મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૧3 - ૦૩ જાન્યુઆરી ૨૦૨૧



હેલો કેમ છો મિત્રો , ૨૦૨૧ ના ફેબ્રુઆરી ના પ્રથમ રવિવારે આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? ફેબ્રુઆરી એક એવો મહિનો જેમાં નોર્મલ મહિના થી દિવસો ઓછા હોવા છતાં પણ અગત્યનો મહિનો કેમકે એમાં બજેટ પણ આવે અને જેવો પૂરો થાય એવો જ માર્ચ એન્ડિંગ ના ડંકા વાગે બીજી પણ ઘણી એવી બાબત છે જે આવતા રવિવારે વાત કરીશું

ગયા મહિને આપણે જોયું કે પરીક્ષાઓ પુરી થઇ ગઈ હતી અને હવે મારી મસ્તી માં આનંદ લૂંટતો હું આગળ વધી રહેલ મારા મન માં અને દિમાગ માં અંદર રહેલ ડર સાથે એક આનંદ અને મસ્તી માં હતો મૃગજળ નો દોડ હવે દિમાગ માં પણ રમાઈ રહી હતી.આજે ઘરે આવી ને તબિયત થી પરીક્ષા પુરી થયાનો આનંદ લૂંટાવતો હતો સાથે સાથે સાંજે બોબી સાથે પણ શાંતિ થી વાતો કરી અને આવતીકાલે ફરી ૧૦ માં ના ટ્યુશન શરુ થતા હતા એટલે આજે વેકેશન નો છેલ્લો દિવસ હતો આજે ખુબ જલસા કર્યા અને આવતીકાલે સવારે ૧૦ મુ સ્ટાર્ટ થવાનું હતું.

બીજો દિવસ નો સૂરજ મારા માટે સોના ના સૂરજ જેવો હતો અને આજે ૧૦ મુ ધોરણ શરુ થવાનું હતું . સ્કૂલ લાઈફ ના સિનેમાસ્કોપ નું સૌથી અગત્યનું ચેપ્ટર એટલે ૧૦ મુ ધોરણ. આખી લાઈફ ના ટર્નિંગ પોઇન્ટ માટે ફક્ત આ એક જ જવાબદાર હોય છે પણ અત્યારે મારી લાઈફ માં આવેલ ટર્નિંગ પોઇન્ટ માટે આવનાર રિઝલ્ટ જવાબદાર હતું ૧૦ માં ધોરણ ના સપના માટે નો બેઝ આવનાર રિઝલ્ટ પર શરુ થવાનું હતું આજે ૧૦ વાગ્યે ટ્યૂશન માટે જવાનું હતું અને લગભગ ૧૦ મિનિટ બાકી હતી અને બધા ટ્યૂશન ની બહાર એક સિનેમાહોલ ની બહાર ભીડ હોય એ રીતે બધા ભેગા થઇ ગયેલ. હવે ફાઈનલી એ સમય આવી ગયો હતો જયારે એક નવી શરૂઆત કરવાની હતી અને જેમ શૉ ટાઈમ થાય અને એક સાથે આખું ટોળું અંદર જાય એ રીતે અમે પણ અંદર પ્રવેશી રહેલ.અહીં મન માં ઉમંગ પણ હતો , થોડું ટેંશન અને બહું બધી ઘેલછા. એક મેચ જીતવા પર હતી બસ જીતનું પરિણામ બાકી હતું અને બીજી અગત્યની ઇંનિંગ માટે તૈયારી શરુ થવાની હતી લાઈફ માં સવાલો ઘણા હતા , થોડા જવાબો હતા પણ આ જવાબો કરતા પણ વધારે એ સમયે કારણ વગરના થોટ્સ વધી રહેલ. ફાઈનલી ૧૦ માં નો પહેલો ક્લાસ શરુ થયો અને ગણિત નું પહેલું ચેપ્ટર લોપ આજે પણ એ યાદ રહેશે ૧૦ થી ૧૨ નો એ ટાઈમ બહુ જ  ક્રિટીકલ કેમકે કાલે પરીક્ષા પુરી થઇ અને આજે ફરી એક નવી શરૂઆત. સવારે ગણિત અને સાંજે ૫ થી ૭ સાયન્સ થોડું વધી રહેલ પણ એની સામે સપના પણ વધી ગયેલ. લાઈફ માં ઘણું બધું કરવું હતું પણ સમય મેનેજ કરવાનું ભૂલી ગયેલ , ખોટા સપનાઓ અને એની સામે જીત થવાની છે એવી મૃગજળ સમી ઘેલછા આ બધા ની જોડે એ દિવસ પૂરો થયો અને બીજા દિવસ થી ફરી એજ નિત્યકર્મ બનવાનો હતો. આ રીતે જ બધા ની સાથે આજ ના દિવસ ના સપનાઓ જોતો હું સુઈ ગયો પણ આ જર્ની આજે પણ એક અલગ અહેસાસ કરાવે છે લાઈફ માં જો કોઈ પ્રોડ્યૂસર મળે તો આજ સીન ને લોકો સામે એકદમ બારીકાઇ થી લઇ શકાય. એક પરફેક્ટ ડિરેક્શન સાથે લાઈફ ના મોમેન્ટ્સ ને બીજી વાર જીવંત કરવા.

આજે આટલું જ વધુ આવતા મહિને ત્યાં સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
 
ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial
 
ટિવટર : https://twitter.com/ManthanVThakkar

Comments