મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૧૪ - ૦૭ માર્ચ ૨૦૨૧

 


 

હેલો કેમ છો મિત્રો , ૨૦૨૧ ના માર્ચ ના પ્રથમ રવિવારે આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા?માર્ચ એટલે વર્કિંગ મંથ કેમકે બધે ટાર્ગેટ પૂરો કરવાની દોડધામ હોય પણ ક્યારેક ટાર્ગેટ વધી જાય તો .. હશે આજે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી.

 

ગયા મહિને જોયું કે મારે દસમું ધોરણ સ્ટાર્ટ થઇ ગયેલ અને કેટલાક નવા સપનાઓ સાથે હું આગળ વધી રહેલ.પણ ગાડી વધારે સ્પીડ માં હોય અને અચાનક બ્રેક મારવી પડે તો ઝટકો તો લાગે જ અને કદાચ વાગે પણ ખરું . સ્પીડ ની સાથે બીજી વાત પણ પર ધ્યાન હોવું જ જોઈએ નહિ તો એક્સિડેન્ટ થઇ શકે બસ હું પણ મારી સપનાની ગાડી ને ૨૦૦ થી વધારે સ્પીડ માં લઇ રહ્યો હતો . રોજ સવારે મેથ્સ અને સાંજે સાયન્સ આમ જ ચાલતું હતું થાક પણ લાગતો હતો પણ એ સમયે મારા સપનાની સામે બધું જ નાકામ હતું કહેવાય છે ને કે  સપના મજબૂત હોય અને એની પાછળ ની ઈચ્છા તીવ્ર હોય તો થાક પણ અસર ના કરે. મારી કહાની આ રીતે જ આગળ વધી રહી હતી અને આ બાજુ ૯માં નું રિઝલ્ટ અવાનૂ નજીક હતું  શું થશે એ તો મને પણ ખ્યાલ નહોતો બસ ઘેલછા ના સપનાઓ હતા અને ઘણી બધી આશાઓ. ગણતરીઓ ના દિવસો બાકી હતા અને આ બાજુ ટ્યૂશન માં એક્ઝામ શરુ થઇ ગઈ હતી આ જ બધા ની વચ્ચે ઘણા નવા મિત્રો બનતા જતા હતા. અને એક પળ માટે મશીન જેવી ફીલિંગ આવતી હતી. બસ આમ ને આમ જ દિવસ રાત મેથ્સ , સાયન્સ અને ક્યારેક ઇંગલિશ અને સોશ્યિલ સ્ટડીઝ પણ આવી જતા અને એક્ઝામ તો બોનસ માં હતી જ . આ રીતે જ મારી કહાની આગળ વધી રહી હતી અને હવે ફાઈનલી ૨ દિવસ બાકી હતા રિઝલ્ટ ને.

 

આજ ની રાત ઢાળી પડી હતી અને આવતીકાલ ના સૂરજ પછી ફક્ત એક જ દિવસ બાકી રહેશે. આ બધા વિચારો સાથે હું આગળ વધી રહેલ અને ઘણી બધી ઈચ્છાઓ , સપનાઓ અને ટેંશન સાથે સવાર પડી. આજ ના સૂરજ સાથે જ ઘણું બધું નજર સામે આવી ગયેલ. પણ તોય સવારે ટ્યૂશન ગયો અને ધીમે ધીમે રાત પડી ગઈ હવે બસ ફક્ત કાલે સવારે શું થશે એની જ રાહ જોવાતી હતી .આજે રાતે ઊંઘ આવશે કે નહીં એ પણ એક યક્ષ પ્રશ્ન હતો પણ તોય આ બધા વિચારો ના વૃંદાવન સાથે ધીમે ધીમ સવાર પડી રહી હતી અને ક્યારે ઊંઘ આવી એ જ ના ખબર પડી ધીરે ધીરે સવાર નો એ ટહુકો સાંભળ્યો અને સ્મશાન માંથી મડદું ઉભું થાય એમ હું પથારી માંથી ઉભો થયો પણ શું થશે આજે. ઘણા સવાલો હતા અને જવાબો ઝીરો. આવા પ્રશ્નો તમને પણ હશે પણ આ બધા ના જવાબો આવતી વખતે .

આજે આટલું જ વધુ આવતા મહિને ત્યાં સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

 

ટિવટર : https://twitter.com/ManthanVThakkar

Comments