Skip to main content
લવ ડોઝ અનલિમિટેડ - ભાગ- ૧૪ - ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૧
હેલો મિત્રો કેમ છો બધા? આજે ફેબ્રુઆરી મહિના નો બીજો રવિવાર પણ એના કરતા પણ મહત્વની
વાત એ કે બીજા રવિવારે આપણે લવસ્ટોરી ની વાત કરીયે છીએ અને આજે તો વેલેન્ટાઈન
છે.પ્રેમ ની મોસમ આવી છે અને પ્રેમ ની મોસમ માં જ આપણે જયારે લવસ્ટોરી ની વાત કરવી
હોય તો આજે એક બહુ જ સિમ્પલ સ્ટોરી ની વાત કરીશું કે જેમાં લવ છે પણ એમાં ઈમોશન
અને ભગવાન પર ની શ્રદ્ધા પણ એટલી જ છે.વધારે સમય ના લેતા ચાલો આજ ની લવસ્ટોરી શરુ
કરીયે.
રામ અને શાંતિ આંધ્રપ્રદેશ ના બે યુવાન
કે જેમની ધડકન ફક્ત એક બીજા માટે જ ધડકે છે . કિસ્મત અજીબ ખેલ ખેલે ચેહ ઘણી વાર પણ
સમય નું ચક્ર અને બ્રહ્માંડ ની ગતિવિધિ થી કોઈ બચી નહિ શકતું એક લબ ટાઇન્ગલે આ
બંને નું જીવન પૂરું થઇ ગયું . આ વાત કદાચ આમ જ પુરી થઇ જાત પણ વિધાતા એ ફરી એજ
કેમ ને રિપીટ કર્યો ૨૫ વર્ષ પછી.
૨૫ વર્ષ પછી શરદ પૂનમ ની રાતે પૂર્ણ
ચંદ્રીમાં ની રાતે આ બંને લોકો એ એમની અધૂરી કહાની પુરી કરવા ફરી જન્મ લીધો જગ્યા
અલગ હતી પણ ચેહરા એ જ દિવસો જતા રહ્યા અને આમ ને આમ જ વર્ષો વીતવા લાગ્યા બંને ની
લાઈફ અલગ રીતે પસાર થઇ રહી હતી. લગ્ન ની ઉંમર થતા બંને માટે પ્રોપર લાઈફ પાર્ટનર
જોવાનું શરુ કરેલ અચાનક આ બંને પણ એક જગ્યે ડેસ્ટિનેશન વેડિંગ માં એકબીજા ને મળ્યા
અને ધીરે ધીરે બંને જણા વચચે દોસ્તી થવા લાગી ડેસ્ટિનેશન વેડિંગ માં બંને વચ્ચે
ક્યારે પ્રેમ થઇ ગયો એજ ના ખ્યાલ આયો અને આ જ પ્રેમ ધીરે ધીરે બંને ને લગ્ન મંડપ
સુધી લઇ ગયો
તો મિત્રો આ હતી બીજા વિક ની વાર્તા. આવતા
અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ
વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા
સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો
પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ
મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો
હોત.
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment