લવડોઝ અનલિમિટેડ - ભાગ ૧9 - ૦૭ ઓગસ્ટ ૨૦૨૧




હેલો મિત્રો કેમ છો બધા? આજે ઓગસ્ટ મહિના નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ  આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . આજે વાત કરીશું એક એવી લવસ્ટોરી જે છે આજ ના જમાનાની પણ અત્યાર સુધી ની દરેક લવસ્ટોરી કરતા કઈ અલગ છે હા મિત્રો પણ શું અલગ છે એ માટે તમારે આખી સ્ટોરી વાંચવી પડશે તો ચાલો વધારે વાતો ના કરતા આગળ વધીયે.


કિશન એકદમ કૃષ્ણ જેવો જ નિખાલસ અને મસ્તીખોર. હૈદરાબાદ ની કોલેજ માં ભણતો હતો અને એજ સમયે એકદમ સુંદર અને પેહલી નજરે જ ગમી જાય એવી ધારા. બંને કોલેજ ના ફર્સ્ટ યર માં એક બીજા ના પ્રેમ માં પડ્યા અને છેક લાસ્ટ યર સુધી બંને એકબીજા ની સાથે આખી જિંદગી જીવવાના સપના પણ સેવી દીધા પણ ભગવાને કઈ અલગ જ વિચારેલ. કિશાન કૃષ્ણ જેવો જ પરાક્રમી જો કોઈ ની સામે ઉભો થઇ જાય તો સામે આખી આર્મી પણ ઓછી પડે.


કોલેજ પછી બંને પોતાના પરિવાર ને જણાવે એ પેહલા જ ધારા ના પિતા એ ધારા ના લગ્ન શહેર ના પ્રતિષ્ઠિત યુવક સાથે લગ્ન નક્કી કર્યા પણ જેટલા ફેમસ હોવ એટલા જ તમારા દુઃસ્મન વધારે હોય અને અહીં પણ એજ થયું. ધારા ના હાથ માં લગ્ન ની મહેંદી લાગી અને જાન પણ આવી ગઈ પણ એજ સમયે એક બ્લાસ્ટ કરવામાં આવ્યો અને એમાં ધારા ના પતિ નું મોત થયું પણ ધારા આ પછી પણ પોતે સાસરે જ ગઈ અને એક દિવસ જયારે તે પોતાના પતિ ની વિધિ માટે જય રહેલ ત્યાં જ ફરી દુશમ્નો એ હુમલો કર્યો અને એમાં એના સસરા અને બીજા પરિવાર ને મારવાનો પ્લાન હતો.


બધું જ પ્લાન મુજબ થઇ ને આખા પરિવાર ને મોત ના ઘાટે ઉતારવામાં આવતા પણ એજ સમયે કિશન ની ફરી એન્ટ્રી થઇ અને અચાનક જ એને ધારા ને જોતા જ એના માં એક આગ ભડકી અને દુશમ્નો ને જ મોત ના ઘાટે ઉતારી દીધા અને આ બાજુ ધારા પણ પોતાને રોકી ના શકી અને ધારા ના સસરા વાળા એ પણ આ બંને ને સ્વીકારી ને બંને ના લગ્ન કરવાનું નક્કી કર્યું.


તો મિત્રો હતી આ વખત ની લવસ્ટોરી. સાચો પ્રેમ જરૂર મળે છે લોકો કહે છે કે સાચો પ્રેમ ના મળે પણ મારી બધી સ્ટોરી રિયલ છે અને એમાં બધા ને પોતાનો પ્રેમ મળ્યો છે કોઈ ને કોઈ રીતે ઘણી એવી ઈંકમ્પ્લીટ સ્ટોરી પણ છે જે ટૂંક સમય માં મુકીશ પણ એ પહેલા આજ ની સ્ટોરી કેવી લાગી ?


આવતા  અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.


ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar 

Comments