મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૯ - ૦૬ સપ્ટેમ્બર ૨૦૨૦



હેલો મિત્રો કેમ છો બધા? આજે સપ્ટેમ્બર નો પહેલો રવિવાર છે  અને  પ્રથમ રવિવારે આપણે વાત કરીયે છીએ મારી કહાની મારી ડિજિટલી ઝુબાની. પરંતુ એ પહેલા છેલ્લા  ઘણા સમય ની જેમ ફરી એક વિનંતી કે આજે દુનિયા માં કોરોના જેવી વૈશ્વીક મહામારી સામે આપણે સૌ લડી રહ્યા છીએ ત્યારે તમે તમારા ઘર માં જ રહેજો અને સ્વસ્થ રહેજો તમારું અને તમારા પરિવાર નું ધ્યાન રાખજો. હવે દુનિયાભર માં આની વેક્સિન શોધાઈ રહી છે અને અન્ય પરીક્ષણ પણ શરુ થઇ ગયા છે બસ થોડો સમય રાહ જોઈ લો , પૂરતી સાવચેતી રાખો અને હજી પણ કામ વગર બહાર ના નીકળો થોડાક જ સમય માં સોનાનો સુરજ ઉગશે .

 

ગયા મહિને આપણે જોયું કે મારી લાઈફ ની એક નવી સફર શરુ થઇ રહી હતી , પ્રેક્ટિકલ એક્ઝામ પૂર્ણ થઇ ગઈ હતી અને હવે થિયરી ની શરૂઆત થઇ રહી હતી બસ આ બંને ની વચ્ચે નો સમય અલગ જ હતો , ઘણી બધી આશા , નિરાશા, સપના સાથે ની મૃગજળ સમી દોડ શરુ થઇ ગઈ હતી. પોતાના થી વધારે ભગવાન પર ભરોશો પણ સાથે સાથે માનવીય મનની શંકા પણ જોડે ચાલતી હતી . ઘણું બધું એક પળ માં બની રહ્યું હતું જાણે એક ફિલ્મ ની જેમ જ લાઈફ ચાલતી હોય સોરી એક નહીં પણ મલ્ટીપલ ફિલ્મ એક સાથે જોતા હોય તો કેવી ફીલિંગ આવે અને એ પણ ફર્સ્ટ ટાઈમ જ જોતા હોય તો કોના પર ફોક્સ કરવું એવું જ કશુંક મારી સાથે બની રહ્યું હતું , શું પ્રાયમરી શું સેકન્ડરી કઈ જ ખ્યાલ નહોતો આવતો બધું જ એક સ્વપ્ન જેવું લાગી રહ્યું હતું અને આ બધા ની વચ્ચે સપના નો ધૂમ સ્ટાઇલ માં દોડતા જ જતા હતા અને મન માં હવે આ સપના તૂટવાનો ભય પણ સતાવી રહ્યો હતો પણ આ બધા ની વચ્ચે મગજ શાંત કરી ને એક્ઝામ પર ફોકસ કરવાની ટ્રાઈ કરી રહ્યો હતો પણ આ સ્ટોરી નો રાઇટર , ડિરેક્ટર તો ઉપરવાળો હતો ગમે એમ તોય મારે એનું જ લખેલું કેરેક્ટર પ્લે કરવાનું હતું ચાહે ગમે કે ના ગમે .

 

થિયરી એક્ઝામ ને ૨ દિવસ ની વાર હતી અને કુરુક્ષેત્ર ના મેદાન ની જેમ જ મારી તૈયારી પણ ચાલતી હતી ફરક એટલો જ હતો કે અહીં હું મારી જાત ને કદાચ અર્જુન સમજાત પણ કૃષ્ણ તરીકે રથ ચલાવનાર કોઈ નહોતું કેમકે સામે કોઈ પરિવાર કે દોસ્ત ને નહિ પણ મારી ઈચ્છા અને સપના સામે એના પર જીત મેળવ્વા જ લડવાનું હતું . પણ આ તૈર્યારીઓ માં પણ મને તો કઈ અલગ જ નજર આવતું હતું તોય હું તૈયારી કરી રહ્યો હતો આજે પણ યાદ છે ગાલા ના એ એસાઇન્મેન્ટ , પેલા ૭ પેપર જેમાં થી જ પરીક્ષા માં પુછાય એવો મક્કમ વિશ્વાસ અને ઘેલછા.

 

બસ આ ૭ પેપર પુરા કરી ને એવું જ લાગતું કે હું પોતે જ અભ્યાસ કર્મ બનાવનારો છું. પણ શું એવું જ એક્ઝામ લખતી વખતે થાય ? બસ આમને આમ જ એક્ઝામ નો દિવસ આઈ ગયો અને આપણે તૈયાર થઇ ને ગયા પહેલી એક્ઝામ ઇંગલિશ ની હતી આમ તો આપણે ગમતો વિષય પણ ગ્રામેટિકલી થોડું અઘરું લાગતું અને ગોખતા આવડે નહિ શું કરવું , મારી પાસે તો એની પ્રેક્ટીસબૂક પણ હતી લોકો મેથ્સ ની પ્રેક્ટીસબૂક રાખે પણ આપણી પાસે ઇંગલિશ ની પણ પ્રેક્ટીસબૂક હતી ટીના કાકા એ આપેલ.આપણે એમાં થી પણ પૂરતી તૈયારી કરી પણ એકાદ મીનિંગ માં હજી કન્ફુસન હતું કે શું આવે બધે અલગ જ જવાબ મળતો પણ હવે સમય ઓછો હતો કેમ કરવું ? બસ આમ વિચારતો હું સ્કૂલ જવા નીકળ્યો પણ હજી ટ્યૂશન પાસે પહોંચ્યો તો મેં અર્પણ સર ને જોયા અને થયું લવ પગે લાગીને એને જ પૂછી લાવું અને હું અંદર ગયો પણ અંદર એ જ ઘટના ફરી બની મારા દિલ દિમાગ માં ફરી કોઈ હાવી થઇ રહ્યું હતું પણ થોડા ઉત્સાહ અને દિલ ને કંટ્રોલ કરી ને હું અર્પણ સર ને પગે લાગ્યો અને આ કન્ફુસન દૂર કર્યું અને કીધું કે બધે આનો જવાબ અલગ મળે છે શું કરું પછી એમને જે જવાબ કીધો એ ફાઇનલ માની ને હું નીકળ્યો પણ આ સમયે એવી ફીલિંગ હતી કે કોઈ યોદ્ધા રણ માં રણભૂમિ માં જંગ પર જતા પહેલા ગુરુજનો ના આશીર્વાદ લે અને પછી જયારે નીકળે તો રાજ મહેલ માં બધા એના વિજય ની જ રાહ જોતા હોય અને બીજા રાજાઓ , સેના ની સામે જે વટ પડે એવી જ ફીલિંગ આવી રહી હતી અને હું ત્યાં ગૌરી માં ના ફોટા ને પગે લાગી ને બહાર નીકળ્યો અને મન માં જે થોડો ડર હતો એક્ઝામ નો એ પણ દૂર થઇ ગયો હવે આપણે એકદમ બાહુબલી ની જેમ છાતી ફુલાવી ને નીકળ્યા હતા.

 

સ્કૂલ પહોંચી ને આપણી સિટિંગ એરેન્જમેન્ટ વાઇસ બેસી ગયા અને બસ આજ ની એક્ઝામ માં વિજય મળે એજ વિચારો અને જીત પહેલા ની ખુશી અને ટેંશન સાથે બેઠા થ્રી ફિંગર પણ કરેલ પણ ત્યાં જ બેલ વાગ્યો અને મારા જ ક્લાસ સર રણછોડ સર નિરીક્ષક તરીકે આવ્યા અને પછી પ્રાર્થના શરુ થઇ પણ મને પ્રાર્થના માં ભગવાન નું નામ લેતા મન માં બીજું કઈ નજર આવતું હતું અને બસ એમાં જ પ્રાર્થના પુરી થઇ ગઈ અને થોડી વાર માં પેપર પણ આપી દીધું હવે મારી સામે યુદ્ધભૂમિ માં યુદ્ધ શરુ થઇ ગયું હતું અને મારે જીતવાનું પણ હતું અને આપણે શસ્ત્ર ઉઠાઈ ને આપણે યુદ્ધ શરુ કરી દીધું સમય ની સાથે મારી પેન પણ એજ સ્પીડે દોડી રહી હતી પણ ગ્રામર નો સેક્શન શરુ થતા જ દિલ માં અને દિમાગ માં વિચારો શરુ થઇ ગયા પણ પછી પણ આપણે ગ્રામર એ જ કોન્ફિડેન્સ સાથે પૂરું કર્યું અને પછી ટાઈમ ની ૧૦ મિનિટ પહેલા જ પેપર પૂરું કરી દીધું અને ક્લાસ ની બહાર એ જ વિજય શંખ વગાડતા હોય એ રીતે બહાર આવ્યા અને પછી નીચે મિત્રો સાથે બધી વાતો કરતા ઘરે આવવા નીકળ્યા પણ દિલ માં એક જ આશા હતી કે રસ્તા માં ફરી એક વાર જાદુ થાય અને આમ જ વિચારતા ઘરે આયો અને હજી બુટ કાઢું ત્યાં તો જાદુ થયો બસ પછી અંદર જઈ ને બીજા દિવસ ની પરીક્ષા માં લાગી ગયો અને મન માં જ પ્રાર્થના કરતો હતો કે બસ આ સપનું પૂરું થઇ જાય બસ આમ જ બીજા દિવસ ની તૈયારી અને અન્ય ભ્રમણા સાથે તૈયારી માં લાગી ગયો

 

એક્ઝામ ની વચ્ચે ઘણા જાદુ પણ થયેલ પણ એ કહાની પછી આજ માટે એટલું જ વધારે આવતા મહિને પણ ત્યાં સુધી પૂરતી સુરક્ષા રાખો અને  સ્વસ્થ રહો.આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar

 

Comments