લવ ડોઝ અનલિમિટેડ - ભાગ- ૧૧ - ૧૩ ડિસેમ્બર ૨૦૨૦
હેલો મિત્રો કેમ છો બધા? આજે નવેમ્બર મહિના નો બીજો રવિવાર પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા રવિવારે આપણે લવસ્ટોરી ની વાત કરીયે છીએ. આજે વાત કરીશું ઇન્ડસ્ટ્રી ના એ કપલ ની જેમાં પ્રેમ ની એક નવી જ દિશા હતી, પણ આ વાત ને રજૂ કરવા માટે નામ બદલેલ છે.
જેક અને દિયા ઇન્ડસ્ટ્રી નું એવું કપલ કે જેમાં કોઈ જગ્યે લવસ્ટોરી પુરી થવાના ચાન્સ નહોતા પણ સાચો પ્રેમ ગમે એમ મળે તો છે જ. જેક એક સ્ટંટમેન અને દિયા ઇન્ડસ્ટ્રી ની એ ગુડ લુકિંગ અને યુથ આઇકોન હિરોઈન. ફિલ્મ ના ફર્સ્ટ સીન માં જ બે બિલ્ડીંગ વચ્ચે હવા માં બાઈક નો સ્ટન્ટ હતો અને આ માટે જેક ફુલ સ્પીડ માં આ સ્ટન્ટ કરે છે અને દિયા ઇમ્પ્રેસ્સ થઇ જાય છે. એની લાઈફ ની હઝારો ફિલ્મ માં ફર્સ્ટ ટાઈમ આ રીતે કોઈ સ્ટન્ટ મેન જોયેલ. બસ અહીં થી ધીમે ધીમે બંને વચ્ચે દોસ્તી થઇ પણ આફ્ટર ઓલ જેક એક સ્ટન્ટ મેન હતો જે મિડલ ક્લાસ ફેમિલી માંથી હતો પણ પ્રેમ આ ક્યાં જોવે છે.
ઓન સેટ બંને વચ્ચે દોસ્તી થઇ અને ધીરે ધીરે આ દોસ્તી આગળ વધવા લાગી પણ જેક ને એનો ઈઝહાર કરવામાં ડર લાગતો હતો કે આ દોસ્તી પણ તૂટી ના જાય. કઈ રીતે કેહવું એ વિચાર એની રાતો ની ઊંઘ પણ હેરાન કરી દીધી હતી પણ સેટ પર એને જોઈને જ એક નવી તાજગી મળી જતી. મહિનો પતિ ગયો હતો અને હવે લાસ્ટ ક્લાયમેક્સ માં હીરો હિરોઈન ને બચાવે છે એવો સીન હતો. દિયા આગ ની અંદર છે અને હીરો આગ માં કૂદી ને બચાવશે પણ આગ વધારે હોવાથી હીરો આગ માં નહિ કૂદી શકતો અને આ બાજુ આગ વધવા ના લીધે દિયા ની હાલત બગડી ગઈ હતી એ બેભાન થઇ એમ હતી. આ બાજુ જેક હીરો ને રિકવેસ્ટ કરે છે પણ હીરો એની સાથે તોછડાઈ થી વાત કરી ને એને પણ જવા દે છે અને આગ ને બુઝાવાનું કે છે પણ આ જ સમયે જેક આગ માં કુદે છે આગ માં એ પણ હેરાન થઇ જાય છે પણ એને ફક્ત દિયા જ દેખાય છે અને એના કપડાં માં પણ આગ લાગી છે છતાં એ દિયા ને ઉંચકી લે છે અને સાવચેતી પૂર્વક દિયા ને આગ માં થી બચાવે છે બસ આ જ એક સ્ટન્ટ એની લાઈફ નો ટ્રેનિંગ પોઇન્ટ બની જાય છે. દિયા જેક ને લાઈક કરવા લાગે છે અને જેક આ જ સમયે એને પ્રપોઝ કરે છે અને બંને ની લવસ્ટોરી શરુ થાય છે.
તો મિત્રો આ હતી આજની વાત, આજ ની લવસ્ટોરી . આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment