લવ ડોઝ અનલિમિટેડ - ભાગ- ૯ - ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૦



હેલો મિત્રો કેમ છો બધા? આજે સપ્ટેમ્બર મહિના નો બીજો રવિવાર પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા રવિવારે આપણે લવસ્ટોરી ની વાત કરીયે છીએ. બીજું વિક અને એમાં પણ લવડોઝ માં આપણે વાત કરીયે છીએ પ્રેમ ની , પ્રેમીઓ ની , એ દિલ ની વાત પરંતુ આજે એક એવી લવસ્ટોરી ની વાત કરીયે જે એક ખુબ નાની વાત છે.

 

રાહુલ એક કોલેજ બોય , મોડર્ન જમાનાનો પણ સાથે સાથે આદ્યત્મિક પણ એટલો જ. ભણવા માં ટોપર્સ પણ આની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને એમાં પણ ભજન કે શાસ્ત્રીય સંગીત હોય તો આ ભાઈ ને વધારે જ રસ પડે. રોજ કોલેજ ટાઈમ પર જવાનું બને ત્યાં સુધી બધા જ લેક્ચર્સ અટેન્ડ કરવાના અને પછી સાંજે શાસ્ત્રીય સંગીત ની પ્રેક્ટિસ કરવાની બસ એમાં જ અઠવાડિયા ના ૫ દિવસ જતા રહેતા અને રવિવાર ફેમિલી સાથે આઉટ ઓફ ટાઉન કે પછી મિત્રો સાથે ની પીકનીક માં. બસ શનિવાર એક જ હતો જયારે તે એકલો હતો પણ એની સાથે સાથે એનું શાસ્ત્રીય સંગીત અને ભગવાન તો હતા જ . શનિવારે સવારે યોગા કરે અને પછી થોડી કસરત , પછી બીજા સરકારી કામ કાજ કરે અને ઘરે મમ્મી - પપ્પા જોબ પર હોય એટલે જમતા જમતા ટી.વી જોવે અને સાંજે હનુમાન જી ના મંદિરે દર્શન કરવા જાય. બસ આમ જ એનું શિડ્યુલ ચાલતું હતું.

 

શ્રાવણ મહિનો ચાલુ થઇ રહ્યો હતો અને મંદિરે ભજન કીર્તન પણ વધવા લાગ્યા. હવે શનિવારે રાહુલ મન્દીર માં ધીમે ધીમે પોતાના વાજિંત્રો લઇ જતો અને ત્યાં જ શાસ્ત્રીય સંગીત કરતો સાથે બીજા ઘણા યુવાઓ અને પ્રૌઢો ની સાથે ભક્તિ રસ ની મજા લેતો. એક વખત ત્યાં રિયા આવી, રિયા ડિપ્લોમા માં હતી અને એને ભરતનાટ્યમ માં વધારે રસ, મંદિર ની બાજુ માં એક રૂમ માં 15-૨૦ છોકરીઓ ભરતનાટ્યમ ના ક્લાસ્સ કરતી અને આ ભાઈ દર શનિવાર ની જેમ જ અહીં ભક્તિરસ લેતા હતા. અચાનક લાઈટ ગઈ અને બધી છોકરીઓ મંદિર ના આંગણ માં પ્રેક્ટિસ કરતી હતી ત્યારે રિયા નો ભરતનાટ્યમ જોઈ ને રાહુલ ક્યાંક ખોવાઈ ગયો અને ભક્તિ સંગીત ની બદલે રાધા કૃષ્ણ ના મ્યુઝિક પર આવી ગયો આ બાજુ એનું આ સુંદર મ્યુઝિક બધા ને ગમવા લાગ્યું અને રિયા ની નજર પણ આની પર પડી. બસ અહીં શરુ થઇ ગયો પહેલી નજર નો પ્રેમ. અચાનક હોશ માં આઈ ને રાહુલે મ્યુઝિક બંધ કર્યું અને પછી દર્શન કરી ને ઘરે જવા નીકળ્યો ત્યાં જ અચાનક રિયા એ એને ઉભો રાખ્યો અને કહ્યું કે તમે ખુબ સુંદર મ્યુઝિક વગાડો છો અને આ બાજુ રાહુલે પણ તેને તેના ડાન્સ બાદલ વખાણ કર્યા હવે બંને એક બીજા ને સ્માઈલ આપી ને છૂટા પડ્યા પણ બંને ના દિલ એક થઇ રહ્યા હતા હવે બીજા શનિવાર ની રાહ જોતા હતા અને પછી બીજા શનિવારે ટાઈમ કરતા વહેલા પહોંચ્યા બંને જન એક બીજા ને મળ્યા અને કહાની આગળ શરુ થઇ . ધીમે ધીમે રોજ મળવા નું શરુ થયું અને એટ ઘી લાસ્ટ બંને ની કોલેજ પુરી થતા બંને ના લગ્ન પણ થયા .

 

તો મિત્રો આ હતી આજની વાત, આજ ની લવસ્ટોરી .  આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar

 



Comments