મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૧૯ - ૦૧ ઓગસ્ટ ૨૦૨૧



હેલો કેમ છો મિત્રો , ૨૦૨૧ ના ઓગસ્ટ ના પ્રથમ રવિવારે આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? આજે આપ સૌ મિત્રો ને વિશ્વ્ મૈત્રી દિન ની હાર્દિક શુભકામનાઓ. આજે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી.


ગયા મહિને જોયેલ કે મારી સવાર સવાર માં ધનુષ જેવી એન્ટ્રી થયેલ અને મેં કીધું હતું કે કેમ ધનુષ એ પછી કઈશ એ દિવસે હું નીચે આવી ગયો પણ પછી ફટાફટ તૈયાર થઇ ને મારે નીકળવાનું હતું ટ્યૂશન માટે અને હું જલ્દી તૈયાર થઇ ગયો અને ટ્યૂશન જવા નીકળ્યો પણ ત્યારે લોકો મને અલગ નજરે જ જોતા હતા. હું નીચે ઉતર્યો અને ધીમે ધીમે મારા કદમ ટ્યૂશન તરફ આગળ વધી રહેલ ત્યાં જ આગળ થી બીજા મિત્રો પણ મારી સાથે જોડાયા અને અમે સૌ ટ્યૂશન પહોંચ્યા અને એક્ઝામ માં નીચે નો રૂમ ફુલ હતો એટલે અમારે ઉપર ના માળ માં બેસવાનું હતું ત્યાં જ મારી ખાસ ઓળખાણ ચેતન જોડે થઇ , હા ચેતન મારી ૩ ઇડિયટ ની સફર નો મારા પછી નો  એક બીજો ઇડિયટ. અને એટલા માં જ ત્રીજો ઇડિયટ પણ અમારી જોડે આવ્યો અને એ ત્રીજો ઇડિયટ એટલે કે બોબી.  હવે અમે ૩ ઉપર ગયા અને એક્ઝામ માટે બેસી ગયા , એક્ઝામ આપી ને અમે ફટાફટ ઉભા થઇ ગયા અને સાંજે ફરી ક્લાસ્સ હતા એટલે ઘરે જવા નીકળતા હતા પણ ચેતન અત્યારે બીજે રહેતો હતો એટલે હું અને બોબી અમે જોડે જવા નીકળ્યા. વાતો કરતા કરતા ક્યારે ઘર આવી ગયું એ જ ના ખબર પડી અને બાય કહીને અમે છુટા પડ્યા પણ હવે અમે તો એક બીજા ના બંધુ બની ગયેલ. 


સાંજે ફરી એજ રાબેતા મુજબ હું ટ્યૂશન માટે જવા નીકળેલ કે બોબી આઈ ગયો અને અમે જોડે નીકળ્યા અને ત્યાં ચેતન પણ આવી ગયેલ તો અમે ત્રણેય જોડે જ બેઠા પણ મેં કીધેલ કે આ ૩ ઇડિયટ માં ઘણી વાર એકાદ કેરેક્ટર ચેન્જ પણ હતો અને એ કેરેક્ટર એટલે બોબી ,અને એના રીપ્લાસેમેન્ટ માં વિનાયક.  બસ મારા ૧૦ માં ધોરણ ના ફિલ્મી સફર ની હજી તો શરૂઆત જ થઇ હતી અને સ્કૂલ પણ થોડા સમય માં ઓપન થવાની હતી પણ એ પહેલા અમે ઘણી યાદો બનાવેલી તો સ્કૂલ શરુ થાય પછી ની તો સફર જ એક અલગ મોડ પર જવાની હતી. ઘેલછા અને પરિબળો નો સમન્વય શરુ થવાનો હતો તો બીજી બાજુ મારી કુંડળી નો અને મારા ભાગ્ય માં રાહુ નો પ્રવેશ થઇ રહ્યો હતો. 


મારા જીવન માં કરેલ અગાઉ ભૂલને ખુબ મોટું પરિણામ ભોગવવાનું હતું જેની તૈયારી શરુ થઇ ગઈ હતી અને મને આનો અંદાજ પણ નહોતો કે ખોટા સમયે બ્રેક મારેલ ગાડી ને પેનલ્ટી કરતા પણ વધારે કોઈ ના જીવ સુધી નુકશાન કરાવી શકે છે તે વાત કુદરત મને સમજાવવા માંગતી હતી અને એનું શુભ મુહૂર્ત પણ કુદરતે જ કરી દીધેલ. તમે વધારે ના વિચારો , સમય આવતા સ્ટેપ બાય સ્ટેપ બધું જ જણાવીશ પણ આજે આટલું જ.


આવતા મહિના  સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

 

ટિવટર : https://twitter.com/ManthanVThakkar

Comments