતું કે બધા થી અલગ કરીશ તો જીતીશ પણ વાસ્તવિકતા માં સફળ થવા માટે બધા ને સાથે લઇ ને ચાલવું પડે છે અને લોકો કરતા એજ ભીડ માં સેમ કામ ને જ અલગ રીતે કરવું પડે નહીં કે અલગ કામ ને. પણ હશે આ મને બહુ લેટ સમજાયું કદાચ હજી ક્યારેક પણ એમાં ભૂલ થઇ જાય છે .


ત્રણ દિવસ ની રાજા સાંભળી ને જ ખુશ થઇ ગયેલ અને ક્યાં સબ્જેક્ટ કરીશ એમાં જ લાગી ગયો પણ પેહલા દિવસ તો જમી ને થોડી વાર સુઈ ગયેલ પછી સાંજે ગણિત લીધું અને ૧-૨ સમ કર્યા પછી પાછો બાલ્કની માં ઉભો રહી ગયો અને બસ પછી સમય ક્યાં ગયો એજ ના ખ્યાલ આયો અને રાતે પાછો જમી ને સમાજ લઇ ને વાંચવા બેઠો પણ એક ચેપટર માંડ માંડ કરી ને પૂરો કર્યો અને સુઈ ગયો અને બીજે દિવસે આમ તો હું પાક્કો રઘુવંશી છું પણ રજા ના દિવસે સૂર્યવંશી બની જવું છું અને એક માત્ર રિસન છે એનું કે આઈ એમ યેટ લેઝી.


બસ પાછો બીજા દિવસે તૈયાર થઇ ને પાછો બાલ્કની માં આયો અને કોઈક જાદુ કરી ગયું જાણે હવા એક અલગ મોશન માં જ ચાલી રહી હતી , વાતાવરણ માં એક અલગ જ ખુશ્બુ આવી રહી હતી ખબર નહીં એક કે લાઈફ ના આ સિનેમાસ્કોપ માં ઉપર ના ડિરેક્ટરે કયો રોલ સેટ કરેલ કે પછી લાઈફ માં કોઈ ન્યૂ જ અવાનૂ હોય .


બસ મારી રજાઓ પણ આ રીતે જ પુરી થઇ રહીં હતી અને લાઈફ નો આગળ નો પાર્ટ મહત્વનો થવાનો હતો જેમાં હું એક સિંગલ હીરો જે મલ્ટીપલ જેનર પ્લેય કરવાનો હતો . પણ એ બધું આવતા મહિને ત્યાં સુધી આટલું જ .


આવતા મહિના  સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.


 


ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

ટિવટર : https://twitter.com/ManthanVThakkar


Comments