લવ ડોઝ અનલિમિટેડ - ભાગ- ૧૪ - ૧૪ માર્ચ ૨૦૨૧

 



 

હેલો મિત્રો કેમ છો બધા? આજે માર્ચ મહિના નો બીજો રવિવાર પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા રવિવારે આપણે લવસ્ટોરી ની વાત કરીયે છીએ. આજે વાત કરીશું એક એવી લવસ્ટોરી ની જેમાં ગામ થી સાત સમંદર પાર  ની વાત છે.

 

શ્રીધર જોશી ગામડાનો એક બ્રાહ્મણ પરિવાર નો યુવક અને વ્યવસાયે પણ એક શુદ્ધ બ્રાહ્મણ. ગામ માં એમની બહુ ઈજ્જત અને માન. આ બધા ની સાથે મિત્રો માં પણ ખુબ પહોંચેલો. એનો નાનપણ નો મિત્ર ગણેશ ના મેરેજ હતા અને એ એની સાથે ભણતી છોકરી ની સાથે જ જેમાં ઘણા પૈસાદાર લોકો પણ આવેલ અને એમાં પૂજા પણ આવી હતી પૂજા છોકરી ની ખાસ ફ્રેન્ડ હતી અને મેરેજ માં આવેલ એટલે ખુબ મજાક મસ્તી ના મૂડ માં હતી. અચાનક શ્રીધર અને પૂજા ની ઓળખાણ થઇ અને બંને મિત્રો પણ બની ગયા ધીરે ધીરે બંને માં પ્રેમ હોય એવું લાગતુ હતું પણ લગ્ન પત્યા પછી જ ખ્યાલ આયો કે પૂજા માટે તો એ ફક્ત એક મજાક જ હતું.

 

લગ્ન પછી પૂજા એના ઘરે ચાલી ગઈ પણ અને શ્રીધર પણ એને ભૂલી ગયો પણ પૂજા ને દરેક સમયે એની વાતો યાદ આવા લાગી અને એ માઈન્ડ ફ્રેશ કરવા માટે યુ.એસ.એ ફરવા ગઈ ત્યાં એની બીજા યુવક જોડે ઓળખાણ થઇ અને એ સમયે જ એને એ વાત નો અહેસાસ થયો કે એ પણ શ્રીધર ને પ્રેમ કરે છે  અને પછી એ તરત પછી આવી ને શ્રીધર ના ગમે ગઈ અને એની સાથે મેરેજ કરી લીધા.

 

 તો મિત્રો આ હતી બીજા વિક ની વાર્તા. આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar

Comments