લવડોઝ અનલિમિટેડ - ભાગ ૧૭ - ૧૪ જૂન ૨૦૨૧
હેલો મિત્રો કેમ છો બધા? આજે જૂન મહિના નો ત્રીજો રવિવાર પણ એના કરતા પણ મહત્વની વાત એ કે ગયા વખતે બીજા રવિવારે આપણે લવસ્ટોરી ની વાત કરીયે છીએ. પણ ત્યારે મેં વેક્સીન લીધેલ હોવાથી આ અંક પબ્લિશ ના થઇ શક્યો માટે આજે એજ અંક મુકીયે છીએ
રાજ અને રિયા બંને લખો લોકો ના દિલો ની ધડકન અને બંને રહીશ કુટુંબ ના લગ્ન ઇચ્છુક યુવાનો. બંને ના પરિવાર પણ પાંચ ગામ માં પૂજાતા અને પૈસાથી જ નહીં પણ સંસ્કાર થી પણ એટલા જ આમિર. બંને ના એક પારિવારિક મિત્ર ના મેરેજ માં ડેસ્ટિનેશન વેડિંગ માટે બંને જેસલમેર ગયા અને ત્યાં જ આમના પણ લગ્ન નક્કી કરવાનું પરિવાર એ વિચારેલ.
બંને એક બીજા ને ફર્સ્ટ ટાઈમ મળ્યા તો બંને એક બીજા ને રિજેક્ટ કર્યા કેમકે બંને એક બીજા ની નજર માં પરિવાર ને લીધે ખુબ નહીં પણ વધુ પડતા સંસ્કારી નો દેખાવ કરતા હતા અને રિયલ લાઈફ માં બંને એક બીજા માટે એક બિન્દાસ્ત લાઈફ પાર્ટનર શોધતા હતા પણ આ પરિવાર ની ખોટા આગ્રહ ને લીધે બંને એક બીજા ને દેખાવ કરતા હતા. પણ લગ્ન હોય અને મજાક મસ્તી ના હોય કે ડાન્સ ના હોય તો કેમ ચાલે. બંને છોકરી વાળા તરફ થી જ હતા અને છોકરા વાળા ની સામે બંને લોકો કુદરતી રીતે જ એક થઇ ગયા અને ખોટા દેખાવ પર પડદો પડી ગયો આજ દિવસ પછી બંને ને એક બીજા માટે લાગણી થઇ અને બંને એક બીજા ને મળવા નું વિચારે છે બસ આજ રીતે બંને ની લવસ્ટોરી શરુ થઇ અને પછી આ જ લવસ્ટોરી લગ્ન મંડપ સુધી લઇ ગઈ
આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment