લવ ડોઝ અનલિમિટેડ - ભાગ- ૧૨ - ૧૦ જાન્યુઆરી ૨૦૨૧
હેલો મિત્રો કેમ છો બધા? આજે જાન્યુઆરી મહિના નો બીજો રવિવાર પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા રવિવારે આપણે લવસ્ટોરી ની વાત કરીયે છીએ. પણ આજે આપણે શરુ કરેલ આ કોલમ ને એક વર્ષ પૂરું થયું છે અને આની બદલ હું આપ સૌ મિત્રો નો દિલ થી આભારી છું. આજે એ બે દિલો અને યુવા ધડકન ની વાત કરીયે જે છૂટા તો પડેલ પણ મળ્યા પણ એ જ રીતે.
શકીલ અને રીધ્ધીમા ની વાત શરુ કરતા પેહલા જણાવું કે બંને ફિલ્મો ના શોખીન હતા અને આ જ શોખ ને લીધે બંને એક બીજા ને મળ્યા. શકીલ મૂળ તો જ પાકિસ્તાની હતો પણ કેનેડા માં સ્ટડી કરતો હતો અને ત્યાં ની એમ્બસી માં પાર્ટ ટાઈમ જોબ પણ કરતો હતો. બંને ને હિન્દી ફિલ્મો બહુ ગમતી અને એમાં પણ રોમાન્સ કિંગ શાહરુખ ખાન ની ફિલ્મ હોય તો બ્લેક પણ ટિકિટ લઇ લે. કેનેડા માં ઇન્ડિયન ફિલ્મો ઓછી લગતી પણ જયારે પણ લાગે ત્યારે હાઉસફુલ થઇ જાય. ૨૦૧૭ માં જબ હેરી મેટ સેજલ લાગી તો બંને ટિકિટ મેળવવા દોડ્યા પણ ટિકિટ સોલ્ડ થઇ ગયેલ પણ એક બ્લેક ની ટિકિટ વધેલી અને લેનાર ૨ લોકો તો ટિકિટ વેચનારે ના પડી દીધી અને આ જ સમયે એક વૃદ્ધ ત્યાં ફિલ્મ જોવા આવેલ એમની મદદ લઇ ને બંને ફિલ્મ જોવાનો પ્લાન કર્યો પણ આ વૃદ્ધ બંને ના પૈસા લઇ ને પોતે જ થિયેટર માં જતો રહ્યો. અને બંને ના પૈસા પણ ગયા પછી બંને જણા નિરાશ થઇ ને એક બીજા ને સોરી કહી ને છુટા પડતા હતા પણ જતા જતા શકીલ શાહરુખ ની જેમ જ ગિટાર વગાડતો અને ગીત ગાતો જતો હતો બસ આ જ અદા પર રીધ્ધીમા એનું દિલ દઈ બેઠી.અને ધીમે ધીમે એનો પીછો કરતી કરતી એની પાછળ ગઈ અને પહેલી નજર નો પ્રેમ બંને ને એક બીજા ના હૃદય સુધી પહોંચી ગયો બંને એ પોતાના પ્રેમ નો ઈઝહાર કર્યો અને પરિવાર ને વાત કરવાનો વિચાર કર્યો પણ શકીલ તો પહેલેથી જ એકલો હતો અને રીધ્ધીમા ના પરિવાર ના લોકો ચુસ્ત બ્રાહ્મણ હતા એમના ધર્મગુરુ સિવાય કોઈ કામ નહોતા કરતા અને એક પાકિસ્તાની છોકરા ની વાત સાંભળીને તેના ઘરવાળા એ ધર્મગુરુ જોડે પહોંચ્યા અને એમને કીધું કે પાકિસ્તાની દગો દેશે પણ પ્રેમ ની તાકાત સામે આ વાત ખોટી પાડવા બંને એ કોટ માં મેરેજ કરવાનું વિચાર્યું.
આખરે આજે એ દિવસ આવી જ ગયો જયારે બંને જન્મો જન્મ માટે એક બીજા ના થવા ના હતા પણ એજ સમયે લાઈફ માં ટર્નિંગ પોઇન્ટ આવ્યો..શકીલ અમુક કારણોસર આવવામાં લેટ પડ્યો અને એનો ફોને પણ સ્વિચ ઑફ હતો રીધ્ધીમા એ એની બહુ રાહ જોઈ પણ શકીલ ના આવ્યો અને એને થયું કે શકીલે એને દગો કર્યો પણ એનું દિલ હજી માનવા તૈયાર નહોતું પણ પરિસ્થિતિ સામે એને ઇન્ડિયા એવું પડ્યું બીજી બાજુ શકીલ ત્યાં પહોંચ્યો અને રીધ્ધીમા ને કોલ કર્યા પણ કૅનૅડીઅન નઉમ્બર બંધ થઇ ગયેલ એની પાસે ના તો ઇન્ડિયા નો કોઈ કોન્ટેક્ટ હતો કે ના કોઈ અડ્રેસ્સ.
આ વાત ને ૫ વર્ષ વીતી ગયા અને રીધ્ધીમા ની લાઈફ માં રાજ આવ્યો એની સાથે મેરેજ ની વાત પણ નક્કી થઇ અને મેરેજ નો દિવસ પણ આવી ગયો પણ આજે રીધ્ધીમા ને શકીલ સાથે ના મેરેજ નો એ દિવસ યાદ આવી ગયો રાજ ને પહેલેથી જ એવું લાગતું કે રીધ્ધીમા ને કઈ કહેવું છે એ ને થયું કે એના મન માં કઈ અલગ હશે તો કદાચ મેરેજ પછી પણ એ નહીં કઈ શકે આજ કારણોસર મુહૂર્ત પહેલા રીધ્ધીમા ને પર્સનલ માં મળવાનું વિચાર્યું અને બધું જ જાણી લીધું. રાજ ને થયું કે જો કદાચ શકીલ ખોટો હશે તો એને શકીલ કરતા પણ વધારે પ્રેમ કરશે પણ જો કદાચ શકીલે દગો નહીં કર્યો હોય તો બે પ્રેમીઓ ની વચ્ચે આવી ને પોતે જ ભૂલ કરે છે. એણે વિચાર્યું આ વાત બધાની સામે થવી જોઈએ અને રીધ્ધીમા ને મંડપ સુધી ખેંચીને લાવ્યો અને આખી વાત ની રજૂઆત કરી પછી રીધ્ધીમા ને કહ્યું કે શકીલ ને કોલ કરે પણ એની પાસે કોઈ કોન્ટેક્ટ નમ્બર નહોતો એટલે એને કેનેડિયન એમ્બસી માં કોલ કરીને વાત કરવાનો વિચાર કર્યો પણ ત્યાં એને કોઈ ડીટેલ ના મળી એટલે એને પાકિસ્તાન કોલ સેન્ટર માં કોલ કર્યો અને શકીલ નું નામ લીધું ત્યાં જ સામે થી અવાજ આયો કે આપ રીધ્ધીમા હો? આપ ઇન્ડિયા સે બાત કર રહે હો? આ બાજુ બધા જ શોક થઇ ગયા કે આ વાત એ કઈ રીતે જાણે છે સામેથી જણાવ્યું કે છેલ્લા ૫ વર્ષ થી રોજ સવારે ૭ વાગ્યે શકીલ નો કોલ આવે છે અને પૂછે છે કે કોઈ રીધ્ધીમા નો કોલ હતો ઇન્ડિયા થી? પછી કોલ સેન્ટર થી શકીલ ને કોલ કરે છે અને બંને જણા ફરી મળે છે.
તો મિત્રો આ હતી આજની વાત, આજ ની લવસ્ટોરી . આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment