મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૧૬ - ૦૨ મે ૨૦૨૧



હેલો કેમ છો મિત્રો , ૨૦૨૧ ના મે ના પ્રથમ રવિવારે આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા?આજે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી.

ગયા મહિને આપણે જોયેલ કે હું મૃગજળ ની દોડ માં હારી ગયેલ , હવે સપના તૂટેલ તો દર્દ પણ થવાનું જ પણ આ દર્દ કરતા વધારે એ વાત નો અફસોસ હતો કે કાશ થોડું વધારે આવી ગયું હોત , કાશ આ બાજી પણ જીતી ગયો હોત , કાશ એ જોયેલા સપનાઓ પણ પુરા થાત પણ જયારે સમય નીકળી જાય ત્યારે કઈ જ ના થાય , પણ તોય મને તો સમય ની એ કદર એ સમયે ના જ ખબર પડી હું મારા નસીબ ને જ દોષ આપતો રહ્યો પણ એ ના સમજ્યો કે નસીબ પણ એને જ સાથ આપે જે મહેનત કરે નહિ કે ફક્ત સપનાઓ જોવે પણ આ વાત સમજતા મને એટલો સમય ગયો અને મારી અડધી જિંદગી જ આમ પતિ ગઈ.

એજ અધૂરા રહી ગયેલ સપનાઓ ને લીધે તૂટેલ દિલ સાથે બીજા દિવસે નવા સપનાઓ સાથે હું ઉભો થયો પણ અગાઉ જે હિંમત હારી ને રડી પડ્યો એ લોકો સામે મારી જવાની હિમંત ખૂટી ગયેલ તો એમના સવાલો ના જવાબો પણ નહોતો આપી શક્યો. પણ તોય નવા સપનાઓ સાથે ફરી મૃગજળ ની દોડ શરુ થઇ ગઈ હતી અને આ દોડ માં ફરી ધીરે ધીરે હિંમત વધારતો હું કાચબા ગતિ એ આગળ વધી રહેલ.

દિવસ રાત ૧૦ માં ની તૈયારી ને અત્યારે જ કુરુશેત્ર નું મેદાન સમજી ને એક યોદ્ધા ની જેમ આગળ વધી રહેલ પણ કહેવાય છે કે આગળ વધતી વખતે રસ્તા માં સ્પીડ બ્રેકર પણ જોવા અને પાછળ થી કોઈ ઓવરટેક ના કરે એ પણ જોઉં પણ મારી ગતિ માં એ બંને ને હું નહોતો જોઈ શકતો અને એમાં ઘણી જાણીતી ભૂલો સાથે હું આગળ વધતો હતો. જેમ તેમ કરી ને 2-૩ દિવસ તો પસાર થયા પણ પછી ફરી એ જ અધૂરા સપના જે દિવસે પુરા થવા ના હતા એ દિવસ આઈ ગયો

શુક્રવાર નો એ દિવસ ૧૦ વાગ્યે ૪૨ મિનિટ અને કદાચ ૨૫ સેકન્ડ મારી આંખો સામે ફરી એ સપના જીવંત થયા પણ કદાચ હું જ એ સમય ચુકી ગયેલ , એ ક્ષણ આજીવન યાદ રહેશે , કુદરતે મને આપેલ એક મોકો , કહેવાય છે કે જિંદગી દરેક લૂઝર ને એક મોકો આપે છે જેમાં એ ફરી જીતી શકે ,પોતાની જાત ને વિજેતા ગણાવી શકે મારી સાથે પણ એવું જ થયેલ પણ અફસોસ હું આ તક પણ ના મેળવી શક્યો કેમકે એ માટે પણ મારે મારા માર્ક્સ ને કેહવા પડતા અને હું ફરી શાંત પડી ગયો પણ કાશ એ દિવસે જો મેં એ તક ઝડપી લીધી હોત ફક્ત એ ૧૦ મિનિટ ને મેં મારી ગણી લીધી હોત તો કદાચ પાછળ જે થયું હતું એ ના થાત અને લાઈફ માં એ અધૂરા સપનાઓ પણ પુરા કરવાનો એક મોકો ગયો એનો અફસોસ આજે પણ ના રહેત. બધું જ મારી નજરો ની સામે , દિલ ના ધબકારા પણ ૪૦૦ ની સ્પીડ કરતા વધુ ધબકી રહેલ, બસ એ વખતે હિંમત કરી હોત એ સમયે દિલ ની વાત ને હોઠો પર લાવી દીધી હોત તો આજે બધું હોવા છતાં પણ અધૂરું ના લાગત પણ સમય ને માં આપવા ગયો અને સાચા સમય ની રાહ જોવા માં એ ૧૦ મિનિટ પણ જતી રહી. અને બીજા જ દિવસે એ સપના કાયમ તૂટવા માટે સમય નો કાળ આવી ગયેલ.

કહેવાય છે કે કોઈ પણ કામ માં જો સમય ની રાહ જોશો તો કદાચ એ સમય પાછો નહિ આવે જરૂરી નહીં કે દરેક મોકા પર જ ચોકો મારવો ઘણી વાર મેચ જીતવા માટે મોકો નહીં પણ strategy કામ આવશે અને જિંદગી તમને મોકો પણ નહીં આપે અને આખી મેચ પલટાઈ જશે , જીતેલી બાજી એક જ પળ માં કોઈ બીજો મારી ને બાજીગર બની જશે અને લાસ્ટ બોલ પર પણ આપણે જીતેલી મેચ હારી જઈશું બસ જે દિવસે આપણે મોકો છોડી ને જિંદગી ની મેચ રમીશું ને એ દિવસે આપણને કોઈ નહીં હરાવી શકે. જો લાઈફ માં મોકો મળે તો બીજી વખત ચોકો મારી દેવાનો પણ મોકા ની તલાશ માં જ રહ્યા તો કદાચ ક્યારે મોકો નહીં મળે અને જયારે પણ ભૂલ થાય તો સમય ની રાહ જોવા કરતા એક વખત હિંમત કરી દેવી એ વાત મને આજે સમજાય છે જો એ ૧૦ મિનિટ ને મારી જિંદગી ની બાજી મારવા વાપરી હોત તો આજે અધૂરું ના હોત. લાઈફ ઇઝ  આ સર્કલ જ્યાં જે કહાની અધૂરી રહે ત્યાં થી જ શરુ કરવાની મજા અલગ હોય છે બસ આપણી વાત ને પણ આવતા મહિને અહીં થી જ શરુ કરીશું.

આવતા મહિના  સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
 
ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial
 
ટિવટર : https://twitter.com/ManthanVThakkar


Comments