મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૧૨ - ૦૩ જાન્યુઆરી ૨૦૨૧


 

હેલો કેમ છો મિત્રો , ૨૦૨૧ ના પ્રથમ રવિવારે આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. આની સાથે સાથે ૨૦૨૦ માં જે પણ ખરાબ અનુભવો થયા , જે ગુમાવ્યું એ બધા ને ભૂલીને આપણે નવા કામ માં સફળતા મેળવી એ એવી આશા સાથે આગળ વધીએ એવી શુભકામનાઓ.

 

ગયા મહિને તમે જોયેલ કે એક એક પરીક્ષા પુરી થઇ રહી છે અને ધીમે ધીમે કાચબા ગતિ એ મારો આનંદ અને અંદર નો ભય પણ મજબૂત થઇ રહ્યા હતા. આ બધા ની સાથે સાથે મને તો એક જ ખ્યાલ હતો કે આ પરીક્ષા પુરી થાય પછી જલસા જ છે પણ મને શું ખ્યાલ કે પરીક્ષા અને જિંદગી બંને ની રેસ તો આજીવન હતી. એક સમયે પરીક્ષા નું જીવન પૂરું થશે તો જીવન ની પરીક્ષા શરુ થશે. પરીક્ષા ના જીવન માં કદાચ ઓછા માર્ક્સ આવે અને પાસ થવા તો પણ જીતી જવાય પણ જિંદગી ની પરીક્ષા માં તો માર્ક્સ નો ઓપશન જ નહિ હોતો કા તો જીતી ગયા કા તો હારી ગયા . અને આ બધા ની વચ્ચે ક્યારેક જીતી ને પણ હારી જવાય છે.

 

જિંદગી અને પરીક્ષા પણ એ સમયે મારો ફક્ત એક જ ધ્યેય હતો અને આ ધ્યેય માં જીતવું એ આશા સાથે જ આ જુગાર રમેલ. હા જુગાર જ કેમકે એનું કારણ પાછળથી ખબર પડશે. કહેવાય છે હારેલ જુગારી બમણું રમે પણ નસીબ જ ખરાબ હોય તો હારતા અને ડબલ રમતા રમતા બધું જ પતિ જાય છે.  મારી પાસે હવે છેલ્લી પરીક્ષા બાકી હતી અને પછી ૧૦ મુ સ્ટાર્ટ થઇ જશે. એક નવી દોડ , એક નવી રેસ અને એક નવો જ ધ્યેય પણ. કહેવાય છે કે કોઈની પાછળ તમે જેટલા ભાગો એટલા જ એના થી દૂર થઇ જાવ છો બસ મારે પણ એવું જ કઈ થવાનું હતું.

 

છેલ્લી પરીક્ષા માટે હવે હું રણ મેદાન માં ઉભેલ અને જીત થી એક કદમ દૂર હોય એવો ઉભો હતો. હવે કાલે પરીક્ષા માં જીતીને જ આવવું છે એ આશા સાથે ઘરે જઈ ને હું ભણવા બેસી ગયો અને અત્યાર થી જ મનમાં એક ઉમંગ આવી રહ્યો હતો પણ દર વખતે આપણું ધારેલ નહિ થતું હોતું અને હું અત્યાર થી જ મન ના આકાશ માં ઉડવા લાગ્યો હતો.બસ હવે આજ ની રાત નો જ સમય હતો. કાલે સવારે ઉઠી ને એક નવી જીત સાથે આવવાની ખુશી મારા દિલ માં અને સપનાઓ માં પણ આવી ગઈ હતી . એમાં જ સવાર પડી અને સવારે ઉઠી ને એજ ક્રમ ને પુનરાવર્તિત થતા હું પરીક્ષાખંડ માં પહોંચ્યો હવે પેપર ની જ રાહ જોતો જોતો હું પરીક્ષા માટે તૈયાર હતો. હાથ માં પેપર આવતા જ થોડી બેચેની થઇ પણ સામે દિલ માં જે ઉમંગ હતો એની સામે આ બેચેની હારી ગઈ અને ચહેરા પર એક અલગ જ સ્મિત સાથે જેમ શિકારી શિકાર પર તૂટી પડે એમ જ હું હાથ માં પેન લઇ ને પેપર પર તૂટી પડ્યો હવે અસલી મજા હતી થોડું અઘરું લાગે એવું પણ હતું પણ સામે ખુશીઓ ની સામે એ અઘરું પણ સરળ બની ગયેલ , એક જુસ્સો મારા માં હતો અને આ બધા કરતા પણ વધારે સપના ઓ ને લાગેલ એ બળ , એ ઘેલછા અને નિર્થક પ્રયત્નો આ બધા કરતા પણ વધારે મારી સામે રચાયેલ એ મૃગજળ સમી દોડ . બસ આ જ બધા ની સાથે પરીક્ષા પુરી થઇ અને એકદમ બાહુબલી સ્ટાઇલ માં હું બહાર આવ્યો ત્યારે તો ખબર પણ નહોતી કે એવી કોઈ ફિલ્મ પણ આવશે અને એની જ ટીમ સાથે હું પણ કોઈ પ્રોજેક્ટ કરીશ પણ ત્યારે તો મારી અંદર ની ખુશીઓ એક નવો આકાર લઇ રહી હતી.

 

પરીક્ષાઓ પુરી થયા ના આનંદ સાથે અને હવે મારી મઁઝીલ થી અમુક જ દિવસો દૂર હોવાના એ સપના સાથે હું ઘરે આવા નીકળ્યો એજ ખુશીઓ ને મારી બમણી કરવા માટે એક ચેહરો પણ આવ્યો અને આ બધા માં એ સપના ઓ ખુલતા આકાશ માં મેટ્રો ટ્રેન ની સ્પીડ થી દોડવા લાગ્યા. બસ હવે પરીક્ષાઓ તો પુરી થઇ ગઈ અને હવે શું થશે મારા સપનાઓ નું? એ સફળ થશે? એ બધું આવતા મહિને ત્યાં સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

 

ટિવટર : https://twitter.com/ManthanVThakkar



Comments