લવડોઝ અનલિમિટેડ - ભાગ ૧૮ - ૧૦ જુલાઈ ૨૦૨૧




હેલો મિત્રો કેમ છો બધા? આજે જૂન મહિના નો ત્રીજો  રવિવાર પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા રવિવારે આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . આજે વાત કરીશું એક એવી લવસ્ટોરી જે છે આજ ના જમાનાની પણ અત્યાર સુધી ની દરેક લવસ્ટોરી કરતા કઈ અલગ છે હા મિત્રો પણ શું અલગ છે એ માટે તમારે આખી સ્ટોરી વાંચવી પડશે તો ચાલો વધારે વાતો ના કરતા આગળ વધીયે.


શ્રેયા આજ ના જમાનાની પણ બધા કરતા અલગ સંસ્કારી અને એની સાથે સાથે મોડર્ન પણ એટલી જ . ફક્ત ૨ મિનિટ માં જ કોઈ નું પણ દિલ જીતી લે. એક બ્રાહ્મણ કુટુંબ માં જન્મેલ આર્થિક પરિસ્થિતિ માધ્યમ પણ સંસ્કાર અને વિનમય માં આખી દુનિયા કરતા પણ આમિર. શ્રેયા ને બાળપણ થી જ મ્યુઝિક નો ખુબ શોખ હતો અવારનવાર સ્કૂલ માં પણ સાંસ્કૃતિક કાર્યકમો માં ભાગ લે અને આજ આદત એને કોલેજ લાઈફ માં પણ કામ આવી. પોતાની કોલેજ ના યુથ ફેસ્ટ માં ફર્સ્ટ આવી અને હવે યુનિવર્સીટી નો યુથ ફેસ્ટ હતો જેમાં એની ટક્કર ઘણા લોકો સાથે હતી પણ શ્રેયા રંગ રૂપ થી જ નહીં સંગીત માં પણ એટલી જ સુંદર હતી. યુથ ફેસ્ટ માં એક પછી એક પરફોર્મન્સ થયા અને લાસ્ટ માં ૨ લોકો વચ્ચે હરીફાઈ હતી એક શ્રેયા અને એક દેવ. દેવ એક આમિર કુટુંબ નો છોકરો હતો પણ કોઈ ખરાબ આદત નહીં કે ના કોઈ અભિમાન. એના ઘરે ફક્ત એની માં જ હતી એના પિતા નું અવસાન નાનપણ માં જ થયેલ .


હવે ફાઇનલ માટે હઝારો ની ભીડ લાગી અને અમને સામને હરીફાઈ ચાલુ થઇ બંને સ્ટેજ પર પહોંચ્યા અને માં સરસ્વતી ની પ્રાર્થના થાકી બંને વચ્ચે હરીફાઈ શરુ થઇ. બંને જન એક બીજા ને ટક્કર આપતા હતા અને આ ટક્કર જ એમના માટે પ્રેમ ની હરીફાઈ થઇ ગઈ. અચાનક આ ટક્કર ને લીધે બંને એક બીજા ની નજરો માં વસી ગયા અને બંને ને એક બીજા સાથે પ્રેમ થઇ ગયો ક્યારે બંને પોતાના સંગીત ને ભૂલી ને એક બીજા માં ખોવાઈ ગયા એજ ના ખબર પડી અને આ બાજુ ફર્સ્ટ ટીમે સંગીત માં બે વિનર જાહેર થયા અને બંને એક બીજા ને અભિનંદન કહી ને ઇનામ લીધું પણ આજે આખી રાત બંને ને ઊંઘ ના આઈ. બંને એક બીજાને ફરી મળવા માંગતા હતા પણ કઈ રીતે ? પણ કહેવાય છે ને કોઈ ને સાચા દિલ થી માંગો તો બ્રહ્માંડ પણ એ આપે છે અને અચાનક બીજા દિવસે બંને સવારે ભગવાન પાસે એક બીજા ને માંગવા ગયા અને ભગવાને ૫ મિનિટ માં બંને ને મેળવી દીધા. અને બંને એકબીજા સાથે વાતો કરી ને પછી ધીમે ધીમે પોતાના પ્રેમ નો એકરાર કર્યો. 


એકાદ મહિના માં જ બંને ના પરિવારો એ આ બંને ના લગ્ન કરી દીધા અને બંને ભવ ભવ ના સાથી બની ગયા. તમને લાગતું હશે કે સ્ટોરી હેપ્પય એન્ડિંગ આવી ગયું પણ ના મિત્રો સ્ટોરી તો હજી ઈન્ટરવલ પર પહોંચી છે અસલી સ્ટોરી તો હવે શરુ થશે. દિવસો પસાર થઇ રહેલ અને ધીમે ધીમે મહિનો થવા આવેલ અને બંને પોતાની ફર્સ્ટ મંથ એનિવર્સરી ઉજવવા ના હતા એટલે બંને એક બીજા માટે ગિફ્ટ પણ લેવાના હતા અને આ માટે જ દેવ પણ ગિફ્ટ લેવા બહાર ગયો અને પછી ગિફ્ટ લઇ ને એક અલગ જ હરખ માં ઘેર આવી રહેલ ત્યાં જ એક ટ્રક ની બ્રેક ફેલ થઇ અને એ દેવ ના મોત નું કારણ બની ગઈ. જે દિવસ બંને ની જિંદગી નો ખુશી નો દિવસ હતો એ જ દિવસ એક જ પળ માં દુઃખમાં છવાઈ ગયો. શ્રેયા એ જોયેલા આખી જિંદગી ના સપનાઓ પળ માં જ તૂટી ગયા અને બધી આશાઓ એક જ પળ માં તૂટી ગયા . જેને અખંડ સૌ ભાગ્યવતી ના આશીર્વાદ મળેલ એજ પળ માં જ વિધવા બની ગઈ પણ તોય મક્કમ મને દેવ ની માં ને સાંત્વના આપી ને ધીમે ધીમે પોતે પોતાના દિલ ને હિંમત આપી રહી હતી. 


આ સમય પણ કાચબા ગતિ એ આગળ વધી રહેલ બધા એ શ્રેયા ને કહ્યું કે ફરી બીજા કોઈ જોડે જીવન શરુ કરે પણ કયા આધારે કરે .જેના માટે આખું જીવન કુરબાન કરેલ એજ કુરબાની આપી ને જિંદગી ની સફર માં અધઃ વચ્ચે મૂકીને જતો રહ્યો. આજ ના સમયે લોકો વિધવા ને પણ અલગ નજર થી જોવે છે એમાં પણ આ તો હજી નવપરિણીત વિધવા થયેલ અને આના રંગરૂપ તો કોઈ અપ્સરા ને પણ પાછળ પડે એવા હતા અને આજ કારણોસર એક વખત માર્કેટ માં શ્રેયા ઘર નો સમાન લેવા ગઈ ત્યારે અમુક લફન્ગાઓ એ આની મજાક શરુ કરીને બીભત્સ કમેન્ટ પણ કરી અને છેડતી શરુ કરી પણ આ બેશરમ સમાજ નિર્દય રીતે જોઈ રહેલ એની મદદ ની જગ્યે ફક્ત તમાશો જોતો રહ્યો પણ દ્રૌપદી ની લાજ બચાવવા પણ શ્રી કૃષ્ણ આવેલ તો એમને અહીં પણ રાજ ને મોકલી દીધો . રાજ અમેરિકા રિટર્ન હતો પણ આજે પણ ભારતીય પરંપરા ની એ ઈજ્જત કરતો અને એને આ દ્રશ્ય જોઉં અને એનું લોહી ઉકલી ગયું અને એક જ જાતકે ગુંડાઓ ને માર મારી ને ઘાયલ કરી દીધા ત્યારે જ એક પંડિત આવ્યા અને કહ્યું બેટા કોણ છે તું અને તે આજે જે કર્યું એ ભગવાન જ કરી શકે એમ કહી ને આભાર માન્યો આ બાજુ રાજ ને પણ શ્રેયા ને જોઈ ને પ્રેમ થઇ ગયો હતો પણ એના વિષે એ કઈ જાણતો નહોતો એટલે એણે પંડિત જી પાસે બધી માહિતી મેળવી અને પછી ધીમે ધીમે એ શ્રેયા ની નજીક આવા ના પ્રયાસ કરતો પણ શ્રેયા માટે તો દેવ જ સર્વસ્વ હતો. રાજ ૩ મહિના સુધી શ્રેયા ને મનાવતો રહ્યો પણ એના પરિવાર ના લોકો એ પણ શ્રેયા ને સમજાવી પણ શ્રેયા માનવા જ તૈર્યાર નહોતી પછી અચાનક શ્રેયા ના જન્મદિવસે રાજે શ્રેયા ને એક સંગીતમય સાંજ માટે આગમન આપ્યું અને ત્યાં બધા ની ઈચ્છા ને માંન આપવા શ્રેયા પણ ત્યાં ગઈ.


શ્રેયા ને જોઈ ને રાજ ને લાગ્યું કે કદાચ એનું દિલ પીગળી ગયું હશે અને એ ખુશી ના મારે શ્રેયા ને થોડી ખુશ કરી અને પછી શ્રેયા ને હસ્તી જોઈ ને બધા ની સામે એણે શ્રેયા ને પ્રપોઝ કર્યો પણ શ્રેયા એ જોર થી રાજ ને એક થપ્પડ મારી ને ત્યાં થી રડતી નીકળી ગઈ પણ રાજ ને આખી પરિસ્થિતિ ખબર હતી એટલે એ કઈ જ ના બોલ્યો આ બાજુ દેવ ની મમ્મી માટે પણ રાજ એનો દીકરો બની ગયેલ કેમકે રાજ નું પોતાનું કોઈ નહોતું એણે શ્રેયા ને કહ્યું કે રાજ મારો દીકરો જેવો છે અને એનું પણ કોઈ નથી પછી ધીમે ધીમે શ્રેયા ને પણ ભાન થયું અને એણે રાજ ની માફી માંગી અને એ ધીમે ધીમે રાજ ને મળવા લાગી. આ ધીમે ધીમે જ શ્રેયા ને ફરી એક વખત પ્રેમ થયો અને રાજ માટે પણ શ્રેયા નો પ્રેમ સાચો બન્યો બંને એક બીજા ને પ્રેમ કરતા કરતા લગ્ન કર્યા અને આજે બંને સોરી ત્રણેય દેવ ની મમ્મી પણ આજે અમેરિકા છે અને રાજ અને શ્રેયા ને પણ એક દીકરો છે. 


તો મિત્રો હતી આ વખત ની લવસ્ટોરી. સાચો પ્રેમ જરૂર મળે છે લોકો કહે છે કે સાચો પ્રેમ ના મળે પણ મારી બધી સ્ટોરી રિયલ છે અને એમાં બધા ને પોતાનો પ્રેમ મળ્યો છે કોઈ ને કોઈ રીતે ઘણી એવી ઈંકમ્પ્લીટ સ્ટોરી પણ છે જે ટૂંક સમય માં મુકીશ પણ એ પહેલા આજ ની સ્ટોરી કેવી લાગી ?

આવતા  અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.


 


ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial


ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar

Comments