મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૧૭ - ૦6 જૂન ૨૦૨૧


 

 

હેલો કેમ છો મિત્રો , ૨૦૨૧ ના જૂન ના પ્રથમ રવિવારે આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા?આજે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી.

 

લાસ્ટ ટાઈમ આપણે જોયું કે ૪૦૦ ની સ્પીડ પર ધબકેલ અને ત્યાં જ હિંમત ને ખુટવાનું હતું અને જોરદાર બ્રેક વાગેલ અને બીજા દિવસે એક નવો કાળ આવવાનો હતો પણ એ એક નવા ટર્નિંગ પોઇન્ટ થવાનો હતો. માઉન્ટ આબુ ના રસ્તા ની જેમ મારી લાઈફ પણ અપ્સ-ડાઉન લઈ રહી હતી.લોકો વેકેશન માનવી રહ્યા હતા અને હું દસમા ધોરણ ની તૈયારી માં હતો મારા માટે આ સફર એક નવી મુસાફરી પર હતી.

 

મારા માટે દસમું એ ફરી એક કુરુક્ષેત્ર ના મેદાન જેવું હતું જ્યાં મારા જ બધા મિત્રો સામે લડી ને જીતવાનું હતું અને પોતાની લાઈફ માટે લડવાનું હતું પણ એ વખતે એ નહોતી ખબર પડતી કે મૃગજળ ની દોડ માં અંત નિર્થક જ હોય છે . દરેક કામ કરવા માટે ૨૦૦ % મહેનત જરૂરી છે એજ ખ્યાલ ને દિમાગ માં લઇ ને ફરી રહેલ પણ ત્યારે ના તો હું કોઈ સ્માર્ટ વર્કર હતો કે સ્માર્ટ વર્ક કઈ રીતે કરવું એ પણ ખ્યાલ નહોતો. કદાચ એ વખતે સ્માર્ટ વર્ક નો ખ્યાલ આવ્યો હોત અને એનો કન્સેપટ પણ ખ્યાલ હોત તો 50% મહેનત તો એમ જ ઘટી જાત પણ કહેવાય છે ને દસમા ની એક્ઝામ એક જ વખત લાઈફ માં આવે છે ભલે ૧૨ માં ને પણ બોર્ડ ની એક્ઝામ ગણે પણ લોકો ૧૦ માં ના જ માર્ક્સ પૂછશે આગળ એ વાત ને ત્યારે પણ સિરિયસ લીધેલ અને આજે પણ સિરિયસ લાગે છે.

 

મારી લાઈફ ના એ કુરુક્ષેત્ર ના એ યુદ્ધ ને તો હજી મહિનાઓ ની વાત હતી પણ એની તૈયારી અત્યાર થી જ ચાલી રહી હતી. બધાને અર્જુન બનવું હતું પણ કોઈ કર્ણ બનવા તૈયાર નહોતું અને હું પણ અર્જુન ની જ રાહ જોઈ રહ્યો હતો. મારી લાઈફ ના કુરુશેત્ર ને હું જીવન ની છેલ્લી રણનીતિ સમજવાનો હતો પણ ના તો એ સમયે મને કોઈ રણનીતિ ના આવડી કે ના આજે આવદે છે.પણ આ બધા ની સાથે પણ હું આગળ વધી રહેલ. હવે સમય હતો થ્રી ઇડિયટ નો હા થ્રી ઇડિયટ . એક થ્રી ઇડિયટ ફિલ્મ જેનું શૂટિંગ એ સમયે ચાલી રહેલ અને બીજા  થ્રી ઇડિયટ જેનો હું ભાગ બનવાનો હતો હા એક નવી ત્રિપુટી જે ખરા અર્થ માં થ્રી ઇડિયટ હતી અને લગભગ 70-80% સુધી ફિલ્મ ને પણ અનુરૂપ જ બસ એક વસ્તુ નહોતી ખબર પડી છેલ્લે સુધી કે આખરે કોણ આમિર ખાન , રામ માધવન તો કોણ શર્મન જોશી અને બેસ્ટ બટ નોટ ઘી લાસ્ટ એન્ડ યસ કરીના કપૂર કોણ લેટ્સ ક્લિયર વન થીંગ કે અહીં કરીના કપૂર માં એક નહીં પણ મલ્ટિપલ આવશે. એક્સાઈટેડ ને હા ખુબ જ એક્સાઈટિંગ આખી જર્ની અહીં થી એક ફિલ્મ સોરી એક નહીં પણ ઘણી બધી ફિલ્મ જેવી થઇ રહી હતી જેમાં ઘણા મલ્ટીપલ કેરેક્ટર તો નિભાવ્યા પણ આખરે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં આવીશ એ નહોતી ખબર. પણ કઈ નહીં એ બધી વાત આવતા મહિને જુલાઈ ના વરસાદી રોમેન્ટિક મોસમ માં. ઘણી દિલ ચસપ અને દમદાર યાદો સાથે.

 

આવતા મહિના  સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

 

ટિવટર : https://twitter.com/ManthanVThakkar

Comments