લવ ડોઝ અનલિમિટેડ - ભાગ- ૧૦ - ૧૫ નવેમ્બર ૨૦૨૦
હેલો મિત્રો કેમ છો બધા? આજે નવેમ્બર મહિના નો બીજો રવિવાર પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા રવિવારે આપણે લવસ્ટોરી ની વાત કરીયે છીએ. ગયા મહિને આ વાત રજુ ના થઇ એનું દુઃખ છે પણ ગયા મહિને બીજા અઠવાડિયે હું થોડો બીમાર હતો અને પછી એક જ અઠવાડિયા માં મારા દાદા નું અવસાન થયું. મારા નજીક ના લોકો ને આ વાત ની જાણ છે પણ જે લોકો નહિ જાણતા એમને જણાવતા દુઃખ થાય છે કે ગયા મહિને મારા માટે એક આપત્તિજનક ઓક્ટોબર સાબિત થયો અને મારી લાઈફ ને પણ અલગ મોડ માં લઇ ગયો આપ સૌ વાચકો ને એક વિનંતી મારા દાદા માટે પ્રાર્થના કરજો અને આગળ વાત શરુ કરીયે
નીતિન એક શાહી પરિવાર નો છોકરો અને એની જ સાથે એની બાળપણ ની ફ્રેન્ડ રિતિકા બંને સાથે લન્ડન કોલેજ માં ભણતા. નીતિન ને પહેલથી જ પોતાના કામ માં વધારે ઇંટ્રેસ્ટ અને રિતિકા ને નીતિન માં. રિતિકા ૧૦ વર્ષ ની હતી ત્યારથી જ નીતિન ને પ્રેમ કરતી, બને ના પરિવાર એક બીજા ને ખુબ ઓળખતા પણ નીતિન ને ક્યારેય રિતિકા થી પ્રેમ જ નહોતો.નીતિન માટે એ ફક્ત એક ફ્રેન્ડ જ હતી પણ ધીમે ધીમે એમની દોસ્તી અને પ્રેમ ને પરિવારે એક નવું નામ આપવાનું વિચાર્યું અને બંને ના મેરેજ નક્કી થયા
નીતિન ફક્ત પરિવાર અને રિતિકા ની ખુશીઓ માટે જ આ મેરેજ માટે રેડી થયો અને સગાઇ પન કરી અને હવે થોડો ટાઈમ રિતિકા સાથે વિતાવવા લાગ્યો એની સાથે લોન્ગ ડરાઇવ પર જવા લાગ્યો અને અચાનક એમની કાર ને અકસ્માત થયો અને નીતિન કોમા માં જતો રહ્યો અહીં રિતિકા ના વર્ષો થી પુરા થવા આવેલ સપના પર ફરી એક વાર પૂર્ણવિરામ મુકાઈ ગયું. નીતિન ને ક્યારે હોશ આવે એ ચક્કર માં દિવસો ના દિવસો વીતી ગયા અને ભગવાન પરથી પણ લોકો નો ભરોસો ઉઠી ગયો પણ રિતિકા ને હતું કે નીતિન ફરી પાછો આવશે પણ ક્યારે? એના મન માં પણ ઘણા સવાલો હતા પણ જવાબ એક જ . દિવસો ની જગ્યે મહિનાઓ વીતવા લાગ્યા અને આ મહિનાઓ વર્ષો માં પરિવર્તિત થઇ ગયા પણ હજી કોઈ જ ફેર નહોતો.
અચાનક એક દિવસ નીતિન ને બ્રીધીંગ વધવા લાગ્યું અને એના બોડી માં મુવમેન્ટ આવવા લાગ્યું એક પળ માટે રિતિકાને નીતિન ની ખુશી થઇ પણ ડોક્ટરે વેન્ટિલેટર પર મુવ કર્યો અને બધા ને તાત્કાલિક બોલાવી લેવામાં આવ્યા . નીતિન ને પમ્પીંગ સ્ટાર્ટ કર્યું બચવાના કોઈ ચાન્સીસ નહોતા લગતા અને મશીન માં પણ બધી જ લાઈનો સીધી જવા લાગી અને આ બાજુ નીતિન ના માઈન્ડ માં રિતિકા ના સપના ચાલુ થયા એમની બાળપણ ની યાદો થી , કોલેજ લાઈફ અને એમના લગ્ન થવા ના હતા અને અચાનક આ અકસ્માત આ બધી યાદો એક સાથે એવાને લીધે એ જોરદાર જાતક સાથે ઉભો થયો અને એક બૂમ પડી રિતિકા .......... નીતિન ની બૂમ સાંભળી ને રિતિકા સીધી જ ઓપરેશન રૂમ માં એન્ટર થઈ અને નીતિન ને ગળે લાગીને રડવા લાગી અને સૌને પ્રેમ અને ઉપરવાળા ના ચમત્કાર પર વિશ્વાસ થઇ ગયો બસ પછી શું હેપ્પી એન્ડિંગ બંને ના લગ્ન થઇ ગયા અને પછી હનીમૂન માટે દુબઇ ગયા.
તો મિત્રો આ હતી આજની વાત, આજ ની લવસ્ટોરી . આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment