લવ ડોઝ અનલિમિટેડ - ભાગ- 8 - ૦૯ ઓગસ્ટ ૨૦૨૦




હેલો મિત્રો કેમ છો બધા? આજે ઓગસ્ટ મહિના નો બીજો રવિવાર પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા રવિવારે આપણે લવસ્ટોરી ની વાત કરીયે છીએ. બીજું વિક અને એમાં પણ લવડોઝ માં આપણે વાત કરીયે છીએ પ્રેમ ની , પ્રેમીઓ ની , એ દિલ ની વાત પરંતુ આજે એક એવી લવસ્ટોરી ની વાત કરીયે જે એક ખુબ નાની વાત છે.

વરસાદ ની સીઝન એટલે રોમાન્સ અને પ્રેમ ની મોસમ . ધીમે ધીમે બૂંદ બૂંદ વરસાદ પડતો હોય અને આ બધા ની સાથે રીમઝીમ રીમઝીમ મ્યુઝિક વાગતું હોય . વરસાદ ની ઋતુ માં કામ નો લોડ થોડો વધી ગયો હતો અને ઓફિસ છૂટવાનો ટાઈમ પણ થઇ ગયેલ પણ ક્લાઈન્ટ મિટિંગ ને લીધે ૮-૮:૩૦ જેવું થઇ ગયેલ અને આ બધાની વચ્ચે વરસાદ પણ જોરદાર આવી રહ્યો હતો. ફટાફટ ક્લાઈન્ટ મિટિંગ પતાઈ ને આકાશ એની કાર માં ઘેર જવા નીકળ્યો પણ વરસાદ વધારે હતો એટલે કાર માં વાઈપર ચાલુ હતા પણ આગળ નું થોડું ધૂંધળું દેખાતું હતું આ બધા ની વચ્ચે ધીમે ધીમે રોમેન્ટિક મ્યુઝિક ની સાથે કાર વરસાદ ના પાણી માં આગળ વધી રહી હતી. સાંકળી ગલી ને પાર કરીં ને ચાર રસ્તા પાસે આવી. ચાર રસ્તા ની જમણી બાજુ માં એક બસ સ્ટેન્ડ હતું. બસ પણ કદાચ વરસાદ ને લીધે નહિ આવતી હોય . બસ ની  રાહ જોઈ ને ઉભા રહેવામાં આજે કોઈ નહોતું કેમકે વરસાદી માહોલ માં બધા વહેલા જ ઘેર જવા નીકળ્યા હતા પણ આ ધોધમાર વરસાદ અને એ ગર્જ્નાક વીજળીઓ ના અવાજ માં બસ સ્ટેન્ડ પર એક ખુબ જ સુંદર અને બોલ્ડ છોકરી ઉભી હતી કદાચ એ પણ બસ ની રાહ જોતી હશે અને એને પણ ઘરે જવાનું મોડું થતું હશે .વીજળી ના એ જ કડાકા ભડાકા અને વરસાદ ના અંધારી વાતાવરણ માં આ છોકરી આવતા જતા વાહન ને પાસે લિફ્ટ માંગતી હતી પણ કદાચ કોઈ લિફ્ટ આપે એમ નહોતું . અચાનક વીજળીઓ ના અજવાળામાં એને આકાશ ની કાર દેખાઈ અને એને હેય કેન યુ લિફ્ટ મી ? પ્લીસ ,, આમ કહી ને લિફ્ટ માંગી પણ આકાશ ને મ્યુઝિક ના અવાજ માં એનો અવાજ સંભળાયો જ નહિ અને એની કાર આગળ નીકળી ગઈ અને કદાચ આ છોકરી આકાંક્ષા ની લિફ્ટ લેવાની આશા પણ નિરાશા માં ગઈ અને એના પર પણ વરસાદ નું પાણી વહી ગયું પણ થોડાક આગળ જતા આકાશ ને મિરર માં બસ સ્ટેન્ડ પર ઉભેલી આકાંક્ષા દેખાઈ અને એને પણ થયું કે કદાચ એને પણ ઘેર જવાનું લેટ થતું હશે અને એને કાર ને ઉભી રાખી . સાઈડ મિરર ને થોડો સાફ કર્યો અને વરસાદ માં પણ એને પોતાનો ચહેરો બહાર કાઢી ને પાછળ જોયું અને પછી કાર ને રિવર્સ કરી . રિવર્સ ના અવાજ સાથે જ આકાંક્ષા ના મન માં પણ એક વાર ફરી આશા જાગી અને એ પણ થોડી આગળ વધી ફરી લિફ્ટ માટે. આકાશ ની કાર બરાબર આકાંક્ષા ના પાસે આવી ને ઉભી રહી અને મિરર ઉતારતા જ આકાંક્ષા ને જોઈ અને એના એ મધુર અવાજ સાથે જ આકાશ ના મન માં ઉતરી ગઈ અને એમાં પણ એનું ભીનું શરીર અને વરસાદ નું પાણી એના શરીર પર જે વહેતુ હતું એ જાણે નર્મદા ના ધોધ જેવું લાગતું હતું આકાશે તરત જ એને લિફ્ટ આપી અને એને બેસાડી. આકાંક્ષા એ એની  ગાડી માં બેસી ને થેંક્યુ કહ્યું અને પર્સ માં થી નેપકીન કાઢી ને પોતાના શરીર ને લુછવા લાગી પણ સાથે વરસાદ માં ભીના થવાથી અને એ.સી ચાલુ હોવાથી એને ઠંડી પણ લગતી હતી આકાશ પણ ત્રાંસી આંખે એને જોઈ રહ્યો હતો અને એને ધ્રુજતા જોઈ ને એને કાર નું એસી બંધ કર્યું અને ફરી પોતાનું ધ્યાન રસ્તા પર કેન્દ્રિત કર્યું . આકાંક્ષા ને પણ મન માં આકાશ વસી ગયો . બંને એક બીજા ને ધીમે ધીમે જોઈ રહેતા હતા અને મ્યુઝિક ની મજા લેતા હતા . આકાશ ને થયું કે લાવ દિલ ની વાત કઈ દાવુ પણ પછી મન માં એક ડર લાગ્યો અને ભૂલ થી એણે ગેર ચેન્જ કરતા આકાંક્ષા ના એ કોમળ હાથ પર હાથ મૂકી દીધો અને પછી એક પળ માટે તો જાણે ડઘાઈ ગયો અને મન માં પણ એક ભય જાગી ગયો પણ આકાંક્ષા એ નો ઇસ્યુ કઈ ને એક મસ્ટ સ્માઈલ આપતા એનો ભય થોડો દૂર થયો . ત્યાં જ આકાશ ની નજર શંભુ કોફી પર પડ્યું અને એણે આકાંક્ષા ને કહ્યું કે વરસાદ છે તો એક કોફી થઇ જાય અને આકાંક્ષા ને પણ થયું કે ચાલો એમ પણ લેટ થઈ જ ગયું છે તો પી લઈએ. અને પછી બંને જણા કાર માંથી બહાર નીકળ્યા અને શંભુ કોફી બાર માં ગયા ત્યાં જઈ ને ટેબલ પર કોફી નો ઓર્ડર આપ્યો અને પછી હિમ્મત કરી ને બંને એક બીજા સાથે વાતો કરવા લાગ્યા અને પછી કોફીની એ ચુસ્કી સાથે બંને જણા ક્યારે એક બીજા ના મિત્રો બની ગયા એ જ ના ખબર પડી અને ફોન નંબર પણ લીધા . પછી ધીમે ધીમે બંને કાર માં બેસી ને ઘેર જવા નીકળ્યા અને આકાશે પહેલા આકાંક્ષા ને ઘેર ડ્રોપ કરી ને પછી પોતાના ઘેર ગયો પણ બંને ના દિલ માં એક બીજા વસી ગયા હતા અને બંનેં ને રાતે ઊંઘ નહોતી આવતી . બંને એક બીજા ના મેસેજ ની રાહ જોતા હતા અને ફરી મળે એવા સપના જોવા લાગ્યા અને આમ જ સવાર થઇ ગઈ અને આજે શુક્રવાર હતો લાસ્ટ ડે . આકાશ ઓફિસે જવા નીકળ્યો પણ આજે એને થયું કે લાવ ને આકાંક્ષા ની લાઈન માં થઇ ને નીકળું આ બાજુ આકાંક્ષા પણ એની રાહ જોતી હોય એમ ધીરે ધીરે ઓફિસ જવા નીકળી ત્યાં જ પાછળ થી કાર આવી અને એમાં આકાશ અને બંને એક બીજા ને ગુડ મોર્નિંગ કહી ને ફરી સાથે જવા નીકળ્યા. અને સાંજે પણ ગઈ કાળ ની જેમ જ બંને જણા સાથે ઘેર આવતા કોફી ટેબલ પર મળ્યા અને કોફી ની એ ચુસ્કી સાથે આકાંક્ષા એ પોતાના પ્રેમ નો ઈઝહાર કર્યો. અને બસ પછી શું બંને ની લવ ની ગાડી પણ ફુલ જોશ માં દોડવા લાગી વરસાદ ની જેમ .

તો મિત્રો આ હતી આજની vat, આજ ની લવસ્ટોરી .  આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar

Comments