મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૧૫ - ૦4 એપ્રિલ ૨૦૨૧
હેલો કેમ છો મિત્રો , ૨૦૨૧ ના એપ્રિલ ના પ્રથમ રવિવારે આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા?આજે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી.
ગયા મહિને જોયું કે મારે દસમું ધોરણ સ્ટાર્ટ થઇ ગયેલ અને કેટલાક નવા સપનાઓ સાથે હું આગળ વધી રહેલ.પણ ગાડી વધારે સ્પીડ માં હોય અને અચાનક બ્રેક મારવી પડે તો ઝટકો તો લાગે જ અને કદાચ વાગે પણ ખરું . અને આજે એ જ સ્પીડ બ્રેકર દિવસ હતો રિઝલ્ટ અવાનૂ હતું ઘણા સવાલો હતા અને જવાબો ઝીરો હતા અને આ બધા સાથે ફટાફટ હું તૈયાર થઇ ને ટ્યૂશન ગયો અને ત્યાં થી જ પછી હું સ્કૂલે રિઝલ્ટ લેવા જવાનો હતો અને મમ્મી ડાયરેક્ટ આવાની હતી સંકેત નું રિઝલ્ટ લેવા. ટ્યૂશન ફટાફટ પતાઈ ને હું અને બીજા મિત્રો સાથે હું સ્કૂલે જવા નીકળ્યો પણ જેમ જેમ મારુ અને સ્કૂલ નું અંતર ઘટતું જતું હતું તેમ તેમ મારા શ્વાસ અને દિલ ના ધબકારા વધતા જતા હતા જેમ વર્લ્ડકપ માં લાસ્ટ ઓવેર બાકી હોય અને જે રસાકસી સાથે આપણા ધબકારા વધે એ રીતે જ મારી લાઈફ ના આગળ ના ટ્રેનિંગ પોઇન્ટ ની આ સેમી ફાઇનલ હતી બસ એક જ વસ્તુ અલગ હતી અને એ કે જો હું કદાચ સેમી ફાઇનલ હારું તો ફાઇનલ માં જવા ના મળે પણ આ સેમિફાઇનલ માં હું મારા ધ્યેય થી કદાચ હારું તો પણ મને ફાઇનલ રમવાનો મોકો જરૂર મળત. પણ આ બધું લાસ્ટ ઓવર પણ ડીપેન્ડ હતું. અહીં ધબકારા વધતા હતા અને ત્યાં અંતર ઘટતું હતું.
જે રીતે રણ મેદાન માં શંખનાદ વાગે અને એક સાથે બધા રથ લડાઈ માટે ઉપડે એ જ રીતે એક સાથે 8-૧૦ સાઇકલો સાથે અમે બધા સ્કૂલ ના ગ્રાઉન્ડ માં એન્ટર થયા પણ આ બધા ની જોડે મારા મન માં ખબર નહીં કેમ અચાનક એક ડર વધવા લાગેલ અને સપના ની ઘેલછા મને બેકાબૂ બનાવી રહેલ. શું થશે કાંઠે આવેલ જહાજ ડૂબી જશે? સવાલો ઘણા હતા પણ જવાબ એક પણ નહીં . કેહવાય છે કે મનુષ્ય ને સવારે ઉઠે ત્યારથી લઇ ને રાતે સુવે ત્યાં સુધી લગભગ ૧ લાખ વિચારો આવે છે.અને આ વિચારો માં 80% નેગેટિવ હોય છે અને ફક્ત 20% પોઝિટિવ હોય છે પણ બહુમતી ને કારણે હમેશા આપણે નેગેટિવ વિચારો પર જ ફોક્સ કરીયે છીએ અને હંમેશા આપણે નેગેટિવ બનતા જઇયે છીએ.હું પણ આજ મુસીબત માં ફસાયેલો પણ તોય ધીમે ધીમે હું આગળ વધતો જતો હતો અને અચાનક અંદર જતા ની સાથે જ મેં મમ્મી અને પપ્પા બંને ને એક સાથે જોયા અને ૪૪૪૦ વોલ્ટ ના ઝટકા જેવો સોટ લાગ્યો કે પપ્પા અને રિઝલ્ટ ના દિવસે સ્કૂલ પર કેમકે જનરલી પપ્પા આવા ટાઈમે ક્યારેય સ્કૂલ પર નહોતા આવતા પણ ખબર નહીં એ દિવસે એને પણ ખ્યાલ આઈ ગયો હશે મારી મૃગજળ સામી દોડ નો અને કદાચ એટલે જ એ પણ ત્યાં આવ્યા હશે અને હું ધીમે ધીમે આગળ વધતો મારા કલાસરૂમ માં ગયો ,
મમ્મી પપ્પા બહાર ઉભા હતા અને અંદર રણછોડ સર આવી ને એક પછી એક બધાને રોલ નંબર વાઇસ રિઝલ્ટ આપવા લાગ્યા. અહીં જેમ જેમ મારો રોલ નમ્બર નજીક આવતો એમ એમ મને કઈ થઇ રહેલ. હારને કા ડર અને જીતને કી ઉમ્મીદ કે બીચ મેં જો ટેંશન વાલા વખત હોતા હે કમાલ કા હોતા હૈ અને આવો જ સમય મારી સાથે હતો , આનો પ્રત્યક્ષ અનુભવ હું કરી રહેલ. બસ હવે મારા રોલ નંબર થી ફક્ત ૫ જ રોલ નંબર નું ડિસ્ટન્સ હતું જેમકે ૫ સેકન્ડ 5...4.....3...2....1... એન્ડ નાઉ રોલ નંબર ૪૧ મંથન ઠકકર અને હું ઉભો થયો અને ઘણા લોકો ના ચેહરા પર અલગ જ ઉત્સાહ હતો કે આનું તો સારું જ રિઝલ્ટ હશે પણ કયો રેન્ક હશે અને મેં મારુ રિઝલ્ટ હાથ માં લીધું અને મારા હોશ ની સાથે બધું જ કે પળ માં જ ગાયબ જાણે કે લાસ્ટ બોલે જ કેટચ આઉટ , રેસ માં બોર્ડર લાઈન પાર આવી ને પડી ગયો હોય એમ , મને ઘણા લોકો એ પૂછ્યું કેટલા? કયો નંબર પણ હું કઈ જ ના કઈ શક્યો અને અચાનક જ મૃગજળ સામી દોડ માં હાર્યો અને એજ અધૂરા સપના રહી ગયા અને જિંદગી માં જીતેલી બાજી હારી ગયો એમ હું રડી પડ્યો હા ફર્સ્ટ ટાઈમ લોકો ની સામે ૧૪ વર્ષ ની ઉંમરે ઘણા લોકો ને એવું પણ થયું કે આ ફેઈલ તો નહીં હોય ને પણ એમનું દિલ કેહ્તું કે ના જે હંમેશ ટોપ ૧૦ માં હોય એ આ રીતે ફેઈલ તો ના થાય પણ હું કઈ જ કરી શુકુ એમ નહોતો અને પપ્પા ને વળગી ને રડી પડ્યો લોકો ને મફત નું એન્ટરટેઇન થઇ ગયું અને હું નિશબ્દ . જસ્ટ હું ધારેલ માર્ક્સ લાવવા માં જ ફેઈલ થયેલ માર્ક્સ તો સારા જ હતા જ્યાં ૧૦૦ જોતા હતા ત્યાં ૯૦ રઆવ્યા અને ૯૦ ના સીધા જ ૮૦ પર , ડિસ્ટિંકટ તો થયો પણ મારા પોતાના જ નજર માં ફેઈલ થઇ ગયો અને બસ પછી સીધો જ મમ્મી પપ્પા સાથે ઘરે જવા નીકળ્યો , રસ્તા માં ઘણો સમજાવ્યો પણ મારુ દિલ બહાર જ નહોતું આવતું , હર પળ , હર સેકન્ડ એક જ વિચારો માં ખોવાયેલ , સાંજે બોબી આયો એને પણ કીધું કે આટલા માર્ક્સ લઇ ને પણ રોવે છે યાર હું તો પાસ થઈને પણ પાર્ટી કરું છું પણ હું એ વખતે જાણે બધું જ હારી ગયેલ કદાચ અત્યારે પણ એ યાદ કરતા કરતા હું લખી નહીં શકતો વધારે કદાચ આજે આટલું જ બસ છે.
આજે આટલું જ વધુ આવતા મહિને ત્યાં સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment