મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૮ - ૦૨ ઓગસ્ટ ૨૦૨૦

 

હેલો મિત્રો કેમ છો બધા? ગયા રવિવારે ઓગસ્ટ મહિના નો પ્રથમ રવિવાર હતો  અને  પ્રથમ રવિવારે આપણે વાત કરીયે છીએ મારી કહાની મારી ડિજિટલી ઝુબાની. પરંતુ ગયા રવિવારે ફ્રેન્ડશીપ ડે હતો અને ત્યારે મારી આ સ્ટોરી ના મૂકી એ બદલ પહેલા બધા ને દિલ થી સોરી કેમકે એ રવિવારે  કામ માં આ પબ્લિશ ના કરી શક્યો એટલે અને છેલ્લા  ઘણા સમય ની જેમ ફરી એક વિનંતી કે આજે દુનિયા માં કોરોના જેવી વૈશ્વીક મહામારી સામે આપણે સૌ લડી રહ્યા છીએ ત્યારે તમે તમારા ઘર માં જ રહેજો અને સ્વસ્થ રહેજો તમારું અને તમારા પરિવાર નું ધ્યાન રાખજો.

 

ગયા હપ્તે તમે જોયેલ કે હું યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ની પ્રેક્ટિકલ પતાઈ હતી અને મન માં એક હરખ હતો જાણે શિવાજી નો એ ગઢ જીતી લીધો હોય પણ એ કહેવું યોગ્ય નહિ કેમકે ના તો હું શિવાજી જેટલો મહાન હતો કે ના છું પણ બીજી કહેવત જરૂર સેટ થાય ગઢ આલા પર શેર ગેલા . આ કહેવત કેમ સેટ થાય એ અત્યારે નહિ સમજાય પણ આગળ ના અમુક એપિસોડ માં ખ્યાલ આવી જશે. જિંદગી ની રેસ માં આગળ વધી રહ્યો હતો અને થોડાક જ દિવસ માં કોમ્પ્યુટર ની પણ પ્રેક્ટિકલ હતી થોડું ટેન્શન હતું કે બોસ કઈ રીતે કરીશું પણ મન માં જે ખુશી ભરેલા સપના હતા એની સામે એવું જ થયું કે બોસ ડોન્ટ વરી થઇ જશે . ત્યારે તો ૩ ઈડિયટ્સ પણ નહોતું આવ્યું કે આલ ઇઝ વેલ કરી ને લડી લઈએ પણ હશે. હું આ બધા ની સાથે જ આગળ વધતો હતો પણ કહેવાય છે કે પોપકોર્ન જીતના ઉપર ઉડે ઉસે ગીરના તો કઢાઈ મેં હી હે ના બસ એવું જ થવાનું હતું સપના તૂટી જવાના હતા અને દિલ પણ . પણ એ સમયે ના તો મને એમાંથી કોઈ વસ્તુ ની પરવા હતી કે ના એવા કોઈ જ નેગેટિવ થોટ્સ આવતા હતા કે જે મને ડગાઈ દે બસ હું આગળ વધતો હતો.

 

આખરે એ કોમ્પ્યુટર ની પ્રેક્ટિકલ એક્ષામ પણ આવી ગઈ અને એ દિવસે પણ સવારે જલ્દી ઉઠી ને આપણે તૈયાર થઇ ગયા એક્ષામ માટે એ વખતે ઘરે કોમ્પ્યુટર નહોતું એટલે થિયરી વાંચી ને જ પ્રેક્ટિકલ ની તૈયારી કરેલ કોઈ પ્રેક્ટિસ નહોતી પણ દિમાગ માં એ બધું જ ફિક્સ હતું કે આ નો જવાબ આ રીતે જ થાય અને આપણે સ્કૂલ પણ પહોંચ્યા એક્ષામ માટે . દિલ માં થોડી બેચેની વધતી હતી, શ્વાસ પણ વધી રહેલા અને થોડો ડર પણ કેમકે એ વખતે કોમ્પ્યુટર થી આટલી દોસ્તી નહોતી ફાટતી હતી સાચું કહું તો .પણ તોય ભગવાન ના ૧૧-૧૧ નામ લીધા અને પછી આપણી જાગ્યો બેસી ગયા. બોર્ડ પર હતું એ રીતે જ ૪ માંથી ૩ વસ્તુ કરવાની હતી આપણે ટેન્શન માં હતા પણ ટાર્ગેટ વાઇસ પ્રેક્ટિકલ માં આપણે ૫૦ થી ૩૫ જ લાવાના હતા એટલે થોડા બેફિકર પણ હતા પણ પછી આપણે ટાસ્ક શરુ કર્યા અને સ્ટાર્ટિંગ ના ૨ ટાસ્ક તો પતાઈ દીધા એટલે ૩૦ માર્ક્સ તો મળી ગયા હતા અને હવે છેલ્લા ૫ માર્ક્સ માટે નો જ મુદ્દો હતો પણ અહીં થોડું અઘરું લાગેલ કેમકે ફિલ્ટર એપ્લાય કરવાના હતા પણ થોડું મૂંઝવણ ભર્યું હતું પણ તોય જેમ તેમ કરી ને આપણે આગળ વધ્યા અને કરી દીધું એટલે ફુલ તો ના થયું પણ ૭૦% જેવું પછી થયું કે લાવ બીજો ટાસ્ક કરીયે પણ એમાંય ના થયું અને અંતે શરણાગતિ લઇ લીધી અને સર ને કીધું કે સર ડન આટલું થયું એમને જોયું અને 1-૨ સવાલ પણ પૂછ્યા કે બીજું કરવું છે કે નહિ નોર્મલ હતા લાઈક વાઈવા અને ફાઈનલી આપણને એવું થયું કે બોસ ૩૨-૩૩ તો આઈ જ ગયા ૩ માર્ક્સ માટે આજ નો જે ટાર્ગેટ તૂટ્યો એને થિયરી માં કવર કરી લઈશું કેમકે આપણે તો ઓવરઓલ જે ટાર્ગેટ હતો એમાં તો આ બંને નો સરવાળો જ અવાનો હતો.પણ પછી ફરી આપણે બિન્દાસ નીકળી ગયા આ વખતે ગઢ થોડાક માટે રહી ગયેલ પણ આગળ જીતી લઈશું એવું હતું.

 

હવે ઘેર આઈ ને તબિયત થી આપણે જમી ને સુઈ ગયા અને સાંજે ઉઠી ને ટ્યૂશન માટે નીકળી ગયા પણ ત્યાં તો કઈક અલગ જ ફીવર હતો અને હવે મંથન થી એમ.ટી. ની સફર પણ શરુ થઇ જ ગયેલ. બસ હવે પ્રેક્ટિકલ તો પુરી થઇ ગઈ હતી અને થિયરી સ્ટાર્ટ થવાની જ તૈયારી હતી આ બધા ની વચ્ચે જે સમય હતો એ અલગ જ હતો , સપના , આશા , ડર અને બીજું ઘણું બધું . ઘણી ઉમ્મીદો પણ હતી પણ જેમ સમય નજીક આવતો હતો એમ નેગેટિવ થોટ્સ પણ વધી રહ્યા હતા કે ટાર્ગેટ ના પૂરો થયો તો , મને મળશે તો ખરી ને .. આવા અનેક વિચારો ની વચ્ચે હું અને વિચારો ના વૃંદાવન માં ઘેરાયેલું મારુ મન આમ જ ચાલી રહ્યું હતું પળે પળે મને અંદર થી કોઈ અવાજ આવી રહ્યો હતો કે દિલ ધડકી રહ્યું હતું જોરથી પણ કઈ સમજાઈ નહોતું રહ્યું આ બધા ની વચ્ચે પીસાતો હું અને મારી સફર આમ જ આગળ વધતી હતી પણ એ સફર આવતા હપ્તે ત્યાં ઘેર જ રહો , પરિવાર સાથે સમય વિતાવો અને સ્વસ્થ રહો.આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar

 

Comments