લવ ડોઝ અનલિમિટેડ - ભાગ- ૧૫ - ૧૧ એપ્રિલ ૨૦૨૧




હેલો મિત્રો કેમ છો બધા? આજે એપ્રિલ મહિના નો બીજો રવિવાર પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા રવિવારે આપણે લવસ્ટોરી ની વાત કરીયે છીએ. પણ આજે વાત કરીશું લવસ્ટોરી ની નહીં પણ એ જ સાચા પ્રેમ ની . લવડોઝ એટલે જરૂરી નહીં કે ફક્ત એમાં લવસ્ટોરી ની જ વાત હોય લવડોઝ એટલે લવ નો એ ડોઝ છે જે આપણા જીવન ની દરેક પરિસ્થિતિ માં આપણને હિંમત આપે , એ પ્રેમ જે આપણી તાકાત બની ને આપણી મુસીબતો માં સાથ આપે. આજે ૧૧ મી એપ્રિલ અને ૪ દિવસ પછી ૧૫ મી એપ્રિલ મારી લવસ્ટોરી ના ૨ મજબૂત કેરેક્ટર અને જેમને નિસ્વાર્થ પ્રેમ કર્યો અને મળ્યો.

આજે ૧૧ મી તારીખ મારી લાડલી બેન નો બર્થડે કદાચ આજ થી ૨૧ વર્ષ પેહલા આજ ના દિવસે આ દુનિયા માં એક ફૂલ ખીલ્યું , સાક્ષાત લક્ષ્મી જી નો મારા ઘર માં અને દિલ માં આવકાર થયો. એમ સમજો ને કે જાણે સાક્ષાત માતાજી જ . હા મારી લાડલી નો જન્મ. આજે ૨૧ માં વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો પણ આ ૨૧ વર્ષમાં એના પ્રેમ એ મને જીવન ની દરેક બાબતો માં ઘણું શીખવાડ્યું અને જ્યાં જરૂર હોય ત્યાં હિંમત આપી , મારા થી નાની હોવા છતાં પણ દરેક કામ માં મારી ઢાલ બની , જાણે એમ કહું કે મારી દીકરી બનીને મને ફરી જીવતા શીખવાડ્યું . એની સાથે મારી લાઈફ ના એ મોમેન્ટ્સ અને એ જીવન ને મેં ફરી જીવ્યું લોકો કહે છે કે સમય એક વાર જાય પછી પાછો નહીં આવતો પણ મારા જીવન ના એ તબક્કા ને પણ મેં પાછો મેળવ્યો અને એની સાથે મેં જીવન ની એ મોમેન્ટ્સ જીવી . કદાચ આજ સાચો પ્રેમ હશે કેમકે એટલું પરિવર્તન તો કોઈ પ્રેમ જ કરાવી શકે.

૪ દિવસ પછી ૧૫ મી તારીખ મારા ભાઈ નો બર્થડે . આમ તો મારા થી એક વર્ષ નાનો પણ દરેક જગ્યે મારી ઢાલ અને મારી હિંમત બની ને ઉભો રહે. જાણે કે ૨ શરીર પણ એક દિલ. મારા દરેક ગુનાને પણ પોતાના ગણીને મારા હિસ્સાની સજા પોતે લીધેલ , અને જ્યાં હું હિંમત હાર્યો હોય ત્યાં મારી આગળ આવી ને ઉભો રહે કે ભાઈ હું છું તું ડરીશ નહીં.  મારી દરેક મુશ્કેલીઓ ને પોતાની ગણી ને સોલ્વ કરી અને દરેક જગ્યે પોતે જ મારા પ્રોબ્લેમ લઇ લીધા.  નાનો હોવા છતાં પણ મારી લાઈફ ને કઈ રીતે જીવી એ મને એના થી શીખવા મળી . ઘણી વાર કેહવું ઘણું હોય પણ કહી ના શકાય પણ તોય મારા દિલ ની વાત ને કીધા વગર જ સમજી જાય અને ખબર પણ ના હોય ત્યાં એ વાત પુરી થઇ જાય , એ ઈચ્છા પુરી થઇ જાય કદાચ આ જ સાચો પ્રેમ હશે . તમારા જીવન ની પણ આવી ઘણી મોમેન્ટ હશે જે તમારો સાચો પ્રેમ હશે. તો મને જણાવો

વતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
 
ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial
ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar

Comments