મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૧૧ - ૦૫ ડિસેમ્બર ૨૦૨૦


 



હેલો મિત્રો કેમ છો બધા? આજે ઓક્ટોબર નો પહેલો રવિવાર છે  અને  પ્રથમ રવિવારે આપણે વાત કરીયે છીએ મારી કહાની મારી ડિજિટલી ઝુબાની. પરંતુ એ પહેલા ગયા મહિને આ વાત રજુ ના થઇ એનું દુઃખ છે પણ ઓક્ટોબર ના બીજા અઠવાડિયે હું થોડો બીમાર હતો અને પછી એક જ અઠવાડિયા માં મારા દાદા નું અવસાન થયું. મારા નજીક ના લોકો ને આ વાત ની જાણ છે પણ જે લોકો નહિ જાણતા એમને જણાવતા દુઃખ થાય છે કે ગયા મહિને મારા માટે એક આપત્તિજનક ઓક્ટોબર સાબિત થયો અને મારી લાઈફ ને પણ અલગ મોડ માં લઇ ગયો આપ સૌ વાચકો ને એક વિનંતી મારા દાદા માટે પ્રાર્થના કરજો અને આગળ વાત શરુ કરીયે

 

છેલ્લા સમયે તમે જોયું કે હું જે તૈયારી કરી ને ગયેલો એજ બધું એક્ષામ માં આવેલ અને હું બધું જ આવડતું હોવાથી એક ઉમળકા સાથે પેપર લખી રહ્યો હતો બસ હવે બાકી ની એક્ઝામ પણ આ રીતે જ પુરી થઇ જાય એવી ઈચ્છા હતી કે કેમકે મારા સપનાઓ ને લઇ ને ઉડવાની પાંખો મારી જાતે જ બનાવેલી અને હવે આકાશ મળવાની જ વાર હતી પણ આપણે ધારી એ બધું જ નથી થતું હોતું કદાચ થતું હોત તો આપણે જ ભગવાન હોત પણ આપણે ફક્ત એના તૈયાર કરેલ રસ્તે ચાલનાર એક પૂતળા છીએ બસ હું પણ આમનો જ એક હતો ઉત્સાહ માં ફટાફટ ઘરે આઈ ગયેલો અને બીજા દિવસ ની તૈયારી માં લાગી ગયેલો મારી માનસિક માર્કશીટ ને સાચી કરવાના બધા પ્રયત્નો સાથે હું આગળ વધી રહેલો પણ આ દોડ એક મૃગજળ સમી હતી રણ તો સામે જ હતું અને જળાશય પણ જેમ નજીક જઇયે તેમ તે દૂર જતું હતું બીજા દિવસે પણ આજ ની જેમ જ બધું આવડે એ આશા સાથે હું ઉભો થયો અને ભગવાન ને પ્રાર્થના કરીને પરીક્ષા માટે પહોંચ્યો અત્યારે બોબી પણ નીચે આવી ગયેલો અને અમે જોડે જવાના હતા અમે વાતો કરતા અને બીજી લવારીઓ સાથે સ્કૂલ પહોંચ્યા.

 

 

થોડી જ વાર માં પરીક્ષા શરુ થવાની હતી અને પ્રાર્થના શરુ પણ થઇ ગયેલ પણ મારા મગજ  માં હજી પણ એ મૃગજળ ની દોડ માટે નું જળાશય દેખાતું હતું હવે પ્રશ્ન પેપર પણ આપી દીધું જોતા તો એવું જ લાગેલ કે લોટરી લાગી પણ જેમ જેમ લખવાનું સ્ટાર્ટ કર્યું તો થોડી વાગી ગઈ સારું તો ગયું પણ ગઈકાલ જેવું તો નહોતું પણ શું કરીયે જે સમય જાય એ પાછો નહિ આવતો પણ આ વાત મને બહુ મોડી સમજાઈ પણ હવે આવતી કાલે ગણિત નું પેપર હતું અને મારા માટે સુપર ઓવર ની જેમ કાલે તો પુરા જ લાવવા છે એ જ શરતે ઘરે જવા નીકળ્યો અને ઘરે જઈ ને ચોટલી બાંધી ને ભણવા બેસી ગયો બપોરે જમવા નું પણ ફટાફટ ખાઈ ને ફરી સુવા ને બદલે જમવા બેસી ગયો અને હવે સાંજે ટ્યૂશન માં જવાની તૈયારી કરતો કરતો કાલે પુરા માર્ક્સ લાવવાની લાહ્ય માં નીકયો

 

ટ્યૂશન માં જઈ ને અલમોસ્ટ બધા જ ડાઉટ્સ સોલ્વ થઇ ગયા અને પછી કાલે સવારે ૫ વાગ્યે ટ્યૂશન હતું એટલે ફટાફટ ઘરે આઈ ને બધી તૈયારી માં લાગી ગયો રાતે પણ બધી જ તૈયારી થઇ ગઈ હોય અને બસ હવે ફક્ત યુદ્ધ મેદાન માં ઉતરવાની જ વાર હતી એ રીતે શાંતિ થી ભગવાન નું નામ લેતો લેતો સુઈ ગયો કાલે સવારે ૫ વાગ્યે ટ્યૂશન હતું એટલે વહેલા તો ઉઠવાનું જ હતું પણ મને અત્યારે જ ગણિત માં બધું અવળી ગયો હોય એવો હરખ હતો . સવારે ૫ વાગી ગયા પણ હજી હું પથારી માં જ હતો મારા થી ઉઠયું જ નહોતું પણ અચાનક મમ્મી એ મને ઉઠાડ્યો અને હું ફટાફટ ૫-૧૦ મિનિટ માં તૈયાર થઇ ને ટ્યૂશન જવા નીકળ્યો અને અહીં થી ડાયરેક્ટ જ હું સ્કૂલ જવાનો હતો એટલે ભગવાન નો પ્રસાદ અને મમ્મી ને પગે લાગી ને નીકયો ત્યાં પહોંચ્યો તો હું જ લેટ હતો પણ બધા ની જોડે હું પણ ફટાફટ સાહેબ ની આજુબાજુ માં ઉભો રહી ને લાસ્ટ રીવીસન માં લાગી ગયો. સમય ક્યાં ગયો એજ ના ખબર પડી અને એમાં જ ૭ વાગી ગયા હવે સ્કૂલ જવાની તૈયારી સાથે અમે બધા ટ્યૂશન થી છૂટા પડ્યા અને સ્કૂલ માં આજે પુરા માર્ક્સ લાવવાની તૈયારી સાથે જ ગયો.

 

થોડી વાર માં પ્રાર્થના પતિ અને પેપર આપ્યું. જેમ એક શિકારી શિકાર ને જોવે અને પછી એના પર તૂટે એ જ રીતે હું પણ કઈક પેપર ને જોઈ રહેલ અને પછી સીધો જ મારા સપનાને સાકાર કરવા શરુ પડી ગયો સમય ની રેસ અને આ બાજુ મારા દિમાગ અને પેન ની રેસ સાથે એક સ્પીડ વધવા લાગી અને લાસ્ટ દસ મિનિટ માં હવે જસ્ટ બધું ચેક કરવાનું જ હતું અને પછી બહાર નીકળી ને પછી ની પરીક્ષા ની તૈયારી કરવાની હતી.

 

આજે પણ બધું જ આવડ્યું હોવાનો સંતોષ અને પછી એક નવી જ આશા અને જાણે એક સપનું પૂરું થયું હોય અને બીજા ની તૈયારી હોય એમ એક હરખ સાથે નીકયો. રસ્તા માં ટ્યૂશન પાસે પહોંચ્યો ત્યારે અર્પણ સરે મને બોલાવ્યો અને કહ્યું કે કેવી રહી આપણે બધું જ કરેલ તો કઈ પણ દીધું પુરા પણ મને ક્યાં ખબર હતી કે ઇન્ટરનલ માં આગળ ની એક્ષામ ના પણ એડડ થાય અને બુચ વાગી જશે ૧૦૦ ના ૧૦૦ નહિ પણ ૯૦ પર જ ગાડી અટકી જશે.. એ વખતે તો એવું કઈ વિચારેલ જ નહીં પણ આપણે તો હરખ માં જ હતા અને બસ હવે આગળ ની પરીક્ષા ની તૈયારી કરવાની હતી અને એ માટે ઘરે જવા નીકળ્યો.

 

આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

 

ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar


Comments